Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુરત પોલીસે આંતરરાષ્ટ્રીય કરન્સીની રેકેટનો કર્યો પર્દાફાશ

અહેવાલ -આનંદ પટણી, સુરત   સુરત શહેર PCB અને SOG પોલીસને ફોરેન કરન્સીની ગેરકાયદેસર હેરાફેરી કરતા ત્રણ ઈસમોને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે. આ ત્રણ ઈસમો પાસેથી 19,92,546ની વિદેશી કરન્સી જપ્ત કરવામાં આવી છે. એટલે કે આંતરરાષ્ટ્રીય કરન્સીની હેરાફેરીના...
સુરત પોલીસે આંતરરાષ્ટ્રીય કરન્સીની રેકેટનો કર્યો પર્દાફાશ
Advertisement

અહેવાલ -આનંદ પટણી, સુરત

Advertisement

સુરત શહેર PCB અને SOG પોલીસને ફોરેન કરન્સીની ગેરકાયદેસર હેરાફેરી કરતા ત્રણ ઈસમોને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે. આ ત્રણ ઈસમો પાસેથી 19,92,546ની વિદેશી કરન્સી જપ્ત કરવામાં આવી છે. એટલે કે આંતરરાષ્ટ્રીય કરન્સીની હેરાફેરીના રેકેટનો પર્દાફાશ સુરત PCB અને SOG પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. આ મામલે સુરત PCB અને SOGએ વધુ તપાસ માટે EDને પણ જાણ કરવામાં આવી છે અને જે 3 આરોપી પકડાયા છે તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે કે તેઓ કેટલા સમયથી આ નેટવર્ક ચલાવી રહ્યા હતા.

Advertisement

વિદેશી  કરન્સી સાથે  ત્રણ  આરોપી  ઝડપાયા 

સુરત PCB અને SOG પોલીસ દ્વારા બાતમીના આધારે ફોરેન કરન્સીની ગેરકાયદેસર હેરાફેરી કરતાં ત્રણ ઇસમોને પકડવામાં આવ્યા છે. આ ત્રણે ઈસમો પાસેથી 19,92,546ની વિદેશી કરન્સી જપ્ત કરવામાં આવી છે. PCB અને SOG પોલીસ દ્વારા આ ત્રણેય ઈસમો પાસેથી સાઉદી અરેબિયા 36000 રિયાલ, 2500 ઓસ્ટ્રેલિયન ડોલર, 2 લાખ થાઈબાથ, 4900 અમેરિકન ડોલર, યુનાઇટેડ આરબ અમીરાંતના 205 દિહાર્મ, 10,000 મેલેશિયા રીંગિટ કરન્સી જપ્ત કરાઈ. આ વિદેશી કરન્સીનું ભારતીય મૂલ્ય 19,92,546 રૂપિયા થવા પામે છે.

રેલવે સ્ટેશન વિસ્તારમાંથી આ ત્રણેય ઝડપાયા 

PCB અને SOG પોલીસ દ્વારા જે ત્રણ ઈસમોને પકડવામાં આવ્યા છે તેમાં નીરવ શાહ, સૂરજ રાજપૂત અને મનોજકુમાર બારીયાનો સમાવેશ થાય છે. આ ત્રણેય ઈસમો નવસારીના રહેવાસી છે અને રેલવે સ્ટેશન વિસ્તારમાંથી આ ત્રણેય ઝડપાયા છે. પોલીસ દ્વારા આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, નિરવ શાહ નામનો ઈસમ મહીધરપુરામાં વાણીયા શેરીમાં નાકોડાના નામથી મની ચેન્જરનું કામ કરતો હતો. નિરવ શાહને વિદેશી ચલણ બદલવાની એન્ટ્રી પોતાના બેંક ખાતામાં ન બતાવી પડે એટલા માટે તે બ્લેકમાં વિદેશી ચલણ ઓછા ભાવે બદલી આપતો હતો. ઉપરાંત જે લોકોને વિદેશી ચલણ ની જરૂર હોય તેને નીરવ ઊંચા ભાવે આ વિદેશી ચલણ આપતો હતો.

Image preview

પોલીસે વધુ  તપાસ માટે  ED જાણ  કરી 

તો સાથે જ આરોપી નીરવ શાહ પકડાયેલા સુરજ રાજપુત અને મનોજકુમાર બારીયા સાથે મળીને અલગ અલગ લોકો પાસેથી વિદેશી ચલણ મેળવતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ ઈસમો કેટલા સમયથી આ રેકેટ ચલાવતા હતા તે બાબતે ઊંડાણ પૂછપરછ PCB અને SOG દ્વારા કરવામાં આવી રહી છે. તો બીજી તરફ પોલીસ દ્વારા વિદેશી કરન્સીને લગતી વધુ તપાસ માટે EDને આ બાબતે જાણ કરવામાં આવી છે.

આ પણ વાંચો-સુરત જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, છેલ્લા 24 કલાકમાં મહુવામાં 12 ઇંચ, તો બારડોલીમાં 8 ઇંચ વરસાદ

Tags :
Advertisement

.

×