Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ધો. 12 સાયન્સમાં નાપાસ થયા બાદ યુવક લાપતા, એક્ટીવા સ્ટેશનથી મળ્યું

VADODARA : ગતરોજ ગુજરાત બોર્ડ (GUJARAT BOARD) નું ધો. 12 નું સામાન્ય પ્રવાહ (COMMERCE) અને વિજ્ઞાન પ્રવાહ (SCIENCE STREAM) નું પરિણામ જાહેર થયું હતું. જેમાં શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતો યુવક બે વિષયમાં નાપાસ થયો હતો. બાદમાં તે ટ્યુશન જવાનું કહીને...
vadodara   ધો  12 સાયન્સમાં નાપાસ થયા બાદ યુવક લાપતા  એક્ટીવા સ્ટેશનથી મળ્યું
Advertisement

VADODARA : ગતરોજ ગુજરાત બોર્ડ (GUJARAT BOARD) નું ધો. 12 નું સામાન્ય પ્રવાહ (COMMERCE) અને વિજ્ઞાન પ્રવાહ (SCIENCE STREAM) નું પરિણામ જાહેર થયું હતું. જેમાં શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતો યુવક બે વિષયમાં નાપાસ થયો હતો. બાદમાં તે ટ્યુશન જવાનું કહીને અચાનક લાપતા બનતા પરિવાર ચિંતામાં મુકાયો છે. તો બીજી તરફ આ અંગે પોલીસને જાણ કરતા તેની શોધખોળ તેજ કરી દેવામાં આવી છે. હાલ તબક્કે જાણવા મળ્યું કે, યુવકનું એક્ટીવા રેલવે સ્ટેશનથી મળી આવ્યું છે.

ટ્યુશન જવાનું કહીને ઘરેથી નિકળ્યો

ગુજરાત બોર્ડ દ્વારા પ્રથમ વખત ધો. 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ એક સાથે જાહેર કરવામાં આવ્યું હતું. આમાં વડોદરાના મકરપુરા વિસ્તારમાં રહેતો અમન રાય (ઉં. 19) બે વિષયમાં નાપાસ થયો હતો. ત્યાર બાદ તે ટ્યુશન જવાનું કહીને ઘરેથી નિકળ્યો હતો. પરંતુ ત્યાંથી તે પરત આવ્યો ન્હતો. જેને લઇને પરિવાર ચિંતામાં મુકાયો હતો.

Advertisement

શોધખોળ પરિજનોએ શરૂ કરી

અમનની ભાળ મેળવવા માટે પરિવારે સ્વજનો અને તેના મિત્રોનો સંપર્ક કર્યો હતો. પરંતુ તેની કોઇ ભાળ મળી શકી ન હતી. જેને લઇને પરિવારે સ્થાનિક પોલીસમાં આ અંગેની જાણ કરી હતી. હાલ તબક્કે પ્રાપ્ત વિગતો અનુસાર, તે ગઇ કાલે સવારે 11 - 30 ની આસપાસ ઘરેથી ટ્યુશન જવાનું કહીને પરત ફર્યો ન્હતો. જે બાદ તેની શોધખોળ પરિજનોએ શરૂ કરી હતી. જેમાં કોઇ સફળતા નહિ મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી. યુવકના પિતા સ્વામીનારાયણ મંદિરમાં સેવક હોવાનું સુત્રોએ ઉમેર્યું હતું.

Advertisement

બોમ્બે તરફ જતી ટ્રેન

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, યુવકનું એક્ટીવા રેલવે સ્ટેશન નજીકથી મળી આવ્યું છે. યુવક 12 વાગ્યાના અરસામાં ટીકીટ લેતો સીસીટીવીમાં નજરે પડી રહ્યો છે. તે બોમ્બે તરફ જતી ટ્રેનમાં બેઠો હોવાની પ્રબળ આશંકા છે. હવે આ મામલે તપાસનો દોર તેજ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો -- VADODARA : મુસાફરોની અવર-જવર કરતી ખાનગી કાર પર લખ્યું ON DUTY ELECTION

Tags :
Advertisement

.

×