ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surendranagar Rain: ધ્રાંગધ્રા અને સાયલા તાલુકામાં વરસાદ,ખેડૂતોમાં ખુશીની લહેર

Surendranagar Rain: હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. વરસાની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદ શરુ થયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વરસાદનું આગમન (Saurashtra Rain)થયું છે. ધ્રાંગધ્રા અને સાયલા તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. અસહ્ય ગરમી અને...
06:13 PM Jun 23, 2024 IST | Hiren Dave
Surendranagar Rain: હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. વરસાની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદ શરુ થયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વરસાદનું આગમન (Saurashtra Rain)થયું છે. ધ્રાંગધ્રા અને સાયલા તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. અસહ્ય ગરમી અને...
Rain Update Gujarat

Surendranagar Rain: હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. વરસાની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદ શરુ થયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વરસાદનું આગમન (Saurashtra Rain)થયું છે. ધ્રાંગધ્રા અને સાયલા તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવતા વરસાદનું આગમન થયુ છે.

ધ્રાંગધ્રા શહેર અને સાયલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ધાધલપુર, ધમરાસળા, ટીટોડા, સખપર, ઢાકણીયા સહિત આસપાસના ગામોમાં વરસાદ શરૂ થયો છે. વરસાદના આગમનથી ખેડૂતો ખુશખુશાલ થયા છે. હજુ પણ વરસાદનુ જોર વધશે તેમ લાગી રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં સૌપ્રથમ પહેલો વરસાદ વરસ્યો છે. અત્યંત ગરમી બાદ વરસાદ આવતા ગરમીથી લોકોને રાહત મળી છે. ધાંગધ્રા શહેરના રાજકમલ ચોક, શક્તિ મંદિર, જૂની શાક માર્કેટ, બસ સ્ટેન્ડ રોડ, ધાટ દરવાજા વગેરે વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ગ્રામ્ય વિસ્તારના જશાપર, સુદામડા, ડોળિયા, સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.

ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી

રાજ્યના 11 જિલ્લાઓમાં આજે હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન વિભાગે આગાહી કરી હતી કે ગીર સોમનાથ, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે. તો જૂનાગઢ અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. તો દીવમાં છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી.

અંબાલાલ પટેલે મોટી આગાહી

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઇ રહી છે, ક્યાંક ક્યાંક ધીમી ધારે અને ઝરમર વરસાદ શરૂ થયો છે, પરંતુ આ બધાની વચ્ચે હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે, અંબાલાલ પટેલે ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરી છે.

આ પણ  વાંચો - Gujarat Rain: સોમનાથ,અમરેલી સહિત આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ

આ પણ  વાંચો - Bharuch: ભરૂચમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડતાં એકનું મોત

આ પણ  વાંચો - Daman થયું શર્મનાક! મર્યાદાને નેવે મુકી દરિયા કિનારે યુવક અને યુવતીએ ખુલ્લેઆમ કરી બીભત્સ હરકતો

Tags :
GARGUJARAT FIRSTgujarat rainIMD AhmedbadRainfallSaurashtra-RainSurendranagar Rain
Next Article