ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ખોરાકમાંથી ગરોળી-વંદા નીકળતા Allen Institute ની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓનો ભારે હોબાળો!

અમદાવાદની એલેન ઇન્સ્ટિટ્યૂટની (Allen Institute) હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ દ્વારા ભારે હોબાળો કરવામાં આવી રહ્યો હોવાની ઘટના સામે આવી છે. હોસ્ટેલનાં ખોરાકમાંથી ગરોળી અને વંદા નીકળ્યા હોવાથી વિદ્યાર્થીઓએ ઇન્સ્ટિટ્યૂટની બહાર ભારે હોબાળો મચાવ્યો હોવાની વિગતો મળી છે. લાખોની ફી વસૂલતા હોસ્ટેલ સંચાલકો...
11:30 PM Jun 25, 2024 IST | Vipul Sen
અમદાવાદની એલેન ઇન્સ્ટિટ્યૂટની (Allen Institute) હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ દ્વારા ભારે હોબાળો કરવામાં આવી રહ્યો હોવાની ઘટના સામે આવી છે. હોસ્ટેલનાં ખોરાકમાંથી ગરોળી અને વંદા નીકળ્યા હોવાથી વિદ્યાર્થીઓએ ઇન્સ્ટિટ્યૂટની બહાર ભારે હોબાળો મચાવ્યો હોવાની વિગતો મળી છે. લાખોની ફી વસૂલતા હોસ્ટેલ સંચાલકો...

અમદાવાદની એલેન ઇન્સ્ટિટ્યૂટની (Allen Institute) હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ દ્વારા ભારે હોબાળો કરવામાં આવી રહ્યો હોવાની ઘટના સામે આવી છે. હોસ્ટેલનાં ખોરાકમાંથી ગરોળી અને વંદા નીકળ્યા હોવાથી વિદ્યાર્થીઓએ ઇન્સ્ટિટ્યૂટની બહાર ભારે હોબાળો મચાવ્યો હોવાની વિગતો મળી છે. લાખોની ફી વસૂલતા હોસ્ટેલ સંચાલકો ફૂડ આરોગ્યની બાબતમાં બેદરકાર દાખવતા ઇન્સ્ટિટ્યૂટમાં રહેતા વિદ્યાર્થીઓમાં અસંતોષ જોવા મળ્યો છે.

એલેન ઇન્સ્ટિટ્યૂટની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓનો હોબાળો

આરોગ્યની બાબતમાં બેદરકારી દાખવતા વિદ્યાર્થીઓમાં રોષ

અમદાવાદની (Ahmedabad) એલેન ઇન્સ્સ્ટિટ્યૂટ (Allen Institute) કે જ્યાં અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ લાખો રૂપિયાની ફી ચૂકવતા હોય છે. ત્યારે શીલજ વિસ્તારમાં આવેલ ઇન્સ્સ્ટિટ્યૂટની હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત અહેવાલ મુજબ, અમદાવાદની એલેન ઇન્સ્ટિટ્યૂટની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને પીરસાતા ખોરાકમાંથી ગરોળી (Lizards), વંદા (cockroaches) અને કીડા નીકળતા ઇન્સ્ટિટ્યૂટની બહાર વિદ્યાર્થીઓ દ્વારા ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. લાખોની ફી વસૂલતા હોસ્ટેલ સંચાલકો ફૂડ આરોગ્યની બાબતમાં બેદરકારી દાખવતા વિદ્યાર્થીએ રોષ વ્યક્ત કર્યો છે.

એલેન ઇન્સ્ટિટ્યૂટની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓનો હોબાળો

ખોરાકમાંથી ગરોળી અને વંદા નીકળવાની ઘટના

ખોરાકમાંથી ગરોળી અને વંદા નીકળ્યા હોવાની માહિતી મળતા ઇન્સ્ટિટ્યૂટ સામે અનેક સવાલો ઊભા થયા છે. એવા પણ અહેવાલ છે કે બિલ્ડિંગ પણ ગેરકાયદેસર છે. આરોગ્યપદ ખોરાક નહીં હોવાને કારણે ઇન્સ્ટિટ્યૂટમાં રહેતા વિદ્યાર્થીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. આ મામલે હકીકત જાણવા જ્યારે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ઘટના સ્થળે પહોંચ્યું તો પ્રશાસન દ્વારા રોકવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ સૂત્રોચ્ચાર કરી વિરોધ દાખવ્યો છે.

આ પણ વાંચો - Tathya Patel Case : તથ્ય પટેલ કેસમાં વપરાયેલી જગુઆર કાર કોર્ટમાંથી કોઈ છોડાવી ગયું ?

આ પણ વાંચો - Jamnagar : હચમચાવે એવો કિસ્સો! માત્ર 9 વર્ષનાં માસૂમ બાળકે ગળે ફાંસો ખાતા ચકચાર

આ પણ વાંચો - ગીર સોમનાથ, રાજકોટમાં જોખમી સવારીનાં Video વાઇરલ, અમદાવાદમાં Triple અકસ્માતમાં વિદ્યાર્થીઓને ઇજા

 

Tags :
Ahmedabadallen instituteAllen Institute in AhmedabadGujarat FirstGujarati Newshostel managementshostel's foodLizards and cockroaches
Next Article