દ્વારકાધીશ મંદિર પર બે ધજા ચઢાવાઇ, બે ધજાથી સંકટ ટળી જતું હોવાની માન્યતા
અરબી સમુદ્રમાં બિપોરજોય વાવાઝોડાએ ફરી એકવાર દિશા બદલતા હવે આ મોટું સંકટ ગુજરાત તરફ આવી રહ્યું છે.. વાત કરીએ દ્વારકાની તો અહીં પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરમાં એક સાથે બે ધજા ચઢાવવામાં આવી છે. સવારે અહીં તેજ પવનને કારણે ધજા ચઢાવાઇ શકી ન હતી.. જે બાદ હવે એક સાથે બે ધજા ચઢાવવામાં આવી છે...
દ્વારકાધીશ મંદિરને લઇને એવી માન્યતા છે કે અહીં જ્યારે બે ધજા ચઢાવવામાં આવે ત્યારે ગમે તેવુ મોટુ સંકટ હોય તો તે પણ ટળી જાય છે.. તાઉતે વાવાઝડા સમયે પણ હાલ જેવું જ સંકટ ઉભુ થયું હતું, અને ત્યારે પણ દ્વારકાધીશ મંદિર પર બે ધજા ચઢાવવામાં આવી હતી.. જે બાદ સૂડીનો ઘા સોયથી ટળ્યો હતો. હવે જ્યારે બિપર જોય વાવાઝોડાએ પણ ભયનું વાતાવરણ ઉભુ કર્યુ છે ત્યારે ફરીએકવાર દ્વારકાધીશ મંદિરે બે ધજા ચઢાવવામાં આવી છે.. જેથી સંભવિત સંકટ ટળી જાય
મહત્વપૂર્ણ છે કે અરબી સમુદ્રમાં બિપોરજોય વાવાઝોડાએ ફરી એકવાર દિશા બદલતા હવે આ મોટું સંકટ ગુજરાત તરફ આવી રહ્યું છે. જેથી હવે ગુજરાત તરફ ખતરો વધ્યો છે. 15 જૂન સુધીમાં ‘બિપરજોય’ ગુજરાતમાં પહોંચશે, થોડા કલાકોમાં વાવાઝોડું અતિપ્રચંડ બનશે. તેની અસર હવે ગુજરાતમાં શરૂ થઈ ગઈ છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં તેજ પવન શરૂ થઈ ગયો. થોડા કલાકોમાં જ વાવાઝોડું અતિપ્રચંડ બની શકે છે. હાલ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ભારે પવન શરૂ થઈ ગયો છે. વાવાઝોડાંના પગલે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. તો વાવાઝોડું ગુજરાત તરફ ફંટાતા ગાંધીનગરમાં હલચલ તેજ થઈ છે.



