Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : હરણી બોટકાંડ મામલે કોર્પોરેટરે લખ્યું, "આ જીવ કમિશન ખાવામાં ગયા"

VADODARA : રાજકોટ ગેમ ઝોન દુર્ધટનામાં (RAJKOT GAME ZONE FIRE ACCIDENT) તપાસનો ધમધમાટ પુરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે તે પહેલા વડોદરામાં બનેલી હરણી બોટ કાંટ (VADODARA HARNI BOAT ACCIDENT) ની દુર્ઘટના મામલે આજે ભાજપના કોર્પોરેટર આશિષ જોશીનું દુખ સોશિયલ મીડિયા...
vadodara   હરણી બોટકાંડ મામલે કોર્પોરેટરે લખ્યું   આ જીવ કમિશન ખાવામાં ગયા
Advertisement

VADODARA : રાજકોટ ગેમ ઝોન દુર્ધટનામાં (RAJKOT GAME ZONE FIRE ACCIDENT) તપાસનો ધમધમાટ પુરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે તે પહેલા વડોદરામાં બનેલી હરણી બોટ કાંટ (VADODARA HARNI BOAT ACCIDENT) ની દુર્ઘટના મામલે આજે ભાજપના કોર્પોરેટર આશિષ જોશીનું દુખ સોશિયલ મીડિયા પર છલકાયું હોવાનું સામે આવ્યું છે. આજે તેમણે મૃતકોના ફોટા સાથે બે તસ્વીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે. જેમાં તેમણે લખ્યું કે, આ જીવ રૂ. 750 માં રૂ. 300 કમિશન ખાવામાં ગયા. બે તસ્વીરોના કેપ્શનમાં તેમણે લખ્યું કે, હિસ્સા હિચકીયોં કા બનીએ જનાબ ! સિસકીયોં કા નહી.

Advertisement

સિસકીયોં કા નહી

વડોદરામાં હરણી બોટકાંડની ઘટના સામે આવી હતી. જેમાં બે શિક્ષકો સહિત 14 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જાન્યુઆરી માસમાં સામે આવેલી ઘટનામાં આજે વડોદરા ભાજપના કોર્પોરેટર આશિષ જોશી દ્વારા હરણી બોટકાંડમાં મૃતકો પ્રત્યે સંવેદના દર્શાવતી સોશિયલ મીડિયા પોસ્ટ કરવામાં આવી છે. જેમાં મૃતકોની તસ્વીર નીચે લખ્યું છે કે, આ જીવ રૂ. 750 માં રૂ. 300 કમિશન ખાવામાં ગયા. સાથે જ તેમણે ફોટો કેપ્શનમાં લખ્યું છે કે, હિસ્સા હિચકીયોં કા બનીએ જનાબ ! સિસકીયોં કા નહી.

Advertisement

પગલાં લેવાયા નથી

તાજેતરમાં આશિષ જોશી દ્વારા પીપીપી મોડલ સહિત અનેક મામલે અણિયારા સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. ભાજપના કોર્પોરેટર આશિષ જોશી હરણી બોટ દુર્ઘટના મામલે અગાઉ પણ અનેક વખત અવાજ ઉઠાવી ચુક્યા છે. પરંતુ હજીસુધી આ મામલે કોઇ નક્કર પગલાં લેવાયા નથી. જેને લઇને સવાલો શહેરવાસીઓના મનમાં પણ ઉઠી રહ્યા છે.

સમય લાગી રહ્યો છે

વડોદરાની ઘટના બાદ રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના સામે આવી હતી. જેમાં ગેમ ઝોન સંચાલકો, પોલીસ, પાલિકા, ફાયર સહિત તમામ વિભાગના બેજવાબદારો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ તેની સરખામણીએ વડોદરામાં હજીસુધી બેજવાબદારો નક્કી કરી શકવામાં તંત્રને સમય લાગી રહ્યો છે. જેને લઇને પણ અગાઉ અનેક સવાલો ઉઠવા પામ્યા હતા.

આ પણ વાંચો -- VADODARA : ભાજપના મહિલા કોર્પોરેટરે કોન્ટ્રાક્ટરને “પાવર” બતાવ્યો

Tags :
Advertisement

.

×