Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક જૂથવાદ! આ બે નેતાઓના જૂથ સામસામે

લોકસભાની ચૂંટણીને (Lok Sabha Elections 2024) હવે માત્ર થોડા જ મહિના બાકી રહ્યા છે. ત્યારે લોકસભા ઇલેક્શન પહેલા રાજકોટ કોંગ્રેસમાં (Rajkot Congress) તડા પડ્યા હોવાની માહિતી સામે આવી છે. રાજકોટ કોંગ્રેસમાં બે ફાટા પડ્યા હોય તેમ લાગી રહ્યું છે. કોંગ્રેસના...
rajkot   લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક જૂથવાદ  આ બે નેતાઓના જૂથ સામસામે
Advertisement

લોકસભાની ચૂંટણીને (Lok Sabha Elections 2024) હવે માત્ર થોડા જ મહિના બાકી રહ્યા છે. ત્યારે લોકસભા ઇલેક્શન પહેલા રાજકોટ કોંગ્રેસમાં (Rajkot Congress) તડા પડ્યા હોવાની માહિતી સામે આવી છે. રાજકોટ કોંગ્રેસમાં બે ફાટા પડ્યા હોય તેમ લાગી રહ્યું છે. કોંગ્રેસના બે જૂથના નેતા સામસામે આવ્યા છે. કોંગ્રેસ નેતા મહેશ રાજપૂત (Mahesh Rajput) અને ઈન્દ્રનીલ રાજ્યગુરુ (Indranil Rajyaguru) જૂથ સામસામે આવ્યા હોવાની માહિતી છે. કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતે કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠિયાને કોર્ટે લાયક ઠેરવ્યા પર તંજ કસ્યો છે.

લોકસભાની ચૂંટણી પહેલા રાજકોટ કોંગ્રેસમાં (Rajkot Congress) આંતરિક જૂથવાદ સામે આવ્યો છે. પાર્ટીના બે નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુ (Indranil Rajyaguru) અને મહેશ રાજપૂત (Mahesh Rajput) ગ્રૂપ સામસામે આવ્યા છે. પદ મામલે કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠિયાને કોર્ટે લાયક ઠેરવ્યા પર તંજ કરતા મહેશ રાજપૂતે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ તેમને આવકાર્યા છે એટલે કોર્ટમાં તેમને લાયક ઠેરવવામાં આવ્યા છે. પરંતુ, મારો વ્યક્તિગત મત છે કે એવા લોકો જે કોઈ પણ પાર્ટીના હોય પણ પાર્ટી સાથે દગો કરે તો તેમને ફરી ન સ્વીકારવા જોઈએ. કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતે આગળ કહ્યું કે, આવા લોકો પાર્ટીમાં રહીને જ પાર્ટીને નુકસાન કરતા હોય છે.

Advertisement

કોંગ્રેસ નેતા મહેશ રાજપૂત

Advertisement

'પાર્ટીએ માફી આપી એટલે પક્ષમાં નિર્ણય આવ્યો'

રાજપૂતે આગળ કહ્યું કે, જ્યારે તેઓ કોંગ્રેસ પાર્ટી (Congress) છોડીને આપ પાર્ટીમાં ગયા હતા ત્યારે પાર્ટીએ તેમની વિરુદ્ધ કાયદા પ્રમાણે પગલા લઈ નિષ્કાસિત કર્યા હતા. ત્યાર બાદ તેઓ હાઈકોર્ટમાં ગયા અને ત્યાર બાદ કોંગ્રેસ પાર્ટીમાં ફરી જોડાયા તો પાર્ટીએ તેમને માફી આપી. કોર્પોરેટર પદનો ચુકાદો જે તેમના પક્ષમાં આવ્યો તેની પાછળનું કારણ એ છે કે કોંગ્રેસ પાર્ટીએ તેમને માફી આપી. જણાવી દઈએ કે, કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠિયા (Washram Sagathia) વર્ષ 2022 માં પાર્ટીમાંથી છેડો ફાડીને આમ આદમી પાર્ટી (AAP) માં જોડાયા હતા અને ચૂંટણી લડ્યા હતા. જો કે, વશરામ સાગઠિયા ચૂંટણી હાર્યા હતા. ત્યાર પછી વશરામ સાગઠિયાએ ફરી કોંગ્રેસમાં ઘરવાપસી કરી હતી.

આ પણ વાંચો - Smart Villages :  5 જિલ્લાની 16 ગ્રામ પંચાયત સ્માર્ટ વિલેજ જાહેર

Tags :
Advertisement

.

×