Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

NIA : રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા દિવસે કોમી વૈમનસ્ય ફેલાવવા મામલે NIA ની વડોદરામાં 8 કલાક તપાસ

અયોધ્યામાં (Ayodhya) ઐતિહાસિક રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સફળતાપૂર્વક ઊજવાયો હતો. સમગ્ર દેશમાં રામભક્તોમાં આ મહોત્સવને લઈને ભારે ઉત્સાહ અને ઉલ્લાસ જોવા મળ્યો હતો. જો કે, બીજી તરફ વડોદરામાં કેટલાક અસામાજિત તત્વો દ્વારા દેશની શાંતિ ડોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો....
nia   રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા દિવસે કોમી વૈમનસ્ય ફેલાવવા મામલે nia ની વડોદરામાં 8 કલાક તપાસ
Advertisement

અયોધ્યામાં (Ayodhya) ઐતિહાસિક રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સફળતાપૂર્વક ઊજવાયો હતો. સમગ્ર દેશમાં રામભક્તોમાં આ મહોત્સવને લઈને ભારે ઉત્સાહ અને ઉલ્લાસ જોવા મળ્યો હતો. જો કે, બીજી તરફ વડોદરામાં કેટલાક અસામાજિત તત્વો દ્વારા દેશની શાંતિ ડોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે સોશિયલ મીડિયા પર વિવાદિત પોસ્ટ કરીને કોમી વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરાયો હતો.. આ મામલે વડોદરામાં NIA ની ટીમે 8 કલાક તપાસ કરી હતી.

શિનોર પોલીસ સ્ટેશનમાં 6, કરજણમાં 7 આરોપી સામે ગુનો

માહિતી મુજબ, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા (Ram Temple Pran Pratistha Mohotsav) દિવસે સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ પોસ્ટ કરી કોમી વૈમનસ્ય ફેલાવવા મામલે NIA ની ટીમે વડોદરામાં 8 કલાક સુધી તપાસ કરી હતી. દરમિયાન ડેસર, વડુ, શિનોર, કરજણ પોલીસ સ્ટેશનમાં આ મામલે ગુનો નોંધાયો હતો. જે ગુના સંબંધે NIA ની ટીમે વિગતો એકત્ર કરી હતી. આ મામલે શિનોર પોલીસ સ્ટેશનમાં 6, કરજણમાં 7 આરોપી સામે ગુનો નોંધાયો હતો. જ્યારે વડુમાં 6 આરોપી, ડેસરમાં 1 આરોપી સામે ગુનો નોંધાયો હતો. જો કે, આ કેસમાં અત્યાર સુધી કોઈની ધરપકડની માહિતી સામે આવી નથી. પરંતુ, પોલીસ અને NIA ની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો - Gujarat Budget : વિધાનસભામાં બજેટ સત્રનો પ્રારંભ, મંત્રી બળવંતસિંહ રાજપૂતે ગૃહમાં રજૂ કર્યુ આ બિલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×