Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Panchmahal Canal: પાનમ ડેમની કેનાલમાં 3 મુસ્લિમ યુવકો ન્હાવા જતા ડૂબ્યા

Panchmahal Canal: આજે દેશભરમાં ઈદની ઉજવણી કરવામાં આવી હતી. આજે દેશના દરેક મુસ્લિમ ભાઈ-બહેનોના સાથે મળીને ઈદની ઉજવણી કરી રહ્યા છે. પરંતુ પંચમહાલના આવેલા એક મુસ્લિમ પરિવારના ઘરમાં આજે માતમનો માહોલ સર્જાયો હતો. પંચમહાલની કેનાલમાં મુસ્લિમ યુવકો ડૂબ્યા ન્હાવા માટે...
panchmahal canal  પાનમ ડેમની કેનાલમાં 3 મુસ્લિમ યુવકો ન્હાવા જતા ડૂબ્યા
Advertisement

Panchmahal Canal: આજે દેશભરમાં ઈદની ઉજવણી કરવામાં આવી હતી. આજે દેશના દરેક મુસ્લિમ ભાઈ-બહેનોના સાથે મળીને ઈદની ઉજવણી કરી રહ્યા છે. પરંતુ પંચમહાલના આવેલા એક મુસ્લિમ પરિવારના ઘરમાં આજે માતમનો માહોલ સર્જાયો હતો.

  • પંચમહાલની કેનાલમાં મુસ્લિમ યુવકો ડૂબ્યા
  • ન્હાવા માટે કેનાલમાં કૂદયા હતા
  • પરિવારમાં શોકનો માહોલ સર્જાયો
Panchmahal Canal

Panchmahal Canal

Advertisement

મળતી માહિતી મુજબ, પંચમહાલમાં પાનમ ડેમ આવેલી છે. ત્યારે પંચમહાલમાં આ ડેમની મહાદેવ મંદિર પાસે આવેલી કેનાલમાં 3 મુસ્મિમ યુવકો ન્હાવા માટે કૂદયા હતા. પરંતુ આકસ્મિકરૂપે 3 યુવકો કેનાલમાં ડૂબી ગયા હતા. જોકે આ 3 યુવકો કેવી રીતે ડૂબ્યા હતા, તે સંપૂર્ણ માહિતી હજુ અકબંધ છે.

Advertisement

3 યુવકો મહીસાગરના રહેવાસી હતા

જોકે આ 3 યુવકો મહીસાગર જિલ્લાના કોથંબાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તે ઉપરાંત આ 3 યુવકોને હાલ પીએમ અર્થે પંચમહાલની સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ ઘટનાને લઈ પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તેની સાથે પોલીસે સમગ્ર મામલે કેસ નોંધીને આગળ તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: Surat BJP Program: સી. આર. પાટીલની અધ્યક્ષતામાં માછી સમાજે સ્નેહમિલનનું કર્યું આયોજન

Tags :
Advertisement

.

×