ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Patan : શંખેશ્વરમાં ભાભીએ પિરસેલા ભોજનથી દિયરનું મોત, સસરા ગંભીર

Patan : આજકાલ પારિવારિક ઝગડો મોત સુધી પોંહચતો હોય છે ત્યારે આવીજ ઘટના પાટણ (Patan)જિલ્લાના શંખેશ્વર તાલુકાના ધનોરા ગામે સામે આવી છે જેમાં પતિ પત્નીનો અણ બનાવનો કિસ્સો હત્યા સુધી પોહ્ચ્યો છે એ પણ ઘરની વહુ એજ પતિ સાથે મનમેળ...
06:47 PM May 22, 2024 IST | Hiren Dave
Patan : આજકાલ પારિવારિક ઝગડો મોત સુધી પોંહચતો હોય છે ત્યારે આવીજ ઘટના પાટણ (Patan)જિલ્લાના શંખેશ્વર તાલુકાના ધનોરા ગામે સામે આવી છે જેમાં પતિ પત્નીનો અણ બનાવનો કિસ્સો હત્યા સુધી પોહ્ચ્યો છે એ પણ ઘરની વહુ એજ પતિ સાથે મનમેળ...

Patan : આજકાલ પારિવારિક ઝગડો મોત સુધી પોંહચતો હોય છે ત્યારે આવીજ ઘટના પાટણ (Patan)જિલ્લાના શંખેશ્વર તાલુકાના ધનોરા ગામે સામે આવી છે જેમાં પતિ પત્નીનો અણ બનાવનો કિસ્સો હત્યા સુધી પોહ્ચ્યો છે એ પણ ઘરની વહુ એજ પતિ સાથે મનમેળ ના હોય રસોઈ બનવાતી વખતે તેમાં ઝેરી પદાર્થ નાખી પરિવારના સભ્યોને પતાવવાનું પ્લાન કર્યો અને આ ઘટનામાં રસોઈ જમતા પોતાના દિયરનું મોત થયું છે અને સસરાની જીવન મરણ વચ્ચે ગંભીર હાલતમા હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.

 

પરિવારને એક સાથે પતાવવાનું ષડયંત્ર

વાત કાંઈક એવી છે કે શંખેશ્વર ના ઘનોરા ગામે પતિ પત્નીના અણ બનાવાને ને કારણે પત્ની એ આખા પરિવારને પતાવવાનું  પ્લાન હતો. જેમાં દિયરનું મોત થયું અને સસરાની હાલત ગંભીર છે, જયાંબેન ગૌસ્વામી નામની યુવતીના લગ્ન શંખેશ્વરના ધનોરા ગામે અશોકગીરી ગૌસ્વામી નામના યુવક સાથે થયા હતા પરંતુ પતિ પત્નીમાં મનમેળ ન થતો હોવાથી જ્યાંબેન છેલ્લા બારેક વર્ષ થી રિસાઈને રાધનપુરના ગોતરકા ગામે પિયર માંજ રહેતા હતા જયારે જ્યાંબેન ને પતિ સાથે રહેવું ન હતુ છતાં પરિવાર અને સમાજના અગ્રણીઓ જ્યાબેનને તેડીને સાસરે મોકલી હતી પરંતુ જ્યાંબેન ને સાસરિયામાં રહેવું જ ના હતું જેથી તેમને આખા સાસરિયા પરિવારનો પતાવવાનું પ્લાન કર્યો અને જેમાં તેમને રસોઈ બનાવતી વખતે જમવામાં ઝેરી પદાર્થ નાખી દીધું અને પછી એ રસોઈ ઘરમાં હાજર રહેલ તેમના દિયર મહાદેવગિરી અને સસરા ઈશ્વરગિરી જમતા તેમની તબિયત લથડી હતી અને જેમાં દિયર મહાદેવગિરીનું મોત થયું છે

 

ત્યારે બીજી તરફ સસરા ઈશ્વરગિરીની હાલત ગંભીર થતા તેવો અત્યારે જીવન મરણ વચ્ચે હોસ્પિટલમાં સારવાર ચાલુ છે... સમગ્ર ઘટનામાં ઘરની જ વહુએ આખા પરિવાર નો માળો વિખેર વાના પ્રયાસ મા જવાન જ્યોત પુત્રનુ મોત થતા પરિવાર મા ભારે આક્રણ જોવા મળ્યું છે તો ઘરનો મોભી હોસ્પિટલ મા સારવાર અર્થે મોત સામે ઝઝુમી રહ્યા છે આમ હત્યારી હવુ સામે લોકોમાં ભારે રોસ જોવા મળી રહ્યો છે.ત્યારે સમગ્ર ઘટના બાબતે મૃતકના ભાઈ ભોલાંગિરીએ શંખેશ્વર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે ફરિયાદને આધારે IPC ની કલમ 307 અને 302 મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ  વાંચો  - VADODARA : અંગ દઝાડતી ગરમી વચ્ચે ડામરની કંપનીમાં ભીષણ આગ

આ પણ  વાંચો  - ShahRukh Khan : કિંગ ખાન અમદાવાદની પ્રતિષ્ઠિત હોસ્પિટલમાં દાખલ, જાણો શું છે કારણ ?

આ પણ  વાંચો  - Morbi : વધુ એક કરુણાંતિકા…. તળાવમાં ડૂબી જવાથી 3 માસૂમોનાં મોત

Tags :
dear deathDhanora villagefamily membersfather-in-lawGujarat FirstMurderPatanpoisonousShankeshwar
Next Article