Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : યાત્રાધામ ચાંદોદનો મુખ્ય પ્રવેશદ્વાર ધરાશાયી

VADODARA : વડોદરા (VADODARA) પાસે આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ ચાંદોદનો (CHANDOD YATRADHAM) મુખ્ય પ્રવેશદ્વાર ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં હાઇવા ટ્રક મુખ્ય ગેટ (MAIN GATE) પાસે અથડાતા અકસ્માત સર્જાયો હોવાનું હાલ તબક્કે જાણવા મળી રહ્યું છે. આ ઘટનામાં...
vadodara   યાત્રાધામ ચાંદોદનો મુખ્ય પ્રવેશદ્વાર ધરાશાયી
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) પાસે આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ ચાંદોદનો (CHANDOD YATRADHAM) મુખ્ય પ્રવેશદ્વાર ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં હાઇવા ટ્રક મુખ્ય ગેટ (MAIN GATE) પાસે અથડાતા અકસ્માત સર્જાયો હોવાનું હાલ તબક્કે જાણવા મળી રહ્યું છે. આ ઘટનામાં બે બાઇક ગેટના કાટમાળમાં દબાઇ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા છે. અને મદદે લાગ્યા છે.

બે બાઇક ચગદાઇ ગઇ

વડોદરા પાસે સુપ્રસિદ્ધ યાત્રાધામ ચાંદોદ આવેલું છે. અહિંયા કરનાળી કુબેરદાદાના દર્શને અમાવસ્યાના દિવસે શ્રદ્ધાળુઓ દુર દુરથી આવતા હોય છે. અમાવસ્યા પર દર્શનનો ખાસ મહિમા હોવાથી અહિંયા મેળાવડો જામતો હોય છે. આજે યાત્રાધામ ચાંદોદનો મુખ્ય પ્રવેશદ્વારા ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. આ ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, આજે હાઇવા ટ્રક ગેટ પાસે અથડાતા ધરાશાયી થયું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં પ્રવેશ દ્વારા પાસે મુકેલી બે બાઇક ચગદાઇ ગઇ હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે.

Advertisement

Advertisement

પોલીસ દોડી આવી

ધડાકાભેર ધરાશાઇ થયેલા ગેટને કારણે આસપાસના લોકો દોડી આવ્યા હતા. અને સ્થિતીમાં મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો. તો બીજી તરફ સ્થાનિક પોલીસને જાણ થતા જ તેઓ પણ દોડી આવ્યા હતા. અને વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

જાનહાની નહિ

સ્થાનિક સુત્રોના જણાવ્યા અનુસાર, આ મોટી દુર્ઘટનામાં હજી સુધી કોઇ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. આ ઘટના બાદ સ્થાનિક પોલીસ દ્વારા હાઇવા ટ્રક ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો -- VADODARA : TASTE OF VADODARA ઇવેન્ટના ઘોંઘાટથી રહીશો ત્રસ્ત

Tags :
Advertisement

.

×