Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : લોકસભાના બેઠકના BJP ના ઉમેદવારને PM MODI નો પત્ર

VADODARA : વડોદરાની લોકસભા બેઠક (VADODARA LOKSABHA SEAT) પર ભાજપના ઉમેદવાર ડો. હેમાંગ જોશી (BJP CANDIDATE DR. HEMANG JOSHI) ને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM NARENDRA MODI) દ્વારા પત્ર લખવામાં આવ્યો છે. જેમાં અનેકવિધ મુદ્દોઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પત્રમાં વડાપ્રધાન...
vadodara   લોકસભાના બેઠકના bjp ના ઉમેદવારને pm modi નો પત્ર
Advertisement

VADODARA : વડોદરાની લોકસભા બેઠક (VADODARA LOKSABHA SEAT) પર ભાજપના ઉમેદવાર ડો. હેમાંગ જોશી (BJP CANDIDATE DR. HEMANG JOSHI) ને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM NARENDRA MODI) દ્વારા પત્ર લખવામાં આવ્યો છે. જેમાં અનેકવિધ મુદ્દોઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વાસ સાથે કહ્યું કે, તમે સાંસદમાં મતદારોના ભરપૂર આશીર્વાદ લઈને આવશો.

પ્રચંડ જનસમર્થન મળી રહ્યું છે

વડોદરામાં લોકસભાની સામાન્ય ચૂંટણી અને વાઘોડિયા વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાવવા જઇ રહી છે. ભાજપ દ્વારા લોકસભા બેઠક પર ડો. હેમાંગ જોશીને ઉમેદવાર બનાવ્યા છે, તો વાઘોડિયા બેઠક પર ધર્મેન્દ્ગસિંગ વાઘેલાને ઉતારવામાં આવ્યા છે. ભાજપના બંને ઉમેદવારોનો પ્રચંડ જનસમર્થન મળી રહ્યું છે. જેમ જેમ મતદાનની તારીખો નજીક આવી રહી છે, તેમ તેમ ભાજપના લોકસભા ઉમેદવાર વધુમાં વધુ લોકો સુધી પહોંચી રહ્યા છે. અને જનજનના આશિર્વાદ મેળવી રહ્યા છે. તેવામાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વડોદરા લોકસભા બેઠકના યુવા ઉમેદવાર ડો. હેમાંગ જોશીને પત્ર લખવામાં આવ્યો છે.

Advertisement

Advertisement

વિશેષતા અને અનુભવ જનતા માટે મહત્વપૂર્ણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડો. હેમાંગ જોશીને લખવામાં આવેલા પત્રમાં જણાવ્યું છે કે, નાની ઉંમરમાં તમે શ્રમ-રોજગારમાં સલાહકાર સભ્યની ભૂમિકા નિભાવી છે, યુવા રાજનીતિને નવી દિશા આપવામાં તમારુ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. તમારો ડોકટર-સાંસદ રૂપે તમારી વિશેષતા અને અનુભવ જનતા માટે મહત્વપૂર્ણ રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમ પણ કહ્યું કે, મને વિશ્વાસ છે કે સાંસદમાં મતદારોના ભરપૂર આશીર્વાદ લઈને આવશો.

પ્રચારમાં ઉત્સાહ અને ઉમંગ આવશે

આમ, વડોદરા સહિત ગુજરાતની તમામ બેઠકો પર 7 મે, ના રોજ મતદાન થવા જઇ રહ્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વડોદરાના લોકસભા ઉમેદવારનો લખવામાં આવેલો પત્ર અંતિમ દિવસોમાં તેમના ચૂંટણી પ્રચારમાં પ્રચંડ ઉત્સાહ અને ઉમંગ લાવનારો સાબિત થશે. અત્રે નોંધનીય છે કે, અગાઉ ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા 10 લાખની લીડથી વિજેતા થવાની તક હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો -- VADODARA : પોલીસની બેરહેમીનો ભોગ લારીધારક બન્યો, યુવકની હાલત નાજુક

Tags :
Advertisement

.

×