Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Navsari : પિત્ઝાના શોખીનો ચેતજો! આ જાણીતી બ્રાન્ડની દુકાનમાં ગ્રાહકને અપાઈ ફૂગવાળી વાસી કેક, Video વાઇરલ

ફાસ્ટ ફૂડના શોખીનો માટે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. નવસારીમાં (Navsari) આવેલ 'લા પિનોઝ પિત્ઝા' (La Pino'z Pizza) ફરી એકવાર વિવાદમાં સપડાયું છે. પિત્ઝામાં જીવાત બાદ હવે કેકમાં ફૂગની ઘટના સામે આવી છે. આ ઘટનાનો વીડિયો ગ્રાહકે સોશિયલ...
navsari   પિત્ઝાના શોખીનો ચેતજો  આ જાણીતી બ્રાન્ડની દુકાનમાં ગ્રાહકને અપાઈ ફૂગવાળી વાસી કેક  video વાઇરલ
Advertisement

ફાસ્ટ ફૂડના શોખીનો માટે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. નવસારીમાં (Navsari) આવેલ 'લા પિનોઝ પિત્ઝા' (La Pino'z Pizza) ફરી એકવાર વિવાદમાં સપડાયું છે. પિત્ઝામાં જીવાત બાદ હવે કેકમાં ફૂગની ઘટના સામે આવી છે. આ ઘટનાનો વીડિયો ગ્રાહકે સોશિયલ મીડિયા પર મૂકતા વિવાદ સર્જાયો છે. ચીખલીના (Chikhli) થાલા ગામે આવેલી પિત્ઝા શૉપનો આ વીડિયો જોવાનું જણાવાઈ રહ્યું છે. ફૂગવાળી કેક ગ્રાહકને અપાતા વીડિયો બનાવ્યો હતો. ગ્રાહકે આ અંગે રજૂઆત કરતા પિત્ઝા શૉપના કર્મચારીએ ભૂલથી કેક અપાઈ હોવાનું જણાવ્યું હતું.

નવસારીના ((Navsari)) ચીખલી તાલુકાના થાલા ગામે 'લા પિનોઝ પિત્ઝા' (La Pino'z Pizza) શૉપ આવેલી છે, જ્યાં ઘોર બેદરકારી દાખવામાં આવી છે. હાલ, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જે આ શૉપનો હોવાનું મનાઈ રહ્યું છે. વીડિયોમાં દેખાય છે કે શૉપ કર્મચારી દ્વારા ગ્રાહકને એક કપ કેક આપવામાં આવે છે, જેને ખોલતા તેમાં ફૂગ લાગી (fungus in cup cake) હોવાનું જણાય છે. આ ઘટનાનો ગ્રાહક દ્વારા વીડિયો બનાવવામાં આવે છે.

Advertisement

Advertisement

કર્મચારીએ ભૂલથી અપાઈ ગઈ તેમ જણાવ્યું

આ અંગે જ્યારે ગ્રાહકે શૉપ ખાતે રજૂઆત કરતા કર્મચારીએ કહ્યું કે, ભૂલથી અપાઈ ગઈ હતી. જો કે, ગ્રાહકે વીડિયો અને ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ કરતા સમગ્ર ઘટના સામે આવી છે. આ પહેલા પણ પિત્ઝામાં જીવાત નીકળ્યા હોવાની ઘટનાઓ આપણી સામે આવી ચૂકી છે. ત્યારે આ મામલે નવસારીનું આરોગ્ય વિભાગ (Food Department) શું પગલાં લેશે તે જોવાનું રહેશે.

આ પણ વાંચો - Surat Food And Drugs: Ice Dish અને બરફ-ગોળાના શોખીન લોકો ખાતા પહેલા આ જરૂર વાંચજો

આ પણ વાંચો - VADODARA : અકોટા વિસ્તારની હકીકત, નલ સે દુષિત જલ

આ પણ વાંચો - Edible Oil Prices : ચૂંટણી માહોલ વચ્ચે ગૃહિણીઓ માટે માઠા સમાચાર! ખાદ્ય તેલના ભાવમાં થયો આટલો વધારો

Tags :
Advertisement

.

×