Surat : મારી માટી મારા દેશ અંતર્ગત સુરત પોલીસ દ્વારા કબડ્ડીની ફાઇનલ મેચ યોજાઈ
અહેવાલ - આનંદ પટણી, સુરત
સમગ્ર દેશ માં મારી માટી મારો દેશ અંતર્ગત સુરત પોલીસ દ્વારા તમામ ઝોનમા કબડ્ડી સ્પર્ધાનું આયોજન કર્યું હતું..જેમાં આજે ફાઇનલ મેચ યોજાઈ હતી..આ મેચમાં ગૃહરાજ્ય મંત્રી અને રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહી વિજેતા ટીમ અને રનર અપ ટીમને પ્રોત્સાહન રૂપે ટ્રોફી અને ઇનામ વિતરણ કર્યું હતું
જેમાં ગૃહ રાજ્ય અને રમત ગમત મંત્રી હર્ષ સંઘવી એ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ કોઈ રાજકીય નથી અને અહીંયા તમામ સમાજ ના લોકો ઉપસ્થિત થયા છે..
સ્પર્ધા યોજવા બદલ ગૃહ રાજ્ય મંત્રી એ સુરત પોલીસ કમિશનરને અભિનંદન પાઠવ્યા હતા..સાથે જ જણાવ્યું હતું કે દેશ ભરમાં દેશ ભાવના જાગે તે હેતુ થી એક પ્રયાસ કરાયો છે.. માટી ની રમત તરફ સૌ કોઈ લોકોને લઈ જવા માટેનો એક પ્રયાસ કરાયો છે
આજે મોબાઈલ અને ડિજિટલ ગેમ નો ઉપયોગ ચાલી રહ્યો છે ત્યારે આજના બાળકો માટીની રમતો થી અળગા થઈ રહ્યા છે. બાળકોને યુવાનો માટીની રમત તરફ પ્રેરાય અને માટી સાથે જોડાણ થાય તે માટે સુરત પોલીસ દ્વારા મારી માટી મારો દેશ અંતર્ગત કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુઅને ખાસ આ કબડ્ડી માટી માં રમાઈ હતી મેટિંગ ઉપર રમવામાં નહોતી આવી પોલીસના જવાનો પણ માટીમાં કબડ્ડી રમીને ઉત્સાહિત થયા હતા
આ પણ વાંચો-માતા પાસેથી 3 વર્ષની બાળકીને રમાડવાના બહાને લઈ જઈ આધેડ નરાધમે તેની સાથે આચર્યુ દુષ્કર્મ