Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બાંગ્લાદેશી તરુણીને ગેરકાયદેસર બોર્ડર ક્રોસ કરાવી ગુજરાતમાં દેહવિક્રયના વ્યવસાયમાં ધકેલવાનું કૌભાંડ ઝડપાયું

અહેવાલઃ આનંદ પટણી, સુરત  બાંગ્લાદેશી તરૂણીને પ્રેમજાળમાં ફસાવી ગેરકાયદેસર બોર્ડર ક્રોસ કરાવી ગુજરાતમાં દેહવિક્રયના વ્યવસાયમાં ધકેલવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.બાંગ્લાદેશી તરૂણી સાથે દુષ્કર્મની ઘટના અમદાવાદ અને ગાંધીનગરમાં બની હોવા છતાં કાપોદ્રા પોલીસે હદની માથાકૂટ નહીં કરી ઉપરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ...
બાંગ્લાદેશી તરુણીને ગેરકાયદેસર બોર્ડર ક્રોસ કરાવી ગુજરાતમાં દેહવિક્રયના વ્યવસાયમાં ધકેલવાનું કૌભાંડ ઝડપાયું
Advertisement

અહેવાલઃ આનંદ પટણી, સુરત 

બાંગ્લાદેશી તરૂણીને પ્રેમજાળમાં ફસાવી ગેરકાયદેસર બોર્ડર ક્રોસ કરાવી ગુજરાતમાં દેહવિક્રયના વ્યવસાયમાં ધકેલવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.બાંગ્લાદેશી તરૂણી સાથે દુષ્કર્મની ઘટના અમદાવાદ અને ગાંધીનગરમાં બની હોવા છતાં કાપોદ્રા પોલીસે હદની માથાકૂટ નહીં કરી ઉપરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આ કેસમાં આરોપી જમાલ અને સોનીયા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે તરૂણીની ઉંમરની ખરાઈ અને દુષ્કર્મ અંગે તપાસ કરવા તરુણીનું તબીબી પરીક્ષણ સ્મીમેર હોસ્પિટલમાં કરાવ્યું હતું.કાપોદ્રા પોલીસે તરુણીને દેહ વિક્રય માટે સુરત લાવનાર અડાજણની મહિલા દલાલ સોનીયાની ધરપકડ કરી પુછપરછના આધારે એક ટીમ અમદાવાદ મોકલી હતી. દરમિયાન, કાપોદ્રા પોલીસે આ પ્રકરણમાં ભોગ બનનારની ઉંમરની ખરાઈ કરાવતા તે યુવતી નહીં પણ ૧૬ વર્ષની સગીરા હોવાનો ખુલાસો થતા તે અંગે કલમનો ઉમેરો કર્યો હતો.

Advertisement

તરુણીને અમદાવાદ સ્ટેશને તેડવા આવી બાદમાં દુષ્કર્મ આચરી દેહવિક્રય માટે દબાણ કરનાર દલાલ જમાલ ઉર્ફે જમીલ મો.ફજલુ ઉર્ફે ફાજુલ મંડલની અને દુષ્કર્મ કરનાર સ્પા સંચાલક અરવિંદ અમરતભાઈ પારેખની ધરપકડ કરી હતી. તેમની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે જમાલ પણ મૂળ બાંગ્લાદેશનો છે અને છેલ્લા સાડા ત્રણ વર્ષથી અમદાવાદમાં રહે છે.પોલીસને તેની પાસેથી આધારકાર્ડ પણ મળતા તેના વિરુદ્ધ તે અંગેની કલમનો ઉમેરો કર્યો છે.તરુણીને પ્રેમજાળમાં ફસાવી મોકલનાર શોએબ જમાલ પાસે છોકરી મોકલતો અને જમાલ તેની સાથે દુષ્કર્મ કરી બાદમાં સ્પામાં સોંપી દેહવિક્રય કરાવતો હતો.જમાલે આ મહિનામાં જ આ રીતે ત્રણ છોકરીઓને સપ્લાય કરી હોવાનું જાણવા મળ્યું છે.જોકે સમગ્ર પ્રકરણમાં એક મહિલા સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી અન્ય કેટલા લોકોની આ ગુનામાં સંડોવણી છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે

Advertisement

બાંગ્લાદેશથી આવેલી તરૂણીના આરોપીને પોલીસે ઝડપી પાડયા છે ત્યારે પોલીસે આ તરુણીને ન્યાય અપાવવા માટે કવાયત કરી છે. ત્યારે આ તરુણીને હવે ફરી બાંગ્લાદેશ તેના પરિવાર પાસે મોકલવા માટે તૈયારી કરાઈ રહી છે

Tags :
Advertisement

.

×