ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat Sports Women: યુવા પેઢીને પણ શોકમાં મૂકી દે, તેવું 80 વર્ષીય મહિલાનું સ્વિમિંગમાં પ્રદર્શન

Surat Sports Women: કહેવત છે ને કે કંઈ પણ શીખવા માટે ઉંમર નથી હોતી. આ કહેવત સાર્થક સુરત (Surat) ના રાંદેર વિસ્તારમાં રહેતા 80 વર્ષીય બકુલા પટેલે સાર્થક કરી બતાવી છે. 80 વર્ષના બકુલા પટેલ ખેલ ક્ષેત્રે ઉત્તમ ઉદાહરણ તેમની...
10:27 PM Mar 27, 2024 IST | Aviraj Bagda
Surat Sports Women: કહેવત છે ને કે કંઈ પણ શીખવા માટે ઉંમર નથી હોતી. આ કહેવત સાર્થક સુરત (Surat) ના રાંદેર વિસ્તારમાં રહેતા 80 વર્ષીય બકુલા પટેલે સાર્થક કરી બતાવી છે. 80 વર્ષના બકુલા પટેલ ખેલ ક્ષેત્રે ઉત્તમ ઉદાહરણ તેમની...
Surat Sports Women

Surat Sports Women: કહેવત છે ને કે કંઈ પણ શીખવા માટે ઉંમર નથી હોતી. આ કહેવત સાર્થક સુરત (Surat) ના રાંદેર વિસ્તારમાં રહેતા 80 વર્ષીય બકુલા પટેલે સાર્થક કરી બતાવી છે.

Surat Sports Women

બકુલા પટેલ આજે પણ નવયુવાઓને માત આપે છે. સુરતના રાંદેર સ્થિત તાડવાડી વિસ્તારમાં રહેતા બકુલા પટેલની સ્વિમિંગ (Swimming) માં માસ્ટરી છે. સુરત (Surat) ની તાપી નદી હોય કે વલસાડનો તિથલનો દરિયો કે પછી મુંબઈ (Bombay) નો દરિયો હોય આવા અનેક દરિયામાં તેઓએ રાષ્ટ્રીય (National Sports) અને આંતરરાષ્ટ્રીય (International Sports) સ્તરે યોજાયેલી સ્વિમિંગ સ્પર્ધા (Swimming) માં ભાગ લઈ અનેક મેડલો હાંસલ કર્યા છે.

58 વર્ષે તેમણે ખેલ ક્ષેત્રે પ્રસ્થાન કર્યું

તેમની પાસે કુલ 530 જેટલા Gold, Silver, Bronze મેડલો સહિત સર્ટીફિકેટ રહેલા છે. બકુલા પટેલના જણાવ્યા મુજબ 58 વર્ષની વયે તેઓએ રમતગમત ક્ષેત્રે (Sports) ઝપલાવ્યું હતું. 58 વર્ષની વયે તેઓએ રમતગમત ક્ષેત્રે (Sports) પોતાનું સ્થાન પ્રસ્થાપિત કર્યું હતું. ત્યારબાદ Athletics સહિત સ્વિમિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં બકુલા પટેલે 58 વર્ષની ઉંમરે જળહળતું પર્ફોમન્સ કરી ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો.

Surat Sports Women

બકુલા પટેલે તેમની સફળતાનો યશ પરિવારને ફાળવ્યો

બકુલા પટેલનું કહેવું છે કે આજે પણ તેઓ પોતાની જાતને યંગ લેડી તરીકે માની રહ્યા છે. જો મહેનત અને લગન હોય તો કોઈપણ કાર્ય મુશ્કેલ નથી. 58 વર્ષની ઉંમરે જે દઢ નિશ્ચય કર્યો તેનું આજે પરિણામ મળ્યું છે. અહીં સુધી પહોંચવા માટે પરિવાર અને સોસાયટીના લોકોનો પણ ખુબ જ સાથ -સહકાર મળ્યો છે.

આ પણ વાંચો: Heart Attack : ગાંધીનગરમાં ચાલુ નોકરીએ નાયબ મામલતદાર આવ્યો હાર્ટ એટેક

આ પણ વાંચો: Ahmedabad Bopal Firing: અંગત અદાવતમાં જાહેર વિસ્તારમાં બિલ્ડર પર કરાયું 2 રાઉન્ડ ફાયરિંગ

આ પણ વાંચો: Amreli Women Protest: બે મહિનાથી પીવાનું પાણી બંધ, મહિલાઓએ પાણી પુરવઠા કચેરીને આપ્યું અલ્ટીમેટમ

Tags :
bombayGujaratGujarat SportsGujaratFirstInternationalNationalSports SpiritSuratSurat Sports WomenSwimmerSwimming
Next Article