Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat :પિતાને ઘરે કાચબો લઈ જવું ભારે પડ્યું

અહેવાલ  _રાબિયા સાલેહ સુરત   Surat  : આમ તો કાચબો રાખવાથી નોકરીમાં સફળતા મળે તેવી માન્યતા છે અને ઘર પરિવારને ખરાબ નજરથી કાચબો બચાવે છે, સાથે જ ઘરમાં સુખ-શાંતિ જળવાય છે જેને લઇ લોકોમાં કાચબા પ્રી હોય છે પરંતુ એ...
surat  પિતાને ઘરે કાચબો લઈ જવું ભારે પડ્યું
Advertisement

અહેવાલ  _રાબિયા સાલેહ સુરત

Advertisement

Surat  : આમ તો કાચબો રાખવાથી નોકરીમાં સફળતા મળે તેવી માન્યતા છે અને ઘર પરિવારને ખરાબ નજરથી કાચબો બચાવે છે, સાથે જ ઘરમાં સુખ-શાંતિ જળવાય છે જેને લઇ લોકોમાં કાચબા પ્રી હોય છે પરંતુ એ કાચબો કરડી જાય અથવા નાના બાળકોને નુકશાન પહોચાડે એવું ભાગ્યેજ થતું હોય છે.સુરત (Surat ) ના ભેસ્તાન વિસ્તારમાં કાચબો રમાડતા રમાડતા 1વર્ષનું નાનું બાળક રડી પડ્યું હતું,વાલીઓ બાળકનો રડવાનો આવાજ સાંભળી દોડી આવ્યા હતા જે બાદ કાચબાએ બાળક ને બચકું ભરી લેતાં તત્કલિક તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ  (Civil Hospital) લઈ જવામાં આવ્યો હતો.

Advertisement

ઉધના અને પાંડેસરા ઝોન ના ભેસ્તાન વિસ્તારમાં (Bhestan area)રહેતા રાજુભાઈ ને ઘર પાસેથી અમેરિકન કાચબો મળી આવ્યો હતો. જે બાદ તેઓ કાચબો રસ્તે રખડતા જોઈ તે ઘરે લઈ ગયા હતા જ્યાં બાળક કાચબો જોઈ આનંદ માં આવી જતા તેને રમાડવા લાગ્યો હતો,તેની સાથે ગેલમાં આવેલા બાળકને કાચબાએ જોર થી બચકું ભરી લીધું હતું.જે બાદ તેને ઇજા પહોંચી હતી ,વાલીઓ દ્વારા બાળક ને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

સુરતના નવી સિવિલ હોસ્પિટલ ખાતે વિચિત્ર કેસ નોંધાયો હતો,સિવિલ ચોપડામાં દર્દીની નોંધાયેલી માહિતી પ્રમાણે મૂળ મહારાષ્ટ્રનું પરિવાર હાલ સુરત ના ભેસ્તાનમાં આવી વસ્યું છે.ભેસ્તાન ની સંગમ સોસાયટીમાં, રાજુભાઈ ગોગે તેમના પરિવાર સાથે રહે છે અને પરિવારમાં પત્ની અને એક વર્ષનું નાનું બાળક છે. પિતા રાજુભાઈ સચિનમાં આવેલી કેમિકલ કંપનીમાં મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે.બુધવાર ની રાત્રે તેઓ નોકરીથી પરત ઘરે આવી રહ્યા હતા, ત્યાર બાદ તે એક વર્ષના બાળક ખંડુને લઈને ઘર નજીક ચાલવા માટે નીકળ્ય હતા, ત્યારે ઘર પાસેથી પીતા પુત્ર ને એક કાચબો મળી આવ્યો હતો.બાળક ને રજી રજી જોઈ રાજુભાઈએ કાચબાને ઉંચકીને ઘરે લઈ આવ્યા જે બાદ નાના માસૂમ ખંડુના હાથમાં કાચબો આપવામાં આવ્યો દરમિયાન તે કાચબાએ ખંડુના ગાલ ઉપર બચકું ભરી લીધું હતું.જે બાદ વાલીઓ ગભરાઈ ગયા હતા,જેથી રાજુભાઈ ખંડુને લઈને નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા.


આ અંગે કાચબા અંગે ની માહિતી આપતા નવી સિવિલ હોસ્પિટલના પિડીયાટ્રીક વિભાગના ડોકટર સંગીતા બેન એ કહ્યું હતું કે,બાળક ને ઇજા થઈ છે પરંતુ કાચબામાં કૂતરા, બિલાડીની જેમ રેબીઝનું ઝેર હોતું નથી. કાચબાનો સ્વભાવ પણ સામાન્ય હોય છે સામાન્ય રીતે કાચબો બચકું ભરતું નથી. પરંતુ નાના ખંડુને કાચબા એ બચકું ભર્યું જેને સારવાર માટે તેનો પરિવાર સિવિલ લઈ આવ્યો, બાળક માત્ર વર્ષ નું છે જેથી તેને 24 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યું હતું,પરંતુ કાચબાના બચકું ભરવાથી કોઈ આડ અસર નહીં થતી હોવાની જાણ થતાં તેના પિતા તેને લઈને ઘરે જતા રહ્યા હતા.

આ  પણ  વાંચો  - Weather : હાડ થીજવતી ઠંડી માટે રહેજો તૈયાર! અંબાલાલ પટેલે કરી આ આગાહી

Advertisement

.

×