ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : છાણી બ્રિજ પર ટ્રક ચાલકે બે કારને અડફેટે લેતા મોટું નુકશાન

VADODARA : વડોદરા (VADODARA) માં પ્રવેશતા આવતા છાણી બ્રિજ પર ટ્રક ચાલકે બે કારને અડફેટે લઇને મોટું નુકશાન પહોંચાડ્યું છે. આ ઘટનામાં ટ્રક ચાલક નશાની હાલતમાં હોવાનું સ્થળ પર હાજર લોકોનું જણાવવું છે. આ ઘટનામાં કોઇ જાનહાની થઇ હોવાનું હાલ...
12:42 PM Jul 06, 2024 IST | PARTH PANDYA
VADODARA : વડોદરા (VADODARA) માં પ્રવેશતા આવતા છાણી બ્રિજ પર ટ્રક ચાલકે બે કારને અડફેટે લઇને મોટું નુકશાન પહોંચાડ્યું છે. આ ઘટનામાં ટ્રક ચાલક નશાની હાલતમાં હોવાનું સ્થળ પર હાજર લોકોનું જણાવવું છે. આ ઘટનામાં કોઇ જાનહાની થઇ હોવાનું હાલ...

VADODARA : વડોદરા (VADODARA) માં પ્રવેશતા આવતા છાણી બ્રિજ પર ટ્રક ચાલકે બે કારને અડફેટે લઇને મોટું નુકશાન પહોંચાડ્યું છે. આ ઘટનામાં ટ્રક ચાલક નશાની હાલતમાં હોવાનું સ્થળ પર હાજર લોકોનું જણાવવું છે. આ ઘટનામાં કોઇ જાનહાની થઇ હોવાનું હાલ તબક્કે સામે આવ્યું નથી. પરંતુ વહેલી સવારે પીક અવર્સમાં થયેલા અકસ્માતને પગલે ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા છે. ઘટના અંગે જાણ થતા જ સ્થાનિક પોલીસ તાત્કાલીક દોડી આવી છે. અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

એક કારનું રસ્તા પર શિર્ષાસન

વડોદરામાં ભારદારી વાહનોના અકસ્માતની ઘટનાઓ જાણે અટકવાનું નામ નથી લઇ રહી. સમયાંતરે આ પ્રકારની ઘટનાઓ સામે આવ્યા બાદ તેના પર કાબુ મેળવવામાં ટ્રાફીક પોલીસ તંત્રને ધારી સફળતા મળી નથી. ત્યારે આજે સવારે વધુ એક વખત આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં શહેરમાં પ્રવેશતા સમયે આવતા છાણી ઓવર બ્રિજ પર બેકાબુ બનેલા ટ્રકે બે કારને અડફેટે લીધી છે. જેમાં બંને કારને મોટું નુુકશાન પહોંચ્યું છે. બે પૈકી એક કારનું તો રસ્તા પર શિર્ષાસન કરી દીધું હોવાનું જોવા મળી રહ્યું છે.

શંકાસ્પદ પારદર્શી થેલીઓ મળી આવી

સ્થળ પર હાજર લોકોના જણાવ્યા અનુસાર, ટ્રક સામાન ઓવર લોડ હતો. અને ટ્રકના આગળના ભાગે વડોદરા જિલ્લા લખેલું એક પોસ્ટર લગાડવામાં આવ્યું હતું. જેથી આ ટ્રક કોઇ સરકારી સામાન લઇ જતો હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ જણાઇ આવે છે. આ ટ્રકમાંથી શંકાસ્પદ પારદર્શી થેલીઓ મળી આવી છે. સાથે જ ટ્રક ચાલક નશામાં હોવાનું લોકોનું માનવું છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ દોડી આવી છે. અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ટ્રક ચાલક નશાની હાલતમાં ખરેખર હતો કે નહી તે મેડીકલ તપાસ બાદ સામે આવશે. આ ઘટનામાં કોઇ જાનહાનીના સમાચાર હાલ તબક્કે સામે આવવા પામ્યા નથી.

આ પણ વાંચો -- VADODARA : છેવાડાની સોસાયટીમાં ચડ્ડી-બનિયાનધારી ગેંગની દહેશત

Tags :
AccidentBridgecarchhaniHugelostovertruckTwoVadodara
Next Article