Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

rajkot game zone fire : અગ્નિકાંડના 5 દિવસ બાદ પહેલીવાર પરશોત્તમ રૂપાલાની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું ?

રાજકોટમાં ગોઝારા TRP ગેમઝોન અગ્નિકાંડ (rajkot game zone fire) મામલે પહેલીવાર કેન્દ્રીયમંત્રી અને રાજકોટ લોકસભા બેઠક પરથી bjp ના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનું (Parshottam Rupala) નિવેદન સામે આવ્યું છે. તેમણે મીડિયાને જણાવ્યું કે, SIT તરફથી હાલ તપાસ કરવામાં આવી રહી છે...
rajkot game zone fire   અગ્નિકાંડના 5 દિવસ બાદ પહેલીવાર પરશોત્તમ રૂપાલાની પ્રતિક્રિયા  જાણો શું કહ્યું
Advertisement

રાજકોટમાં ગોઝારા TRP ગેમઝોન અગ્નિકાંડ (rajkot game zone fire) મામલે પહેલીવાર કેન્દ્રીયમંત્રી અને રાજકોટ લોકસભા બેઠક પરથી bjp ના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનું (Parshottam Rupala) નિવેદન સામે આવ્યું છે. તેમણે મીડિયાને જણાવ્યું કે, SIT તરફથી હાલ તપાસ કરવામાં આવી રહી છે અને જવાબદારો સામે પગલાં લેવામાં આવશે.

TRP ગેમઝોન અગ્નિકાંડ (rajkot game zone fire) મામલે રાજકોટ લોકસભા બેઠક પરથી બીજેપી ઉમેદવાર અને કેન્દ્રીયમંત્રી પરસોતમ રૂપાલાની પહેલીવાર જાહેરમાં પ્રતિક્રિયા સામે આવી છે. જણાવી દઈએ કે, આજે રાજકોટ bjp દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં અન્ય નેતાઓ સાથે પરશોત્તમ રૂપાલા પણ હાજર રહ્યા હતા. જો કે, તે દરમિયાન તેમણે પત્રકારોના સવાલોના જવાબ આપ્યા નહોતા. પરંતુ, તેના થોડા સમય પછી તેમણે મીડિયા સાથે વાત કરી હતી અને ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે પહેલીવાર નિવેદન આપ્યું હતું.

Advertisement

Advertisement

બીજેપી નેતા પરશોત્તમ રૂપાલાએ (Parshottam Rupala) કહ્યું હતું કે, આ મામલે SIT તરફથી હાલ તપાસ કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ કાર્યવાહી થઈ રહી છે. સરકાર ગંભીરતાથી આ મામલે તપાસ કરી રહી છે. તેમણે કહ્યું કે, જે પ્રકારની રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીની દેખરેખ હેઠળ કાર્યવાહી થઈ રહી છે તે આપ પણ જોઈ રહ્યા છો. જવાબદારો સામે પગલાં લેવામાં આવશે. કોઈને પણ છોડવામાં નહીં આવે.

આ પણ વાંચો - Rajkot Tragedy : રૂ. 75 હજારના પગારદાર પાસે છે એટલી સંપત્તિ કે જાણી આંખો ફાટી જશે!

આ પણ વાંચો - Rajkot Tragedy : BJP નેતાઓને પીડિતોના ન્યાયની નહીં ઉજવણીની પડી છે ? કરી વાહીયાત જાહેરાત!

આ પણ વાંચો - Rajkot GameZone : SIT વડાના નિવેદને અધિકારીઓની ચિંતા વધારી! નવા મ્યુનિ. કમિશનર પણ એક્શન મોડમાં

Tags :
Advertisement

.

×