Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Palanpur : બેંગલુરુમાં ફરજ બજાવતા પાલનપુરના આર્મી જવાનનું મોત, વતનમાં થશે અંતિમ ક્રિયા

પાલનપુર (Palanpur) તાલુકાના ધાણધા ગામના આર્મી જવાનનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. પાણીના ઝરણાં જોવા જતા પગ લપસતા આર્મી જવાનનું (army jawan) મોત નીપજ્યું હતું. બેગ્લોરમાં ફરજ દરમિયાન આ દુ:ખદ ઘટના બની હોવાની માહિતી છે. આર્મી જવાનનું મોત...
palanpur   બેંગલુરુમાં ફરજ બજાવતા પાલનપુરના આર્મી જવાનનું મોત  વતનમાં થશે અંતિમ ક્રિયા
Advertisement

પાલનપુર (Palanpur) તાલુકાના ધાણધા ગામના આર્મી જવાનનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. પાણીના ઝરણાં જોવા જતા પગ લપસતા આર્મી જવાનનું (army jawan) મોત નીપજ્યું હતું. બેગ્લોરમાં ફરજ દરમિયાન આ દુ:ખદ ઘટના બની હોવાની માહિતી છે. આર્મી જવાનનું મોત થતા પંથકમાં ગમગીની છવાઈ છે. આર્મીના જવાનની અંતિમ ક્રિયા ગામમાં કરાશે.

બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ધાણધા ગામના 25 વર્ષીય કૌશિક કુમાર રઘજીભાઈ ઘોયા આર્મીમાં ફરજ બજાવતા હતા. કૌશિક કુમાર બેગ્લોરમાં (Banglore) ફરજ પર હતા. દરમિયાન, તેઓ શહેર નજીક પાણીના ઝરણાં જોવા ગયા હતા. ત્યારે અચાનક તેમનો પગ લપસતા પાણીમાં ગરકાવ થયો હતો. ઇજાગ્રસ્ત કૌશિકભાઈને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

Advertisement

25 વર્ષીય કૌશિક કુમાર રઘજીભાઈ ઘોયા

Advertisement

વતનમાં થશે અંતિમ ક્રિયા

પાલનપુર (Palanpur) તાલુકાના ધાણધા ગામના આર્મી જવાનનું મોત થતા સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ છે. 25 વર્ષીય આશાસ્પદ યુવાનના મોતથી પરિવારજનો પર આભ ફાટી પડ્યું છે. માહિતી મુજબ, આર્મી જવાનના મૃતદેહને પોતાના વતન પાલનપુરના ધાણધા (Dhandha) ગામે લાવી અંતિમ ક્રિયા કરાશે.

આ પણ વાંચો - Ahmedabad : ‘રક્ષક બન્યો ભક્ષક’ ! રાજસ્થાનથી ફરવા આવેલી યુવતી સાથે હોટેલમાં હોમગાર્ડે આચર્યું દુષ્કર્મ

આ પણ વાંચો - Surat : હિન્દુ નેતાઓની હત્યાના ષડયંત્ર કેસમાં મોટો ખુલાસો! પોલીસની ટીમ નેપાળ જશે! જાણો કેમ?

આ પણ વાંચો - Rajpipla : પોઇચાની નર્મદા નદીમાં 7 લોકો ડૂબતાં હાહાકાર…

Tags :
Advertisement

.

×