Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Padra: નર્મદા અને મહી નદીના પૂરે ચારે બાજુ તબાહી મચાવી, ધરતી પુત્રોને રાતા પાણીએ રડાવ્યા

અહેવાલ -વિજય માલી, વડોદરા  સરદાર સરોવર નર્મદા ડેમ માંથી 19 લાખ અને કડાણા ડેમ માંથી 10.50 લાખ કયુસેક પાણી છોડવામાં આવતા નર્મદા નદી અને મહીનદી બે કાંઠે વહેતી થઇ ગાંડીતૂર બનતા નર્મદા અને મહી નદીના કાંઠાના ગામોમાં પાણી ફરી વળતા...
padra  નર્મદા અને મહી નદીના પૂરે ચારે બાજુ તબાહી મચાવી  ધરતી પુત્રોને રાતા પાણીએ રડાવ્યા
Advertisement

અહેવાલ -વિજય માલી, વડોદરા 

સરદાર સરોવર નર્મદા ડેમ માંથી 19 લાખ અને કડાણા ડેમ માંથી 10.50 લાખ કયુસેક પાણી છોડવામાં આવતા નર્મદા નદી અને મહીનદી બે કાંઠે વહેતી થઇ ગાંડીતૂર બનતા નર્મદા અને મહી નદીના કાંઠાના ગામોમાં પાણી ફરી વળતા ચારે બાજુ તબાહી મચાવી છે. જોકે હવે પૂરના પાણી ઓસરતાં લોકોએ અને તંત્રએ હાશકારો લીધો છે. પરંતુ ખેડૂતો દ્ધારા રાત દિવસ એક કરીને ખેતર માં લીધેલ પાક પૂરના પાણીમાં ધોવાઈ જતા ધરતી પુત્રોએ રાતા પાણી એ રોવાનો વારો આવ્યો છે.

Advertisement

Image preview

Advertisement

કડાણા ડેમમાં માંથી 10.50 લાખ ક્યુસેક પાણીની છોડાતા વડોદરા જિલ્લાના ગામો પાસે થી પસાર થતી મહીસાગર નદી માં બે કાંઠે વહી ગાંડીતૂર થતા તારાજીના દ્રશ્યો સર્જાયા હતા. મહી કિનારે આવેલ પાદરાનાં ડબકાના મહમ્મદપૂરા, લાંભા, સુલતાનપૂરા સહીત અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. અને તંત્ર દ્ધારા કાંઠા ના વિસ્તારમાંથી અનેક લોકોને સ્થળાંતર કરી સુરક્ષિત સ્થળે ખસેડ્યા બાદ પણ અનેક લોકોને રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડવાની સ્થિતિ નું નિર્માણ સર્જાયું હતું.

Image preview

જોકે હવે પાદરા તાલુકાના ડબકાના મહમ્મદપૂરા, સુલતાનપૂરા, લાંભા સહીત અનેક ગામોમાં મહિ નદીના પૂરના પાણી ઓસરી જતા અસરગ્રસ્તો સુરક્ષીત પોતાના ઘરે પરત પહોંચી ગયા છે. પરંતુ ધરતી પુત્રો સુરક્ષિત નથી કેમ કે તેમના ખેતરોમાં પૂરના પાણી ફરી વળતા ધરતી પુત્રોએ ભારે મહેનત કરી ઉભો કરેલ કપાસ, તંબાકુ, રીંગણી જેવા પાક નું વ્યાપક પ્રમાણમાં ધોવાણ થઇ જતા જગત નાં તાત ની કફોડી હાલત થઇ છે. ધરતી પુત્રો હાલ તો સરકાર પાસે વળતર ની આશ લગાવીને બેઠા છે.

આ  પણ  વાંચો -GANDHINAGAR : દશેલા ગામે કાર તળાવમાં ખાબકી, 4 મૃતદેહ બહાર કઢાયા

Tags :
Advertisement

.

×