Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

National Voters Day: છોટા ઉદેપુરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી

National Voters Day: છોટાઉદેપુરમાં આવેલા જિલ્લા સેવાસદનના સંકલન સમિતિ હોલમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મુળ કર્ણાટકના તેમજ વર્ષ 1976 થી તબીબી સેવા આપતા એવા તબીબ ડૉ. પી. એસ. રાજન સહીત ચાર સીનીયર સીટીઝનોનું જીલ્લા વહિવટી તંત્ર દ્વારા...
national voters day  છોટા ઉદેપુરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી
Advertisement

National Voters Day: છોટાઉદેપુરમાં આવેલા જિલ્લા સેવાસદનના સંકલન સમિતિ હોલમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મુળ કર્ણાટકના તેમજ વર્ષ 1976 થી તબીબી સેવા આપતા એવા તબીબ ડૉ. પી. એસ. રાજન સહીત ચાર સીનીયર સીટીઝનોનું જીલ્લા વહિવટી તંત્ર દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યુ હતું.

  • કાર્યક્રમમાં ચૂંટણી અને મતદાન પણ માર્ગદર્શન અપાયું
  • વિદ્યાર્થીઓ દ્વરા મતદાનની જાગૃતિ અંગે મંતવ્યો આપ્યો
  • જિલ્લા કલેક્ટર દ્વારા નવા મતદારોને ઉજાગર કરાયા
  • મતદાન જાગૃતિ પોસ્ટર મેકિંગમાં સ્પર્ધકોને ઈનામ સોંપાયા

કાર્યક્રમમાં ચૂંટણી અને મતદાન પણ માર્ગદર્શન અપાયું

National Voters' Day

National Voters Day

Advertisement

આ કાર્યક્રમમાં ઉપસ્થિતોને સંબોધતા નાયબ ચુંટણી અધિકારી આર.બી ચૌધરી જણાવ્યું હતું કે, મતદાન કરવું એ આપણી બંધારણીય ફરજ છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એક વોટ ઉમેદવારનું ભાવિષ્ય નકકી કરે છે. છેવાડાના માનવી સુધી મતદાન અંગે જાગૃતિ આવે એ માટે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

Advertisement

વિદ્યાર્થીઓ દ્વરા મતદાનની જાગૃતિ અંગે મંતવ્યો આપ્યો

તે સહિત શાળા કોલેજના 4 વિદ્યાર્થીઓએ મતદાનની અગત્યતા વિષે વક્તવ્યો આપ્યા હતા. ત્યાર બાદ ગત વર્ષે થયેલી ઓડિયો-કલીપ સ્પર્ધા, વિડીયો મેકિંગ સ્પર્ધા, ઈ પોસ્ટર સ્પર્ધા વગેરે સ્પર્ધાઓના સ્પર્ધકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.

જિલ્લા કલેક્ટર દ્વારા નવા મતદારોને ઉજાગર કરાયા

National Voters

National Voters

તે ઉપરાંત જીલ્લાના કલેકટરએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે છોટાઉદેપુર જીલ્લામાં ૨૧૫૯૪ નવા મતદારો ઉમેરાયા અને ૩૨૦ મતદાન બુથ એવા છે જે ફોરેસ્ટ એરિયામાં છે. આ વિસ્તારોમાં ૬૮૦૦ નવા મતદાતા ઉમેરાયા છે. પોતાના વક્તવ્યમાં નવા ઉમેરાયેલા યુવા મતદારોને શુભેચ્છા પાઠવી હતી.

આ કાર્યક્રમમાં ચૂંટણીમાં સારી કામગીરી કરનાર સુપરવાઈઝરો અને બીએલઓને પ્રમાણપત્ર આપીને નવાજવામાં આવ્યા હતા. ચૂંટણી પ્રક્રિયા સતત અને સાતત્યપૂર્ણ યોગદાન આપવા બદલ બે સિનીયર સીટીજનોનું શાલ તેમજ પ્રથમ વખત મતદાન કરનાર યુવા મતદારોને પ્રસંશાપત્ર આપીને નવાજવામાં આવ્યા હતા.

મતદાન જાગૃતિ પોસ્ટર મેકિંગમાં સ્પર્ધકોને ઈનામ સોંપાયા

National Voters

National Voters

છોટાઉદેપુરના વિદ્યાર્થીનીએ રાજ્ય કક્ષાની મતદાન જાગૃતિ અંગેની પોસ્ટર મેકિંગ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. છોટાઉદેપુરના રાઠવા સુનીલભાઈ ચીન્ગાભાઈએ મતદાન જાગૃતિ અંગેની રાજ્ય કક્ષાની પોસ્ટર મેકિંગ સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે.

અહેવાલ તૌફિક શૈખ

આ પણ વાંચો: National Tourism Day: છોટા ઉદેપુરમાં Kevdi Eco Tourism વિશ્વવિખ્યાત તરીકે જાણીતું

Tags :
Advertisement

.

×