ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gondal : ઉમવાડા અંડરબ્રિજમાં ત્રણ ફુટ પાણી ભરાયા,વાહનવ્યવહાર ઠપ્પ,રાહદારીઓ પરેશાન

અહેવાલ -વિશ્વાસ ભોજાણી, ગોંડલ  ગોંડલનાં ઉમવાડા અંડરબ્રિજ માં વગર વરસાદે ત્રણ ફુટ જેટલા પાણી ભરાતા પરીવહન માટે મહત્વના ગણાતા આ માર્ગ પર વાહનવ્યવહાર ને અસર પહોંચી હતી.રેલ્વે તંત્ર દ્વારા પાણી ખેંચવાની મોટર બગડી ગઈ હોય પાણી ભરાયાનુ નગર પાલીકાના સુત્રો...
02:57 PM Aug 23, 2023 IST | Hiren Dave
અહેવાલ -વિશ્વાસ ભોજાણી, ગોંડલ  ગોંડલનાં ઉમવાડા અંડરબ્રિજ માં વગર વરસાદે ત્રણ ફુટ જેટલા પાણી ભરાતા પરીવહન માટે મહત્વના ગણાતા આ માર્ગ પર વાહનવ્યવહાર ને અસર પહોંચી હતી.રેલ્વે તંત્ર દ્વારા પાણી ખેંચવાની મોટર બગડી ગઈ હોય પાણી ભરાયાનુ નગર પાલીકાના સુત્રો...

અહેવાલ -વિશ્વાસ ભોજાણી, ગોંડલ 

ગોંડલનાં ઉમવાડા અંડરબ્રિજ માં વગર વરસાદે ત્રણ ફુટ જેટલા પાણી ભરાતા પરીવહન માટે મહત્વના ગણાતા આ માર્ગ પર વાહનવ્યવહાર ને અસર પહોંચી હતી.રેલ્વે તંત્ર દ્વારા પાણી ખેંચવાની મોટર બગડી ગઈ હોય પાણી ભરાયાનુ નગર પાલીકાના સુત્રો દ્વારા જણાવાયું હતું.

મળતી માહિતી અનુસાર સવારે ઉમવાડા અંડરબ્રિજમાં ત્રણ ફુટ જેટલુ પાણી ભરાતા નેશનલ હાઇવે,માર્કેટ યાર્ડ તથા અનેક સ્કુલો તરફ જતો વાહનવ્યવહાર અને બાઇક પર જતા રાહદારીઓ ફસાયા હતા.અને કલાકો સુધી અંડરબ્રિજ બંધ રહ્યો હતો.અંડરબ્રિજ પર પાણી ભરાવા અંગે નગરપાલીકા વોટર વર્કસ ચેરમેન આશિફભાઇ ઝકરીયા તથા એન્જિનિયર પ્રતિક કોટેચા એ જણાવ્યું કે અંડરબ્રિજ ની બાજુમાં બુગદો વહેછે.જેથી અંડરબ્રિજ નીચે કુદરતી પાણીની સરવાણીઓ વહેતી હોય છે.આ પાણીનાં નિકાલ માટે રેલ્વે તંત્ર દ્વારા મોટર મુકાઇ છે પણ સવારે મોટર બંધ પડી જતા પાણી ભરાયું હતુ.રેલ્વેને જાણ થતા મોટર રીપેરીંગની તજવીજ હાથ ધરી હતી.પણ પાણી અંગે જવાબદારીની ફેકાફેકીમાં લોકો હેરાન થયા હતા.

આશાપુરા અંડરબ્રિજની પણ આજ હાલત છે.બાજુમાં બુગદો અને આશાપુરા ડેમ આવેલા હોય અંડરબ્રિજમા સતત પાણી વહેતુ રહેછે જેને કારણે કિચ્ચડ થતુ હોય વારંવાર અકસ્માતની સંભવના સર્જાય છે.ખરેખર તો આ બન્ને જગ્યાએ અંડરબ્રિજ ને બદલે ઓવરબ્રિજ હોવા જોઈએ પણ કોઈ અગમ્ય કારણોસર અંડરબ્રિજ ખડકાયા હોય લોકોને પરેશાની ભોગવવી પડે છે.

આ પણ  વાંચો- મિશનની સફળતા માટે ભૂલકાઓની પ્રાર્થના, રાજ્યની શાળાઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન

 

Tags :
Filled with waterGondalPedestrians disturbedUmwadaUnderbridge
Next Article