Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : મધરાત્રે લોકર માથે ઉઠાવી તસ્કર ટોળકી ફરાર

VADODARA : આપણે ઘરની બહાર હોય તો તાળુ તુટવાની ચિંતા રહેતી હોય છે. તેવામાં તિજોરીના લોકરમાં સામાન સુરક્ષિત માનીને તેમાં બધુ મુકી રાખીએ છીએ. પરંતુ હવે આ વાતનો પણ ભરોસો થાય તેમ નથી. વડોદરાના ભાયલી (VADODARA BHAYLI) વિસ્તારમાં તસ્કરોની ટોળકી...
vadodara   મધરાત્રે લોકર માથે ઉઠાવી તસ્કર ટોળકી ફરાર
Advertisement

VADODARA : આપણે ઘરની બહાર હોય તો તાળુ તુટવાની ચિંતા રહેતી હોય છે. તેવામાં તિજોરીના લોકરમાં સામાન સુરક્ષિત માનીને તેમાં બધુ મુકી રાખીએ છીએ. પરંતુ હવે આ વાતનો પણ ભરોસો થાય તેમ નથી. વડોદરાના ભાયલી (VADODARA BHAYLI) વિસ્તારમાં તસ્કરોની ટોળકી રાત્રે 3 વાગ્યાના આરસામાં ઘરનું તાળું તોડી લોકર માથે ઉઠાવીને લઇ જતી સીસીટીવી (LIVE CCTV) માં નજરે પડી રહી છે. આ ટોળકી દ્વારા સિક્યોરીટી ગાર્ડ પર પણ પથ્થરો મારવામાં આવ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

ભરોસો ન થાય તેવી ઘટના

હાલ ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે. તે દરમિયાન પરિવારો બહારગામ ફરવા જવાનું પસંદ કરતા હોય છે. ત્યારે આ સમયે તસ્કરો પણ તરખાટ મચાવતા હોય છે. બહારગામ જતા પરિવારોમાં ઘરનું તાળુ તુટવાને લઇને એક ચિંતા રહેવી સ્વભાવિક છે. પરંતુ તેમનો કિમતી સામાન તિજોરીના લોકરમાં સુરક્ષીત મનાતું હોવાથી ત્યાં મુકવામાં આવે છે. જો કે, હવે આ વાતનો પણ ભરોસો ન થાય તેવી ઘટના સામે આવી છે.

Advertisement

તસ્કરના માથે તિજોરીનું લોકર

વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલા મોનાલીસા લેકવુડ સોસાયટીમાં તસ્કરોએ ભારે તરખાટ મચાવ્યો છે. સિક્યોરીટી ગાર્ડ હોવા છતા તસ્કરોએ ત્રણ ઘરના તાળા તોડ્યા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાના સીસીટીવી સામે આવતા સૌ કોઈ ચોંક્યા છે. સીસીટીવીમાં રાત્રે ત્રણ વાગ્યાના આરસામાં તસ્કરોની ટોળકી આવી હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. એક ફુટેજમાં જોવા મળે છે કે, ચાર પૈકી એક તસ્કરના માથે તિજોરીનું લોકર છે. તેને સાચવીને તેઓ ધીમા પગે જઇ રહ્યા છે. બીજા એક ફુટેજમાં સિક્યોરીટી ગાર્ડ દંડા પછાડતો ચોરોની પાછળ દોડે છે. પરંતુ ચોરો ભાગવામાં સફળ થઇ જાય છે. સુત્રો જણાવી રહ્યા છે કે, તસ્કરો દ્વારા સિક્યોરીટી ગાર્ડને પથ્થરો મારવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે પોલીસના પેટ્રોલીંગ પર સવાલો ઉઠવા પામ્યા છે. ઘટનાની જાણ થતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : ડેન્ટિસ્ટ અને પેશન્ટ વચ્ચેની મગજમારીમાં પોલસની એન્ટ્રી

Tags :
Advertisement

.

×