Surat: કડોદરા ખાતે રહેતા પ્રેમી યુગલે પાંચમા માળથી છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું
અહેવાલ -ઉદય જાદવ -સુરત
Surat : પલસાણા તાલુકાના કડોદરા ખાતે આવેલ તૃપ્તિ રેસીડેન્સીમાં રહેતા એક યુવક અને તેની 14 વર્ષીય પ્રેમિકાએ 5માં માળેથી છલાંગ લગાવી ને જીવન ટુંકાવ્યું હતું.એક વર્ષ અગાઉ યુવક સગીરાને ભગાડી ગયો હતો.પોલીસ ઘરે શોધવા આવતા બન્ને બારીમાંથી કૂદી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર મધ્યપ્રદેશના રામ ટેકરી મંદસોર ખાતે રહેતો એક યુવક એક વર્ષ અગાઉ એક 14 વર્ષની સગીરાને ભગાડી ગુજરાત આવ્યો હતો.જેને લઇને સગીરાના પરિવારે સ્થાનિક પોલીસ મથક ખાતે યુવક વિરૂદ્ધ અપહરણનો ગુનો નોંધાવ્યો હતો.જેને લઇને મધ્યપ્રદેશ પોલીસે તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે આ ગુનાનો આરોપી મહેશ ખટીક સગીરાને લઈને Surat પલસાણા તાલુકાના કડોદરા ખાતે આવેલ તૃપ્તિ એપારમેન્ટ ના બી 505માં રહે છે.જે માહિતીના આધારે મધ્યપ્રદેશ પોલીસ કડોદરા પોલીસને સાથે રાખી સ્થળ પર પહોંચી હતી.
પોલીસ દરવાજો ખખડાવતી રહી અને બન્ને પ્રેમી પંખીડા પાંચમા માળેથી છલાંગ લગાવી
સ્થળ પર પહોંચેલ કડોદરા પોલીસ અને મધ્યપ્રદેશ પોલીસએ દરવાજો ખખડાવતી હતી. તે દરમિયાન ઘરમાં રહેલ પ્રેમી પંખીડાએ બારીમાં એક સાથે છલાંગ લાગવી હતી.જેને લઇને એપારમેન્ટ નીચે રહેલા લોકોએ બૂમાબૂમ કરતા પોલીસને કઈ અજુગતું લાગ્યું હતું.જેથી તેઓ પણ નીચે જઈ તપાસ કરતા છલાંગ લગાવેલ બન્ને પ્રેમી પંખીડા હોવાનું જાણવા મળ્યું હતું.અને બન્ને પ્રમી પંખીડાને શરીરે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.ત્યારે હાલ તો પોલીસે બન્ને ના મૃતદેહ નો કબજો લઈ નજીકના સરકારી હોસ્પિટલમાં લઈ જઈ પીએમ કરવાની તજવીજ હાથ ધરી હતી.
આ પણ વાંચો - Chhotaudepur: કોંગ્રસમાં મોટું ગાબડુ, 125 કાર્યકરો ભાજપમાં જોડાયા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ


