NIDJAM 2024: ગુજરાતની દીકરીઓએ NIDJAM માં અભૂતપૂર્વ પ્રદર્શન કરી રાજ્યની શાન વધારી
NIDJAM 2024: ગુજરાતમાં આયોજિત NIDJAM 2024 નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મોટાભાગની રમતોના પરિણામ આવી ગયા છે. તેમાં નડિયાદ સ્પોર્ટ્સ એકેડેમી (Nadiyad Sports Academy) ની 2 દીકરીઓ દ્વારા શાનદાર પ્રદર્શન કરવામાં આવ્યું છે.
- ગુજરાતની દીકરીઓએ NIDJAM માં શાન વધારી
- કુલ 4 દીકરીઓએ મેડલ મેળવ્યા
- ઠાકોર કિંજલે સ્પર્ધામાં સૂવર્ણ પદક મેળવ્યો
ગુજરાતની દીકરીઓએ NIDJAM માં શાન વધારી
આ બંને છોકરીઓ ગુજરાતના અંતરિયાળ ગામડામાંથી આવે છે. તેઓ સ્પોર્ટ્સમાં ખુબ જ એક્ટીવ છે. આ બંને દીકરીઓમાં ઠાકોર કિંજલ જે પાટણના રામપુરા ગામની રહેવાસી છે. તો બીજી દીકરી સોલંકી રમીલા જે દ્વારકાના રુપમોરા ગામની રહેવાસી છે. આ બંને દીકરીઓ હાલ નડીયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે તાલીમ લઇ રહી છે. આ બંને દીકરીઓએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
કુલ 4 દીકરીઓએ મેડલ મેળવ્યા
આજે 18 ફેબ્રુઆરીના રોજ ગુજરાતની વધુ એક દીકરીએ મેડલ મેળવીને ગુજરાતનું નામ રોશન કર્યું છે. આમ અત્યાર સુધી કુલ 4 ગુજરાતની દીકરીઓએ મેડલ મેળવ્યા છે. આમાં કુલ 2 દીકરીઓએ બ્રોન્ઝ મેડલ, 1 દીકરીએ સીલ્વર મેડલ અને એક દીકરીએ ગોલ્ડ મેડલ જીતીને ગુજરાતનું નામ રોશન કર્યું છે.
ઠાકોર કિંજલે સ્પર્ધામાં સૂવર્ણ પદક મેળવ્યો
ઠાકોર કિંજલ જે પાટણના રામપુરા ગામની છે. આ દીકરીએ ગુજરાતમાંથી ટ્રાયથ્લોન બી ગ્રુપ (Triathlon B Group) માં ગોલ્ડ મેડલ (Gold Medal) જીત્યો છે. આ દીકરીના માતા પિતા બંને ખેતી કરે છે. સાથે જ તેની એક નાની બેન છે. જે તેની જેમ જ એથ્લીટ (Athlete) ની ટ્રેનીંગ લઇ રહી છે. આ દીકરીએ 17 ફેબ્રુઆરીના રોજ NIDJAM 2024 માં ગોલ્ડ મેડલ (Gold Medal) મેળવ્યો હતો.
આમ આ રીતે જો ગુજરાતમાં વધુ આવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે તો ગુજરાતમાં ખેલાડીઓ વધુ મેડલ મેળવી શકે છે. આમ આવી સ્પર્ધાઓ ખેલાડીઓનો જુસ્સો વધારવામાં મદદ કરે છે. અને ભવિષ્યમાં પણ ગુજરાત રમત ગમત ક્ષેત્રે વધુ આગળ વધી શકે છે.
અહેવાલ મૈત્રી મકવાણા
આ પણ વાંચો: NIDJAM 2024 માં નડિયાદ સ્પોર્ટ્સ એકેડેમીની વધુ એક દીકરીને મેડલ


