Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat પો. કમિશનર અજય કુમાર નિવૃત થયા, ભાવુક થઈ કહ્યું - યે દિલ તુમ્હારે પ્યાર કા મારા હૈ દોસ્તો...

Surat : સુરત (Surat) પોલીસ કમિશનર આજે નિવૃત થયા છે. આજે 35 વર્ષની નોકરીનો છેલ્લો દિવસ છે. ત્યારે પોલીસ કમિશનરનાં માનમાં સેરેમોનિયલ પરેડ યોજાઈ હતી. સેરેમોનીયલ પરેડ બાદ પોલીસ કમિશનરનું અદકેરું સ્વાગત કરાયું હતું. ફૂલોનો વરસાદ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું....
surat પો  કમિશનર અજય કુમાર નિવૃત થયા  ભાવુક થઈ કહ્યું   યે દિલ તુમ્હારે પ્યાર કા મારા હૈ દોસ્તો
Advertisement

Surat : સુરત (Surat) પોલીસ કમિશનર આજે નિવૃત થયા છે. આજે 35 વર્ષની નોકરીનો છેલ્લો દિવસ છે. ત્યારે પોલીસ કમિશનરનાં માનમાં સેરેમોનિયલ પરેડ યોજાઈ હતી. સેરેમોનીયલ પરેડ બાદ પોલીસ કમિશનરનું અદકેરું સ્વાગત કરાયું હતું. ફૂલોનો વરસાદ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં શહેર પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં હતાં. આ તબક્કે અજયકુમાર તોમરે કહ્યું, 35 વર્ષની સર્વિસમાં સુરતમાં પસાર કરેલા સાડા ત્રણ વર્ષ હંમેશા યાદ રહેશે.

સુરત શહેરના નાગરિકો સહિતના લોકોનો ભરપૂર પ્રેમ મળ્યો છે

Advertisement

સુરત (Surat) શહેર પોલીસ કમિશનરે ભાવુકતા સાથે કહ્યું કે, શહેરના તમામ લોકોએ સર્વિસ દરમિયાન હંમેશા સપોર્ટ કર્યો છે. પોલીસ, પત્રકારો, પોલિટિશિયન તથા નાગરિકો સહિતના લોકોનો ભરપૂર પ્રેમ મળ્યો છે. ઘણું શીખવા અને સુધરવાનો મોકો પણ અહિથી મળ્યો છે. પરિવારને યાદ કરતાં કહ્યું કે, નોકરી દરમિયાન ઓછો સમય આપી શકાયો છે. પરંતુ તેમણે મને પણ સાચવી લીધો છે.

Advertisement

પોલીસ કમિશનર અજય કુમાર તોમરની વિદાય અર્થે સેરેમોનિયમ પરેડ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવી હતી.વિદાય પરેડ દરમિયાન ચાલુ સ્પીચે પોલીસ કમિશનર ભાવુક થયા હતાં. તેમણે સુરત શહેરની કાયદા વ્યવસ્થાની સ્થિતિમાં તમામ મદદરૂપ થયેલા લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

પોલીસ કમિશનર દ્વારા સંબોધન આપતા તેઓ ભાવુક

મંચ પરથી પોલીસ કમિશનર દ્વારા સંબોધન આપતા તેઓ ભાવુક થઈ ગયા હતા. સુરત (Surat) પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે મંચ પરથી શાયરાના અંદાજમાં જણાવ્યું હતું કે એહસાન મેરે દિલ પે તુમ્હારા હૈ દોસ્તો, યે દિલ તુમ્હારે પ્યાર કા મારા હૈ દોસ્તો, તુમ સબને મેરે વાસ્તે ક્યાં ક્યાં નહી કિયા, સૌ બાર શુક્રિયા, અરે સો બાર શુક્રિયા, જીવન તુમ્હારે સાથ ગુજારા હૈ દોસ્તો, યે દિલ તુમ્હારે પ્યાર કા મારા હૈ દોસ્તો, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.

અજયકુમાર તોમરે શાહિદ વીરોને નમન કરી પુષ્પાંજલિ અર્પણ કરી
આ કાર્યક્રમમાં સુરત પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરે દેશની સેવામાં પોતાના જીવ ગુમાવનાર શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.આ ઉપરાંત મોટી સંખ્યામાં લોકો કમિશ્નરને વિદાયની શુભકામના આપવા પહોંચ્યા હતા.આ ઉપરાંત અજયકુમાર તોમરએ જણાવ્યું હતું કે પોલીસ ગુનાહિત પ્રવૃતિઓને અટકાવે છે જે ટીમનો હું હિસ્સો રહી ચુક્યો છું તેનો મને ગર્વ છે.

આ  પણ  વાંચો  - Chhotaudepur student: છોટાઉદેપુરની વિદ્યાર્થીનીએ B.A. માં યુનિવર્સિટી સ્તરે પ્રથમ ક્રમ મેળવ્યો

Tags :
Advertisement

.

×