અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ
અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં પાડોશી હેવાન નીકળ્યો પાડોશી નરાધમે જ માતા પાસેથી 3 વર્ષની બાળકી રમાડવાના બહાને લઈ જઈ નરાધમે તેના મકાનના બીજા માળ ઉપર બાળકીને પીંખી નાખતા ગંભીર અવસ્થામાં સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે પોલીસે નરાધમ સામે બળાત્કાર પોક્સો અડપલા સહિતની કલમ મુજબ ગુનો દાખલ કર્યો છે
ઘર આંગણે રમત રમતી બાળકીઓ પણ હવે સુરક્ષિત નથી અને તેવા અનેક કિસ્સા ભરૂચ જિલ્લામાંથી સામે આવ્યા છે થોડા દિવસ અગાઉ જ અંકલેશ્વર પંથકના એક ગામમાંથી માસુમ સગીર વયની બાળકીને મોબાઇલમાં કાર્ટૂન બતાવવાના બહાને લઈ જઈ તેણી સાથે બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો તે ઘટનાની શાહી સુકાઇ નથી ત્યાં જ વધુ એક બળાત્કારનો કિસ્સો સામે આવ્યો છે
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકની હદમાં નરાધમ રામુ પ્રભુ દયાલ રાજપુત ( ઉંમર વર્ષ 45) મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશનો પડોશમાં રહેતા પરિવારમાં ત્રણ વર્ષની બાળકીને તેની માતા પાસેથી રમાડવાના બહાને લઈ ગયો હતો અને બાળકીને નરાધમ રામુ પ્રભુ દયાલ રાજપુત તેના મકાનના ઉપરના માળે લઈ જઈ તેણીની ઉપર અડપલા કરવા સાથે બળાત્કાર કર્યો હતો જેના પગલે માસુમ ત્રણ વર્ષની બાળકીની હાલત અત્યંત કફોડી બની ગઈ હતી બાળકી રડતી હોવાના કારણે નરાધમ બાળકીને તેની માતાને સોંપી ગયો હતો અને તે દરમિયાન બાળકીના ગુપ્તાંગો ઉપર ગંભીર પ્રકારની ઇજા હોવાનું સામે આવતા તેણીની ઉપર બળાત્કાર થયો હોવાનું ફલિત થતા ભોગ બનનાર ત્રણ વર્ષની માસુમ બાળકી હાલ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્રણ વર્ષની માસુમ બાળકી ઉપર બળાત્કાર કરનાર નરાધમ સામે ભોગ બનનારની માતાએ બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવતા પોલીસે નરાધમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે