Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : મોબાઇલનું વળગણ જીવ કરતા પણ વધારે વ્હાલુ

VADODARA : વડોદરા અભયમ (VADODARA - ABHAYAM) ની ટીમ સમક્ષ બે કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં યુવા પેઢીને મોબાઇલનું વળગણ તેમના જીવ કરતા પણ વધારે વ્હાલું હોવાનું સામે આવ્યું છે. બંને કિસ્સામાં અભયમની મદદ માંગવામાં આવતા ટીમ સ્થળ પર પહોંચી...
vadodara   મોબાઇલનું વળગણ જીવ કરતા પણ વધારે વ્હાલુ
Advertisement

VADODARA : વડોદરા અભયમ (VADODARA - ABHAYAM) ની ટીમ સમક્ષ બે કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં યુવા પેઢીને મોબાઇલનું વળગણ તેમના જીવ કરતા પણ વધારે વ્હાલું હોવાનું સામે આવ્યું છે. બંને કિસ્સામાં અભયમની મદદ માંગવામાં આવતા ટીમ સ્થળ પર પહોંચી હતી. અને બંને કિસ્સામાં અસરકારક કાઉન્સિલીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે બાદ જરૂર જણાતા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું હાલ તબક્કે સુત્રો જણાવી રહ્યા છે.

ખાવામાં પણ ધ્યાન નથી

પ્રથમ કિસ્સામાં અભયમની ટીમને કોલ મળતા ટીમ સ્થળે પહોંચી હતી. ત્યાં પહોંચી જાણ્યું કે, પરિવારની દિકરી 18 વર્ષની છે. તે સામાન્ય પરિવારમાંથી આવે છે. પિતા નજીકની જીઆઇડીસીમાં આવેલી કંપનીમાં કામ કરે છે. આજે દિકરીનો જન્મદિવસ હોવાથી તેણે રૂ. 1500 માંગ્યા હતા. જે આપી શકાયા ન્હતા. દિકરી એક વર્ષથી સતત મોબાઇલમાં વ્યસ્ત રહે છે. તે તેના રૂમમાં એકલી જ રહેવાનું પસંદ કરે છે. તેનો મોબાઇલ લઇ લો તો ભયંદર જીદે ચઢે છે. અને હાથમાં ચપ્પુ મારીને પોતાનું નુકશાન કરી દે છે. વસ્તુઓ તોડી નાંખે છે. મોબાઇલનું વળગણ એટલું કે, તે ખાવામાં પણ ધ્યાન નથી આપતી.

Advertisement

અભદ્ર વર્તન કર્યું

દિકરી એક યુવક સાથે જન્મદિવસની ઉજવણી કરવાની હતી. અભયમની ટીમે દિકરીનું અસરકારક કાઉન્સિલીંગ કરતા જાણ્યું કે, તે એક વર્ષથી યુવકના સંપર્કમાં છે. તેઓ ઇન્સ્ટાગ્રામ પર ચેટીંગ કરે છે. યુવકે તેની જોડે અભદ્ર વર્તન કર્યું છે. અને તે ખરાબ ફોટો સેન્ડ કરવા તેમજ શારીરિક સંબંધ માટે તેની જોડે ગેરવર્તણુંક કરે છે. તેણે તેના માતાપિતા માટે પણ ખરાબ શબ્દોનો પ્રયોગ કર્યો છે. અભયમની ટીમે યુવકને બોલાવીને તેને પોક્સો સહિતના કાયદાની અસરકારક સમજ આપી હતી. દિકરીએ ટીમની સામે જ નસ કાપવાનો પ્રયત્ન કરતા અને મોબાઇલની જીદ કરતા મામલે વધુ કાર્યવાહી માટે પોલીસ મથકમાં અરજી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

મોબાઇલ વગર નહી જીવી શકું

બીજા કેસમાં અભયમટની ટીમને કોલ મળતા તેઓ સ્થળ પર પહોંચ્યા હતા. ત્યાં જઇ જાણ્યું કે, 20 વર્ષની દિકરી મોબાઇલમ માટે જીદે ચઢી છે. તે ઘર છોડીને જતી રહે છે. ઘરે રૂમમાં તેણે દુપટ્ટો બાંધીને હું મોબાઇલ વગર નહી જીવી શકું તેમ કહી માતા-પિતાને પરેશાન કરે છે. તે એક યુવક સાથે મોબાઇલમાં સતત વાતો કર્યા કરે છે. બાદમાં અભયમની ટીમે માતા-પિતાને વધુ કાર્યવાહી અર્થે સ્થાનિક પોલીસ મથકમાં અરજી કરવા જણાવ્યું હતું.

પોલીસ મથકમાં વધુ કાર્યવાહી

આમ, ઉપરોક્ત બંને કેસોમાં અભયમની ટીમની મદદ માંગવામાં આવતા તેઓ પહોંચ્યા હતા. અને અસરકારક કાઉન્સિલીંગ કર્યું હતું. અને સંજોગો અનુસાર જરૂર જણાતા બંને કિસ્સાઓમાં સ્થાનિક પોલીસ મથકમાં વધુ કાર્યવાહી અર્થે અરજી કરાવવા માટે જણાવાયું હતું.

આ પણ વાંચો -- VADODARA : VMC ની કચેરી નજીક રહેતા રહીશો દુર્ગંધ મારતા પાણીથી ત્રસ્ત

Tags :
Advertisement

.

×