Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વડોદરાની MSUમાં વિદ્યાર્થીનું હાર્ટએટેકથી મોત, મિત્રો સાથે વાત કરતા કરતા ઢળી પડ્યો

રાજ્યમાં નાની ઉંમરમાં હાર્ટ અટેકના કારણે મોતના કેસમાં વધારો થઇ રહ્યો છે. વડોદરામાં પણ યુવાન વિદ્યાર્થીનું હાર્ટ અટેકના કારણે મોત થયું હતું. એમ. એસ. યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા દીપ ચૌધરીનું હાર્ટ અટેકના કારણે નિધન થયું હતું.    હોસ્ટેલમાં મિત્રોને...
વડોદરાની msuમાં વિદ્યાર્થીનું હાર્ટએટેકથી મોત  મિત્રો સાથે વાત કરતા કરતા ઢળી પડ્યો
Advertisement

રાજ્યમાં નાની ઉંમરમાં હાર્ટ અટેકના કારણે મોતના કેસમાં વધારો થઇ રહ્યો છે. વડોદરામાં પણ યુવાન વિદ્યાર્થીનું હાર્ટ અટેકના કારણે મોત થયું હતું. એમ. એસ. યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા દીપ ચૌધરીનું હાર્ટ અટેકના કારણે નિધન થયું હતું.

Advertisement

 હોસ્ટેલમાં મિત્રોને મળવા ગયો હતો

Advertisement

દીપ ચૌધરીના નામના વિદ્યાર્થી MSUમાં ઝુઓલોજીમાં અભ્યાસ કરતો હતો. તે છોકરાઓની હોસ્ટેલમાં મિત્રોને મળવા ગયો હતો તે દરમિયાન મિત્રો સાથે વાત કરતા કરતા ઢળી પડ્યો હતો. બાદમાં તેને તરત જ સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. વિદ્યાર્થીના મોતથી પરિવાર અને સાથી મિત્રોમાં દુઃખની લાગણી પ્રસરી છે.

 હાર્ટ અટેકના કિસ્સાઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે

નોંધનીય છે કે રાજ્યમાં નાની ઉંમરમાં હાર્ટ અટેકના કારણે મોતની ઘટનાઓ વધી રહી છે.ભાવનગર પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા કવિતાબેન ભટ્ટને હૃદય રોગનો હુમલો આવતા મોતને ભેટ્યા હતા. નવી બેંચના યુવતી પોલીસ પરેડ બાદ ઘર પર પહોંચ્યા હતા. એ દરમિયાન છાતીમાં દુખાવો ઉપડતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત થયું. હાર્ટ અટેકના કિસ્સાઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. 28 વર્ષની ખૂબ જ નાની ઉંમરમાં ભાવનગરના ભાખલપરા ગામના યુવતી કવિતાબેનનું હાર્ટ અટેકના કારણે મોત નિપજતા પોલીસ પરિવારમાં દુઃખની લાગણી પ્રસરી છે.

આ પણ  વાંચો -નર્મદા એપાર્ટમેન્ટમાં બ્લોક ધસી પડતા ઘર આંગણે સુતેલા મોભીનું મોત..

Tags :
Advertisement

.

×