Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : 0 થી 5 વર્ષના 1.51 લાખ બાળકોને પોલીયોની રસીથી રક્ષિત કરાશે

VADODARA : વડોદરા (VADODARA) જિલ્લામાં આગામી તા. ૨૩ જૂન ૨૦૨૪ના રોજ પોલીયો નાબૂદીનું ખાસ અભિયાન યોજાશે. આ અભિયાન હેઠળ વડોદરા જિલ્લામાં ૦ થી ૫ વર્ષના ૧,૫૧,૩૬૧ બાળકોને પોલીયોની રસી (POLIO VACCINATION) પીવડાવી રક્ષિત કરવા માટે ઘનિષ્ઠ આયોજન કરવામાં આવ્યું છે....
vadodara   0 થી 5 વર્ષના 1 51 લાખ બાળકોને પોલીયોની રસીથી રક્ષિત કરાશે
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) જિલ્લામાં આગામી તા. ૨૩ જૂન ૨૦૨૪ના રોજ પોલીયો નાબૂદીનું ખાસ અભિયાન યોજાશે. આ અભિયાન હેઠળ વડોદરા જિલ્લામાં ૦ થી ૫ વર્ષના ૧,૫૧,૩૬૧ બાળકોને પોલીયોની રસી (POLIO VACCINATION) પીવડાવી રક્ષિત કરવા માટે ઘનિષ્ઠ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના તમામ સા.આ.કેન્દ્ર., તાલુકા હેલ્થ ઓફીસરો, મેડીકલ ઓફીસરો, પ્રા.આ.કેન્દ્ર/અર્બન પ્રા.આ.કેન્દ્ર તેમજ તમામ આરોગ્ય સુપરવાઇઝરોની વિગતવાર તાલીમ WHO ના ડો.મેકવાન તથા RCHO ડો. લાખાણીએ આપી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મીનાક્ષી ચૌહાણે તમામને સારી કામગીરી કરવા માટે માર્ગદર્શનઆપ્યું હતું.

જરૂરી રસી ઉપલબ્ધ

ક્લેકટર બીજલ શાહના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં ડીસ્ટ્રીક્ટ ટાસ્ક ફોર ઇંયુનાઇઝેશન અને પોલીયો માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ વિગતવાર ચર્ચા કરી જિલ્લાના આયોજનની માહિતી આપી હતી. પોલીયો નાબૂદી અભિયાનમાં તમામ વિભાગોને સહયોગ આપવા અપીલ કરી હતી. પોલીયો નાબૂદી અભિયાન માટે ઘનિષ્ઠ પ્રચાર પ્રસાર કરવા પોસ્ટર્સ, બેનર્સની વ્યવસ્થા કરાયેલી છે. પૂરતા સાધનો તથા જરૂરી રસી ઉપલબ્ધ છે અને સમગ્ર આરોગ્ય વિભાગ કામગીરી માટે સુસજ્જ છે.

Advertisement

બે ટીપાં અચૂકપણે પીવડાવો

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ તમામ લોકોને તેમના ૫ વર્ષ સુધીના બાળકોને આ અભિયાન દરમ્યાન પ્રા.આ.કેન્દ્રના નજીકના વિસ્તારોમાં તા.૨૩ જૂનના રોજ બુથમાં પોલીયોના બે ટીપાં અચૂકપણે પીવડાવવા અપીલ કરી છે.

Advertisement

આ પણ વાંચો --  VADODARA : ખેતરના શેઢે ઉછેરેલા પોમેલો વૃક્ષો બેઠી આવકનું સ્ત્રોત બન્યા

Tags :
Advertisement

.

×