Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara : 'હરણી હત્યાકાંડ' માં મુખ્ય આરોપી પરેશ શાહ, ગોપાલ શાહના રિમાન્ડ મંજૂર, વાંચો અહેવાલ

વડોદરાના (Vadodara) હરણી લેક બોટ દુર્ઘટના મામલે પોલીસે મુખ્ય આરોપી પરેશ શાહ અને ગોપાલ શાહને આજે કોર્ટમાં રજૂ કર્યા હતા. ક્રાઇમ બાન્ચે પૂછપરછ માટે આરોપીના 10 દિવસના રિમાન્ડની માગ કરી હતી. પરંતુ કોર્ટે આરોપીના આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે....
vadodara    હરણી હત્યાકાંડ  માં મુખ્ય આરોપી પરેશ શાહ  ગોપાલ શાહના રિમાન્ડ મંજૂર  વાંચો અહેવાલ
Advertisement

વડોદરાના (Vadodara) હરણી લેક બોટ દુર્ઘટના મામલે પોલીસે મુખ્ય આરોપી પરેશ શાહ અને ગોપાલ શાહને આજે કોર્ટમાં રજૂ કર્યા હતા. ક્રાઇમ બાન્ચે પૂછપરછ માટે આરોપીના 10 દિવસના રિમાન્ડની માગ કરી હતી. પરંતુ કોર્ટે આરોપીના આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. માહિતી મુજબ, આ રિમાન્ડ દરમિયાન બંને આરોપીના આર્થિક વ્યવહારો અને દસ્તાવેજોની તપાસ કરવામાં આવી શકે છે.

વડોદરાની (Vadodara) ગોઝારી હરણી લેક બોટ દુર્ઘટનામાં 12 માસૂમ બાળક અને 2 શિક્ષિકાના મોત નીપજ્યા હતા. આ હચમચાવે એવી ઘટનામાં જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે મુખ્ય આરોપી પરેશ શાહ (Paresh Shah) અને ગોપાલ શાહ (Gopal Shah) બનાવ પછીથી ફરાર થયા હતા. જો કે, પોલીસે બંનેની ધરપકડ કરી હતી અને આજે કોર્ટમાં રજૂ કરી પૂછપરછ માટે 10 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જો કે, આશરે ત્રણ કલાકની ઉગ્ર દલીલ બાદ નામદાર કોર્ટે (Vadodara) બન્ને આરોપીઓને 8 દિવસના રિમાન્ડ પર મોકલ્યા છે. તેમની પૂછપરછમાં મોટા ખુલાસા થયા તેવી શક્યતાઓ છે.

Advertisement

આર્થિક વ્યવહારો અને દસ્તાવેજોની તપાસ થશે

જણાવી દઈએ કે, મુખ્ય આરોપી પરેશ શાહ કોટિયા પ્રોજેકટનો (Kotia Project) પડદા પાછળનો મુખ્ય સૂત્રધાર છે. પૂછપરછમાં બંને આરોપીના આર્થિક વ્યવહારો અને દસ્તાવેજોની તપાસ થઈ શકે છે. સાથે તેમના કોલ ડિટેલ્સની તપાસ પણ કરવામાં આવશે. આરોપીની કયા નેતા અને અધિકારી સાથે સંડોવણી હતી ? તેના પરથી પડદો ઊઠી શકે છે.

Advertisement

આ પણ વાંચો - RepublicDay2024 : કચ્છમાં જવાનોનું સ્વચ્છ અભિયાન, મોરબી-દ્વારકામાં ધ્વજવંદન-સાંસ્કૃતિક કાર્યક્રમ થયા, જુઓ તસવીરો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×