Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara : કોટિયા પ્રોજેક્ટમાં ભાગીદાર અને આરોપી દીપેન અને ધ્રુમિલ શાહની પૂછપરછમાં મોટા ખુલાસા

વડોદરા (Vadodara) હરણી લેક ઝોન (Harani Lake Zone) દુર્ઘટના મામલે તપાસમાં મોટા ખુલાસા સામે આવ્યા છે. ગઈકાલે કોર્ટે કોટિયા પ્રોજેક્ટમાં (Kotia Project) 5-5 ટકાના ભાગીદાર દિપેન શાહ અને ધ્રુમિલ શાહના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જો કે, પોલીસે 10...
vadodara   કોટિયા પ્રોજેક્ટમાં ભાગીદાર અને આરોપી દીપેન અને ધ્રુમિલ શાહની પૂછપરછમાં મોટા ખુલાસા
Advertisement

વડોદરા (Vadodara) હરણી લેક ઝોન (Harani Lake Zone) દુર્ઘટના મામલે તપાસમાં મોટા ખુલાસા સામે આવ્યા છે. ગઈકાલે કોર્ટે કોટિયા પ્રોજેક્ટમાં (Kotia Project) 5-5 ટકાના ભાગીદાર દિપેન શાહ અને ધ્રુમિલ શાહના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જો કે, પોલીસે 10 દિવસના રિમાન્ડની માગ કરી હતી. આ બંને આરોપીઓની પોલીસે પૂછપરછ હાથ ધરી છે, જેમાં મોટા ખુલાસા થયા છે. દુર્ઘટના બાદ દીપેન શાહ (Dipen Shah) કાર મારફતે વડોદરાથી કરજણ ગયો હતો અને પછી મહારાષ્ટ્ર બોર્ડર પર પહોચ્યો હતો. દીપેન શાહ પોલીસને સહકાર નથી આપી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

વડોદરા (Vadodara) હરણી લેક ઝોન દુર્ઘટના મામલે કોટિયા પ્રોજેક્ટમાં (Kotia Project) 5-5 ટકાના ભાગીદાર દિપેન શાહ અને ધ્રુમિલ શાહના (Dhrumil Shah) 5 દિવસના રિમાન્ડ મંજૂર થતા પોલીસે તેમની પૂછપરછ આદરી હતી, જેમાં મોટા ખુલાસા થયા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, દુર્ઘટના બાદ દીપેન શાહ કાર મારફતે વડોદરાથી કરજણ (Karajan) અને પછી મહારાષ્ટ્ર બોર્ડર પર પહોચ્યો હતો. પૂછપરછમાં આરોપીઓએ પોલીસને જણાવ્યું કે, કોટિયા પ્રોજેક્ટમાં બંનેએ ભાગીદારી ઘટાડી હતી. 1 વર્ષમાં ભાગીદારી 60 ટકાથી ઘટાડીને 10 ટકા કરી હતી. જો કે, ભાગીદારી ઘટાડવા પાછળનું કારણ હાલ જાણવા મળ્યું નથી. પરંતુ, માહિતી છે કે પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

Advertisement

દીપેન શાહ પોલીસને સહકાર આપી રહ્યો નથી

આ સાથે જાણવા મળ્યું છે કે, આરોપી દીપેન શાહ પોલીસને સહકાર આપી રહ્યો નથી. પોલીસે મોબાઈલ ક્યાં ગયો ? તેનો નંબર શું છે ? સવાલો કરતા દીપેને જવાબ આપ્યો કે મને કાંઇ જ ખબર નથી. ગઈકાલે કોર્ટે બંને આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરીને બંનેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા હુકમ કર્યો હતો. ત્યારે રિમાન્ડ પૂર્ણ થતા બંનેને ફરી કોર્ટમાં રજૂ કરાશે.

આ પણ વાંચો - Surat : તમિલનાડુની કુખ્યાત ત્રિચી ગેંગ ફરી સક્રીય! હીરા વેપારી પર ખંજવાડનો પાવડર નાંખી રૂ.10 લાખની ચોરી

Tags :
Advertisement

.

×