Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : અસામાજિક તત્વોએ વકીલના ઘરમાં ઘૂસી એક્ટિવાને પેટ્રોલ છાંટી સળગાવ્યું, એકની અટકાયત

Rajkot crime:  રાજકોટના (Rajkot) જેતપુર (Jetpur) વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. જેતપુર વિસ્તારમાં રહેતા એક વકીલના મકાનમાં આગ લગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અસામાજિક તત્વો દ્વારા પાડોશીના મકાનમાંથી વકીલના મકાનમાં ઘૂસીને પાર્ક કરેલ એક્ટિવાને આગ ચાંપવામાં આવી હતી....
rajkot   અસામાજિક તત્વોએ વકીલના ઘરમાં ઘૂસી એક્ટિવાને પેટ્રોલ છાંટી સળગાવ્યું  એકની અટકાયત
Advertisement
Rajkot crime:  રાજકોટના (Rajkot) જેતપુર (Jetpur) વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. જેતપુર વિસ્તારમાં રહેતા એક વકીલના મકાનમાં આગ લગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અસામાજિક તત્વો દ્વારા પાડોશીના મકાનમાંથી વકીલના મકાનમાં ઘૂસીને પાર્ક કરેલ એક્ટિવાને આગ ચાંપવામાં આવી હતી. ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરાના વાયરો પણ તોડી નાખ્યા હતા. આ મામલે જેતપુર સિટી પોલીસે (Jetpur City Police) રાજા અંસારી નામના શખ્સની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટના (Rajkot) જેતપુર વિસ્તારમાં વકીલ મેહુલ પંડ્યા (Advocate Mehul Pandya) પરિવાર સાથે રહે છે. દરમિયાન, રાજા અંસારી (Raja Ansari) નામના શખ્સ દ્વારા વકીલ મેહુલ પંડ્યાના મકાનમાં આગ ચાંપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. માહિતી મુજબ, જૂની અદાવતનો ખાર રાખીને રાજા અંસારીએ આ કૃત્ય કર્યું હતું. મેહુલ પંડ્યાના મકાનની બાજુના મકાનમાંથી રાજા અંસારી વકીલના ઘરમાં ઘૂસ્યો હતો અને પાર્ક કરેલી એક્ટિવાને પેટ્રોલ છાંટીને સળગાવ્યું હતું. તેણે CCTV કેમેરાના વાયરો પણ કટ કરી નાખ્યા હતા. આગના બનાવ પગલે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયરના જવાનોએ આગ પર કાબૂ મેળવ્યો હતો.
રાજા અંસારીનો ગુનાહિત ઇતિહાસ
આ મામલે જેતપુર પોલીસ સ્ટેશનમાં (Jetpur City Police) ફરિયાદ થતા પોલીસે આરોપી રાજા અંસારીની અટકાયત કરી છે. એડવોકેટનું ઘર સળગાવવાનો પ્રયાસ કરતા વકીલ મંડળ મેહુલ પંડ્યાના ઘરે પહોંચ્યું હતું. માહિતી મુજબ, રાજા અંસારી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. અગાઉ પણ અનેક ગુનામાં તેનું નામ પોલીસ ચોપડે નોંધાયેલું છે. વિસ્તારમાં રાજા અંસારીનો ખૂબ જ ત્રાસ હોવાની સ્થાનિકો દ્વારા પણ અનેકવાર ફરિયાદ કરવામાં આવી છે.
Tags :
Advertisement

.

×