Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

RAJKOT : રૂપાલાના વિરોધમાં પદ્મિનીબા એ કર્યો અન્નનો ત્યાગ, કહ્યું "અમારો નિર્ણય અડીખમ"

RAJKOT : કેન્દ્રિય મંત્રી અને રાજકોટ (RAJKOT) લોકસભા બેઠક પર ભાજપ (BJP) ના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા (PARSHOTTAM RUPALA) ની મુશ્કેલીએ અટકવાનું નામ નથી લઇ રહી. આજે ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિની બાએ વિરોધ તેજ કરતા અન્નો ત્યાગ કર્યો છે. આ...
rajkot   રૂપાલાના વિરોધમાં પદ્મિનીબા એ કર્યો અન્નનો ત્યાગ  કહ્યું  અમારો નિર્ણય અડીખમ
Advertisement

RAJKOT : કેન્દ્રિય મંત્રી અને રાજકોટ (RAJKOT) લોકસભા બેઠક પર ભાજપ (BJP) ના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા (PARSHOTTAM RUPALA) ની મુશ્કેલીએ અટકવાનું નામ નથી લઇ રહી. આજે ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિની બાએ વિરોધ તેજ કરતા અન્નો ત્યાગ કર્યો છે. આ તકે તેમણે સ્પષ્ટ જણાવ્યું કે, જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ્દ નહિ થાય ત્યાં સુધી લડત ચાલુ રહેશે.

મહિલાઓ આશાપુરા માતાજીના મંદિરે પહોંચી

પરશોત્તમ રૂપાલાએ તાજેતરમાં ચૂંટણીને લઇ આયોજિત કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ સામે વિવાદીત ટીપ્પણી કરી હતી. જે બાદ રાજકોટ જ નહિ પરંતુ ગુજરાતભરમાં વિરોધ ફાટી નિકળ્યો છે. અને આ વિરોધ દિવસેને દિવસે તેજ બની રહ્યો છે. તાજેતરમાં આ નિવેદન મામલે રૂપાલા સામે ચૂંટણી પંચમાં આદર્શ આચાર સંહિતા ભંગની ફરિયાદનો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં ચૂંટણી અધિકારીએ રૂપાલાને ક્લીનચીટ આપી છે. તો બીજી તરફ આજે ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિનીબા એ અન્નનો ત્યાગ કર્યો છે. પદ્મિનીબા વાળા સહિત અન્ય મહિલાઓ આશાપુરા માતાજીના મંદિરે પહોંચી છે. જ્યાં તેમણે અન્નનો ત્યાગ કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે.

Advertisement

Advertisement

ટિકિટ નહિ રદ્દ થાય ત્યાં સુધી અન્નનો દાણો નહિ લઉં

રાજકોટના આશાપુરા મંદિર ખાતે પદ્મિની બા દ્વારા રૂપાલાના વિરોધમાં અન્નો ત્યાગ કરવામાં આવતા વિરોધ વધુ તેજ બન્યો છે. બીજી તરફ આજે અમદાવાદમાં ક્ષત્રિય સમાજ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પદ્મિનીબા ને આમંત્રણ આપવામાં આવ્યું નથી. જે અંગે તેઓ જણાવે છે કે, રાજકારણીઓ સૌના રોટલા શેકે છે. અમે જે રસ્તા પર જઇ રહ્યા છે ત્યાં ભટકાવવામાં આવે છે. અમારો નિર્ણય અડિખમ છે, રૂપાલાની ટિકિટ રદ્દ થવી જોઇએ. તેના માટે આજથી અન્નનો ત્યાગ કરું છું. જ્યાં સુધી રૂપાલાની ટિકિટ નહિ રદ્દ થાય ત્યાં સુધી અન્નનો દાણો નહિ લઉં.

જરૂર પડ્યે અમદાવાદ જવા રવાના થઇશું

વધુમાં પદ્મિનીબા જણાવે છે કે, અત્યારે હું આશાપુરા માં ના મંદિરે છું. જરૂર પડ્યે અમદાવાદ જવા રવાના થઇશું. અન્ય ક્ષત્રિય મહિલાઓએ પણ મારી સાથે જોડાવવાની તૈયારી બતાવી હતી. પરંતુ મેં તેમને ના પાડી છે.સ્ત્રીઓ પર અનેક જવાબદારીઓ હોય છે. તેમનો સાથ સહકાર પણ મળશે.

વિરોધ વધુ તેજ કરી દેવાયો

આમ, પરશોત્તમ રૂપાલાને ચૂંટણી પંચ તરફથી આદર્શ આચાર સંહિતાના ભંગની ફરિયાદમાં ક્લીન ચીટ મળતા રાહત મળી છે. તો બીજી તરફ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ વધુ તેજ કરી દેવામાં આવ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. હવે આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો --RAJKOT : રૂપાલાને મોટી રાહત, ચૂંટણી અધિકારીએ આપી ક્લીનચીટ

Tags :
Advertisement

.

×