Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : આણંદ પોલીસનું કામ આસાન કરતી વડોદરા ક્રાઇમ બ્રાન્ચ

VADODARA : વડોદરા ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) દ્વારા બાતમીના આધારે રીઢા ગુનેગારને તેના ઘર પાસેથી શોધી કાઢ્યો છે. આ રીઢો ગુનેગાર આણંદ જિલ્લાના (ANAND DISTRICT) પાંચ પોલીસ મથકમાં ચોપડે ચઢી ચુક્યો છે. તેની ધરપકડથી બચવા માટે તે નાસતો -...
vadodara   આણંદ પોલીસનું કામ આસાન કરતી વડોદરા ક્રાઇમ બ્રાન્ચ
Advertisement

VADODARA : વડોદરા ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) દ્વારા બાતમીના આધારે રીઢા ગુનેગારને તેના ઘર પાસેથી શોધી કાઢ્યો છે. આ રીઢો ગુનેગાર આણંદ જિલ્લાના (ANAND DISTRICT) પાંચ પોલીસ મથકમાં ચોપડે ચઢી ચુક્યો છે. તેની ધરપકડથી બચવા માટે તે નાસતો - ફરતો હતો. વડોદરા ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) દ્વારા તેની અટકાયત કરીને આણંદ જિલ્લાના પોલીસ મથકમાં જાણ કરી છે. જે બાદ તેઓ વધુ કાર્યવાહી હાથ ધરશે. આમ, વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આણંદ પોલીસનું કામ આસાન કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ધરપકડથી બચવા માટે નાસતો ફરતો

વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી. જેના આધારે ટીમે રવીસીંગ તારાસીંગ સરદાર (સીકલીગર) (ઉં. 32) (રહેય રણોલી, બળિયાદેન વગર, વડોદરા) ને તેના મકાન પાસેથી રાત્રીના સમયે શોધી કાઢ્યો હતો. જે બાદ તેની પુછપરછ કરવામાં આવતા તેની સામે આણંદ જિલ્લાના આણંદ રૂરલ, ખંભોળજ, વાસદ, આંકલાવ, બોરસદ પોલીસ મથકમાં પાંચ જેટલા ગુનાઓ નોંધાયા હોવાનું જાણવા મળ્યું હતું. અને તે ધરપકડથી બચવા માટે નાસતો ફરતો હોવાનું પણ ધ્યાને આવ્યું હતું. વડોદરા ક્રાઇમ બ્રાન્ચચ દ્વારા તેની અટકાયત કરીને આણંદના પાંચેય પોલીસ મથકમાં જાણ કરવામાં આવી છે. જે બાદ તેઓ વધુ કાર્યવાહી હાથ ધરનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

લાંબો ગુનાહિત ઇતિહાસ

આરોપી રવીસીંગ તારાસીંગ સરદાર (સીકલીગર) સામા આણંદ જિલ્લાના પાંચ પોલીસ મથક આણંદ રૂરલ, ખંભોળજ, વાસદ, આંકલાવ, બોરસદ પોલીસ મથકમાં ઘરફોડ ચોરીના ગુના નોંધવામાં આવ્યા છે. અને અત્યાર સુધી તે પોલીસની ધરપકડથી દુર હતો. અટકાયત કરવામાં આવેલ રવીસીંગ લાંબો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેની સામે વડોદરા સહિત અલગ અલગ પોલીસ મથકમાં ઘરફોડ ચોરી, મારામારી સહિતના 10 ગુનાઓ નોંધાઇ ચુક્યા છે. આમ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આણંદ પોલીસનું કામ આસાન કરી દીધું હતું.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : રીક્ષામાં ગાંજાની સવારી સાથે “દાલપુલાવ” ઝબ્બે

Tags :
Advertisement

.

×