Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : કલેક્ટર કચેરીએ અસુવિધાનો ભોગ બન્યા અરજદારો

VADODARA : વડોદરાના કલેક્ટર કચેરી (VADODARA COLLECTOR OFFICE) એ નાગરિકો આજે અસુવિધાનો ભોગ બન્યા હોય તેવી ઘટના સામે આવી છે. કલેક્ટર કચેરીમાં કાર્યરત જનસેવા કેન્દ્રમાં આજે રીસેસ બાદથી સાંજે ચાર વાગ્યા સુધી કોઇ ન આવતા અરજદારોએ બેસીને વાટ જોવાનો વારો...
vadodara   કલેક્ટર કચેરીએ અસુવિધાનો ભોગ બન્યા અરજદારો
Advertisement

VADODARA : વડોદરાના કલેક્ટર કચેરી (VADODARA COLLECTOR OFFICE) એ નાગરિકો આજે અસુવિધાનો ભોગ બન્યા હોય તેવી ઘટના સામે આવી છે. કલેક્ટર કચેરીમાં કાર્યરત જનસેવા કેન્દ્રમાં આજે રીસેસ બાદથી સાંજે ચાર વાગ્યા સુધી કોઇ ન આવતા અરજદારોએ બેસીને વાટ જોવાનો વારો આવ્યો હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં વહીવટી તંત્ર દ્વારા લોકોની માંગને ધ્યાને રાખીને જનસેવા કેન્દ્રો વધુ સમય સુધી ચાલુ રાખવાનું સુચન કર્યું હતું. પરંતુ આ સુચનનું જિલ્લા કલેક્ટર કચેરીમાં જ પાલન નહિ થતું હોવાનું સામે આવવા પામ્યું છે.

કેન્દ્રોને વધુ સમય કાર્યરત રાખવાનું સુચન

હાલ એડમિશનની મોસમ ખીલી છે. તાજેતરમાં જ બોર્ડની પરીક્ષાના પરિણામો સામે આવ્યા છે. જે બાદ વધુ અભ્યાસ માટે એડમિશન લેવા માટે વિવિધ સર્ટીફીકેટની જરૂર પડે છે. આ સર્ટીફીકેટના આધારે સરકારી લાભ મળતા હોય છે. આ સ્થિતીને ધ્યાને રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જનસેવા કેન્દ્રોને વધુ સમય સુધી કાર્યરત રાખવા માટેનુ સુચન કરવામાં આવ્યું હતું. જેની અમલવારી આ સપ્તાહની શરૂઆતથી થઇ ગઇ છે. પરંતુ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જ આ સુચનનો અમલ નહિ થતો હોવાનો કિસ્સો ધ્યાને આવ્યો છે.

Advertisement

અરજદારો રોષે ભરાયા

આજે જિલ્લા કલેક્ટરની કચેરી ખાતે કાર્યરત જનસેવા કેન્દ્રમાં કામ અર્થે અરજદારો આવ્યા હતા. બપોરના 2 - 3 વાગ્યા સુધીમાં લંચ બ્રેક હોવાના કારણે કેન્દ્રનું કામકાજ બંધ હતું. ત્યાર બાદ ચાર વાગ્યા સુધી કેન્દ્રનું કામકાજ શરૂ કરવામાં નહિ આવતા અરજદારો રોષે ભરાયા હતા. અને આ પ્રકારની લાલીયાવાડી બંધ કરવા જણાવ્યું હતું.

Advertisement

અસંખ્ય લોકોને તકલીફ પડી

અરજદાર જયંતિભાઇ પટેલ જણાવે છે કે, કલેક્ટર કચેરી ખાતે જનસેવા કેન્દ્ર આવેલું છે. અહિંયા અનેક અરજદારો કામો લઇને આવ્યા છે. કેન્દ્રમાં રીસેષનો ટાઇમ 2 - 3 લખવામાં આવ્યો છે. અત્યારે 4 વાગ્યા છે. અહિંયા જનસેવા કેન્દ્ર બંધ છે. અને અસંખ્ય લોકોને તકલીફ પડી રહી છે. આ અંગે કલેક્ટરને વિનંતી કરીએ છીએ, આના પર ધ્યાન આપો.

આ પણ વાંચો -- VADODARA : “….આ લોકોને બેસવા નહિ દઉં”, વિજ કંપનીથી ત્રસ્ત લોકોની મદદે કોર્પોરેટર

Tags :
Advertisement

.

×