Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

surat : અશાંતધારા સમિતિના પ્રમુખ ઉપર જીવલેણ હુમલો કરનારની પોલીસે વિધર્મીની કરી ધરપકડ

અહેવાલ - આનંદ પટણી , સુરત    સુરતના રુદરપરા વિસ્તારમાં અશાંતધારા સમિતિના પ્રમુખ ઉપર જીવલેણ હુમલાની ઘટનામાં મહિધરપુરા પોલીસે વિધર્મીની ધરપકડ કરી છે.ઇજાગ્રસ્તની દુકાન ઉપર આરોપી ભાડેના મકાનમાં રહેતો હતો.જ્યાં માંસ-મટન ખાઈને ગંદકી કરતો હોવાથી ઇજાગ્રસ્ત સમિતિના પ્રમુખ દ્વારા ટકોર...
surat   અશાંતધારા સમિતિના પ્રમુખ ઉપર જીવલેણ હુમલો કરનારની પોલીસે વિધર્મીની કરી ધરપકડ
Advertisement

અહેવાલ - આનંદ પટણી , સુરત 

Advertisement

સુરતના રુદરપરા વિસ્તારમાં અશાંતધારા સમિતિના પ્રમુખ ઉપર જીવલેણ હુમલાની ઘટનામાં મહિધરપુરા પોલીસે વિધર્મીની ધરપકડ કરી છે.ઇજાગ્રસ્તની દુકાન ઉપર આરોપી ભાડેના મકાનમાં રહેતો હતો.જ્યાં માંસ-મટન ખાઈને ગંદકી કરતો હોવાથી ઇજાગ્રસ્ત સમિતિના પ્રમુખ દ્વારા ટકોર કરવામાં આવી હતી.એટલું જ નહિ પરંતુ સમિતિના પ્રમુખ દ્વારા આરોપી જોડે જાહેરમાં ગાળાગાળી કરવામાં આવી હતી.જેની અદાવત રાખી આ હૂમલો કરવામાં આવ્યો હોવાની હકીકત પોલીસ તપાસમાં સામે આવી હતી..પોલીસે 40 સીસીટીવી ફૂટેજ આધારે તપાસ કરી આરોપીને ઝડપી પાડ્યો હતો.

Advertisement

અશાંતધારા સમિતિના પ્રમુખ જીવલેણ  હુમલાનો  મામલો 

સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલ રુદરપુરા ખાતે અશાંતધારા સમિતિના પ્રમુખ બીપેશ શાહ પર અજાણ્યા વિધર્મી દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.દુકાને પોહચેલા બીપેશ શાહ પર માથે ટોપી પહેરી અને ઓળખ પ્રસ્થાપિત ન થાય તે રીતે ઘસી આવેલા શખ્સે ચપ્પુ વડે જીવલેણ હુમલો કરતા બીપેશ શાહ ગંભીર રીતે ઘવાયા હતા.જીવલેણ હુમલાની ઘટના બાદ અજાણ્યો શખ્સ ફરાર થઇ ગયો હતો.

ઇજાગ્રસ્ત  નવી સિવિલ  ખસેડવામાં આવ્યા હતા

ઉલ્લેખનીય છે કે બીપેશ શાહ અશાંતધારા સમિતિના પ્રમુખ છે અને તેઓ આ અંગે મળતી ફરિયાદના પગલે અવારનવાર અશાંતધારાની અંગેની રજુવાત જે તે વિભાગને કરતા હોય છે.આ સાથે સ્થાનિક વિસ્તારમાં થતાં ગેરકાયદે દબાણની પણ તેઓ દ્વારા પાલિકામાં ફરિયાદ સમયાંતરે કરવામાં આવે છે.જે અદાવતમાં આ હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા.હુમલાની આ ઘટના બાદ ઇજાગ્રસ્ત બીપેશ શાહને પ્રથમ સુરત નવી સિવિલ અને ત્યારબાદ કિરણ હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.  ત્યારે  સમગ્ર  ઘટનાના પગલે મહિધરપુરા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી

પોલીસે  CCTV ના આધારે  વિધર્મીની કરી  ધરપકડ  

મામલો વધુ ગંભીર હોવાથી પોલીસે અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફુટેજમાં આધારે આરોપીની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા હતા.પોલીસે ઘટના સ્થળ અને આસપાસના 40 જેટલા સીસીટીવી ફુટેજની તપાસ કરી હતી.જે પૈકી કેટલાક સીસીટીવી ફુટેજમાં એક શખ્સ માથે ટોપી પહેરી ભાગતા નજરે પડ્યો હતો.જે સીસીટીવી ફુટેજના આધારે આરોપી સૈયદ હુસૈન નામના શખ્સને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી.આરોપીની ધરપકડ કરી હુમલા પાછળનું કારણ જાણવા પોલીસ દ્વારા પુછપરછ કરવામાં આવી હતી.

બીપેશ શાહ અને આરોપી વચ્ચે અવાર  નવાર  ઝઘડો થતો  હતો 

પોલીસની  વધુ પુછપરછમાં જાણવા મળ્યું હતું કે,આરોપી સૈયદ હુસૈન ઇજાગ્રસ્ત બીપેશ શાહની દુકાનના ઉપરના માળે ભાડેના મકાનમાં રહેતો હતો.સૈયદ હુસૈન માંસ-મટન ખાતો હોવાથી દુકાન બહાર ગંદકી કરતો હતો.જેથી બીપેશ શાહ અને આરોપી વચ્ચે વારંવાર ઝઘડો અને બોલાચાલી થઈ હતી.આ સાથે જાહેરમાં બીપેશ શાહે આરોપી જોડે ગાળાગાળ પણ કરી હતી.જેની અદાવત રાખી આ હુમલો કર્યો હોવાની કબૂલાત આરોપીએ પોલીસ સમક્ષ કરી હતી.હાલ મહિધરપુરા પોલીસે ગુનાનો ભેદ ઉકેલી આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ  વાંચો -હોસ્પિટલમાં એડમીટ કરવાની વાત સાંભળી વૃદ્ધ મહિલાએ ઘર છોડી દીધું, જાણો પછી શું થયું

Tags :
Advertisement

.

×