Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Narmada : નર્મદામાં ડૂબેલા 7 પૈકી 6 ના મૃતદેહ મળ્યો, હજુ એક લાપતા

Narmada: નાંદોદના પોઇચા ગામની નર્મદા નદીમાં ન્હાવા આવેલા સુરતના પરિવાર સાથે 14મી મેના રોજ ગોઝારી દુર્ઘટના સર્જાઇ હતી. મંગળવારે નદીમાં નહાવા પડેલા એક જ પરિવારના ચાર સભ્યો સહિત નવ લોકો અચાનક જ ડૂબવા લાગ્યા હતા. આ ગોઝારી દુર્ઘટનામાં બે વ્યક્તિનો...
narmada   નર્મદામાં ડૂબેલા 7 પૈકી 6 ના મૃતદેહ મળ્યો  હજુ એક લાપતા
Advertisement

Narmada: નાંદોદના પોઇચા ગામની નર્મદા નદીમાં ન્હાવા આવેલા સુરતના પરિવાર સાથે 14મી મેના રોજ ગોઝારી દુર્ઘટના સર્જાઇ હતી. મંગળવારે નદીમાં નહાવા પડેલા એક જ પરિવારના ચાર સભ્યો સહિત નવ લોકો અચાનક જ ડૂબવા લાગ્યા હતા. આ ગોઝારી દુર્ઘટનામાં બે વ્યક્તિનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં NDRFની ટીમની સતત ત્રીજા દિવસે પણ શોધખોળ ચાલી રહી છે. અત્યાર સુધી રેસ્ક્યૂ ટીમને ડૂબેલા સાત લોકોમાંથી 6 મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે અન્ય એક લોકોની તપાસ ચાલી રહી છે.

Advertisement

ત્રીજા દિવસે પણ શોધખોળ ચાલુ

મંગળવારે ઘટેલી આ ઘટનાને આજે ત્રીજો દિવસ થઇ ગયો છે. NDRFની વિવિધ ટીમો આ ત્રણ દિવસથી આ ડૂબેલા લોકોને શોધી રહ્યા છે. આજે 15 વર્ષીય મૈત્ર ભરતભાઈ બલદાનિયાનો મૃતદેહ મળી આવ્યો છે. આ પહેલા અન્ય ત્રણ મૃતદેહ મળી આવ્યા છે. નોંધનીય છે કે, સુરતના સણિયા હેમાદ વિસ્તારમાં આવેલી ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં રહેતા એક જ પરિવારના 7 લોકો પોઈચા નર્મદા નદી કિનારે નહાવા આવ્યા હતા.

Advertisement

NDRF ની 25 જવાનોની ટીમ દ્વારા શોધખોળ

દરમિાન ગઇ સાંજથી વડોદરાથી NDRF ની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને ડૂબી ગયેલા લોકોની શોધખોળ શરુ કરી હતી પણ આજે સવાર સુધી કોઇ પતો મળી શક્યો નથી. NDRF ની 25 જવાનોની ટીમ ડીપ ડ્રાઇવસ તેમજ અંડર વોટર કેમેરાથી શોધખોળ કરી રહી છે પણ સફળતા મળી શકી નથી. પાણીનો પ્રવાહ ભારે હોવાથી શોધખોળમાં મુશ્કેલી આવી રહી છે.

આ  પણ  વાંચો  - VADODARA : બોમ્બની ધમકી લઇ રોકી રખાયેલી ફ્લાઇટ લેન્ડ થઇ, જાણો મુસાફરોએ શું કહ્યું

આ  પણ  વાંચો  - IDAR : કૈલાશ માન સરોવરની આ દુર્લભ વનસ્પતિ ફક્ત ઇડરમાં ઊગે છે; કાળઝાળ ગરમીમાં આપે છે શીતળતા

આ  પણ  વાંચો  - Surat: જુનાગઢ સ્વામિનારાયણ મંદિરના સ્વામી સહિત 7 લોકો સામે 1.34 કરોડની ઠગાઈની ફરિયાદ

Tags :
Advertisement

.

×