Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jetpur : 4 વર્ષીય બાળકનાં અપહરણના ચર્ચાસ્પદ કેસમાં 8 વર્ષે આરોપીને 7 વર્ષની સજા

રાજકોટ (Rajkot) જિલ્લાના જેતપુરમાં (Jetpur) આઠ વર્ષ પહેલા એક બાળકનું અપહરણ થયું હતું. આ ચર્ચાસ્પદ કેસમાં જેતપુર કોર્ટે ( Jetpur Court) હવે આરોપીને દોષી ઠેરવી સાત વર્ષની સજા ફટકારી છે. વર્ષ 2016 માં BSF માં ફરજ બજાવતા એક હેડ કોન્સ્ટેબલે...
jetpur   4 વર્ષીય બાળકનાં અપહરણના ચર્ચાસ્પદ કેસમાં 8 વર્ષે આરોપીને 7 વર્ષની સજા
Advertisement

રાજકોટ (Rajkot) જિલ્લાના જેતપુરમાં (Jetpur) આઠ વર્ષ પહેલા એક બાળકનું અપહરણ થયું હતું. આ ચર્ચાસ્પદ કેસમાં જેતપુર કોર્ટે ( Jetpur Court) હવે આરોપીને દોષી ઠેરવી સાત વર્ષની સજા ફટકારી છે. વર્ષ 2016 માં BSF માં ફરજ બજાવતા એક હેડ કોન્સ્ટેબલે 4 વર્ષનાં બાળકનું અપહરણ કર્યું હતું અને પછી ટ્રેન મારફતે પંજાબ જતા સમયે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

રાજકોટના (Rajkot) જેતપુરમાં (Jetpur) 16 ફેબ્રુઆરી, 2016 ના રોજ 4 વર્ષના રુદ્ર કિશોરભાઈ રખોલિયાનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ મામલે પોલીસ ફરિયાદ થતા પોલીસે રૂદ્રની શોધખોળ આદરી હતી. દરમિયાન, જાણ થઈ કે રુદ્રનું અપહરણ પંજાબમાં BSF માં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રાકેશપ્રસાદસિંહ અવધેશનારાયણ સિંહ રાજપૂતે કર્યું હતું. આરોપી હેડ કોન્સ્ટેબલ રાકેશપ્રસાદસિંહ રૂદ્રનું અપહરણ કરીને ટ્રેન મારફતે પંજાબ લઈ જતો હતો ત્યારે એજ ટ્રેનમાં સામેની સીટ પર બેસેલા બે પોલીસ અધિકારીઓને શંકા જતા આરોપીની પૂછપરછ હાથ ધરી હતી.

Advertisement

જેતપુર કોર્ટ

Advertisement

આરોપીને 7 વર્ષની આકરી સજા

પોલીસ અધિકારીઓએ આરોપીની કડક પૂછપરછ કરતા તેનો ભાંડો ફૂટ્યો હતો અને આરોપી રાકેશપ્રસાદસિંહને દબોચી લીધો હતો. ત્યાર બાદ બાળકનો ફોટો સોશ્યલ મીડિયામાં વાઈરલ થતાં જેતપુર પોલીસના અધિકારીઓ બાળકને ઓળખી જતા તેના સુધી પહોંચી હતી. આ ગુનાનો કેસ જેતપુર કોર્ટમાં ચાલી જતા એડિશનલ સેસન્સ જજે સુનાવણી હાથ ધરી હતી. તમામ પુરાવા, સાક્ષીઓ અને દસ્તાવેજોની ચકાસણી બાદ કોર્ટે આરોપીને દોષી ઠેરવીને 7 વર્ષની આકરી સજા ફટકારી છે.

આ પણ વાંચો - Rajkot : ગોંડલ પંથકમાં એકા’દ વર્ષમાં જ ‘સિંહો’નો કાયમી વસવાટ થઈ જશે!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે:

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×