Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat news : તાપી કાઠે બાંધકામ, ટીપીના પ્લોટ ફેરવ્યા હોય અમારું નાક દબાવે: કુંભાણી 

સુરત: શહેરમાં એક તરફ સી આર પાટીલ દ્વારા સુરતના (Surat news) કાર્યકરો અને જાહેર જનતાને લઇ નવસારીમાં ભવ્ય રોડ શો યોજાયો હતો, ત્યારે બીજી તરફ કોંગ્રેસ સુરત (Surat news) લોકસભા બેઠકના ઉમેદવાર નિલેશ કુંભાણી દ્વારા નામાંકન નોંધાવી ભાજપ પર આકરા...
surat news   તાપી કાઠે બાંધકામ  ટીપીના પ્લોટ ફેરવ્યા હોય અમારું નાક દબાવે  કુંભાણી 
Advertisement

સુરત: શહેરમાં એક તરફ સી આર પાટીલ દ્વારા સુરતના (Surat news) કાર્યકરો અને જાહેર જનતાને લઇ નવસારીમાં ભવ્ય રોડ શો યોજાયો હતો, ત્યારે બીજી તરફ કોંગ્રેસ સુરત (Surat news) લોકસભા બેઠકના ઉમેદવાર નિલેશ કુંભાણી દ્વારા નામાંકન નોંધાવી ભાજપ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. Surat news

Advertisement

કલેકટર કચેરી સુધી રેલી કાઢવામાં આવી

નિલેશ કુંભાણી (surat congress candidate)દ્વારા પોતાની ઉમેદવારી નોંધાવવા પહેલા સુરતના રાંદેર વિસ્તારથી અડાજણ, નાનપુરા અઠવાલાઈન્સ થઈ કલેકટર કચેરી સુધી રેલી કાઢવામાં આવી હતી. દરમિયાન નામ નોંધણી કર્યા બાદ તેમણે જણાવ્યું હતું કે અમે સવારે 8 વાગ્યાના રાંદેર વિસ્તારથી લઈ સુરત જિલ્લા કલેકટરને કચેરી ખાતે 2.30 વાગે રેલી સમાપન કરી વિધિવત રીતે જિલ્લા કલેકટરને ઉમેદવારી પત્રક સોંપી સુરત બેઠક પર ચૂંટણી જંગમાં નામ નોંધાવ્યું હતું.

Advertisement

અમારી પાર્ટીનું ખાતું સીઝ કરી દેવાયુ

વધુમાં કુંભાણીએ જણાવ્યું હતું કે અમારી પાર્ટીના લોકો ભાજપથી એટલા ડરી ગયા છે કે અમારા ફોન નથી ઉપાડતા. અમારી પાર્ટીનું ખાતું સીઝ કરી દેવાયુ છે, પણ આગેવાનોએ બાહેધરી આપી કે ભલે તમારું ખાતું સીઝ થયું અમારું ખાતું ચાલુ છે. તાપી કાઠે બાંધકામ, ટીપીના પ્લોટ ફેરવ્યા હોય અમારું નાક દબાવે આમાંથી મુક્તિ મેળવવા માટે મજબૂતાઈથી લડજો અમે તમારી સાથે છે.

આ તેમનો પ્રશ્ન છે

મહત્વની વાત છે કે સમગ્ર દેશમાં કોંગ્રેસ આપ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓ ઇન્ડિયા ગઠબંધન બનાવી ભાજપ સામે ચુંટણી લડી રહી છે, ત્યારે સુરતમાં આપમાં જોડાયેલા પાસના કનવીનર અલ્પેશ કથીરીયા અને ધાર્મિક માલવીયાએ રાજીનામું ધરી દેતા સુરત વિપક્ષને ઝટકો લાગ્યો હતો, જો કે આ અંગે નિલેશ કુંભાણીને પ્રશ્ન પૂછવામાં આવતા આ તેમનો પ્રશ્ન છે કહી ઉડાવ જવાબ આપ્યો હતો.

આ પણ વાંચો: C R PATIL: માતાના ચરણ સ્પર્શ કરી સી આર પાટીલ ઉમેદવારી નોંધાવા નવસારી રવાના

આ પણ વાંચો: Surat loksabha : અમે ચૂંટણી આચાર સંહિતાનું કડક પાલન કર્યું, ભાજપના ઉમેદવારે ફોર્મ ભરી કહ્યું કે…

આ પણ વાંચો: Surat election: હું શપથ લવ છું… હું મતદાન કરીશ… સુરત બસ સ્ટેશન ચૂંટણીમય

Tags :
Advertisement

.

×