Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : સ્પીકરમાં વધારાના પ્રેશર મીડ મુકી ધ્વનિ પ્રદુષણ ફેલાવનારાઓ ચેતી જજો !

VADODARA : વડોદરામાં ડીજે (DJ) સ્પીકરમાં વધારાના પ્રેશર મીડ લગાડી ધ્વનિ પ્રદુષણ (NOISE POLLUTION) ફેલાવનારા ડીજે સંચાલકો પર પોલીસ (VADODARA POLICE) ની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં શહેરની 5 દુકાનો પર પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાંથી ત્રણ...
vadodara   સ્પીકરમાં વધારાના પ્રેશર મીડ મુકી ધ્વનિ પ્રદુષણ ફેલાવનારાઓ ચેતી જજો
Advertisement

VADODARA : વડોદરામાં ડીજે (DJ) સ્પીકરમાં વધારાના પ્રેશર મીડ લગાડી ધ્વનિ પ્રદુષણ (NOISE POLLUTION) ફેલાવનારા ડીજે સંચાલકો પર પોલીસ (VADODARA POLICE) ની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં શહેરની 5 દુકાનો પર પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાંથી ત્રણ દુકાનોમાંથી પ્રેશર મીડ ડિવાઇઝ જપ્ત કરવામાં આવ્યા છે. જે બાદ પોલીસ દ્વારા સંચાલકોની વધુ પુછપરછ હાથ ધરવામાં આવનાર હોવાનું પોલીસ સુત્રો જણાવી રહ્યા છે.

કાન સુન્ન મારી જાય તેવું પણ થતું હોય

સમગ્ર કાર્યવાહીને લઇ એસીપી અશોક રાઠવા જણાવે છે કે, સરકાર અને હાઇકોર્ટના ધ્યાને હતું કે, ડીજેનો મોટા પાયે ઉપયોગ થઇ રહ્યો છે. ડીજે સાઉન્ડ લિમીટ અને ડિવાઇઝ લગાડ્યા વગર ખુબ જ મોટા અવાજ રાખીને વગાડતા હોય છે. જેને લઇને આજુબાજુના લોકો પરેશાન થતા હોય છે. ઘણી વખત નિયત કરવામાં આવેલી ડેસીબલની લિમીટ કરતા વધારે સાઉન્ડ રાખવાને કારણે પેસમેકર અથવા તો હાર્ટબીટને નુકશાન કરે છે, કાન સુન્ન મારી જાય તેવું પણ થતું હોય છે. સરકાર દ્વારા આ વાતને લઇને નોટીફીકેશન બહાર પાડ્યું છે. જે અનુસાર કોઇ પણ સાઉન્ડ ડિવાઇઝ ભાડેથી વેચવામાં આવે તેમાં સાઉન્ટ મીટર લાગેલા હોવા જોઇએ. તેના સપ્લાયર પણ સાઉન્ટ મીટર લગાડીને વેચે તેમ પણ ઉલ્લેખ છે.

Advertisement

એકની જગ્યાએ 6 જેટલા મીડ લગાડતા

એસીપીએ જણાવ્યું કે, પોલીસના ધ્યાને આવ્યું કે, શહેરના રાવપુરા અને નવાપુરા વિસ્તારમાં ઘણી જગ્યાએ આ પ્રકારના ડિવાઇઝ વેચવામાં આવ્યા છે. જેમાં 5 જેટલી શોપમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જે બી સાઉન્ડ, મારૂતિ ઇલેકટ્રોનિક્સ, હરસિદ્ધી ઇલેક્ટ્રોનિક્સ, રાજા ઇલેક્ટ્રોનિક્સ અને વિનાયક ઇલેક્ટ્રોનિક્સને ત્યાં તપાસ કરવામાં આવી હતી. જેમાંથી ત્રણ શોપમાં મારૂતિ ઇલેકટ્રોનિક્સ, હરસિદ્ધી ઇલેક્ટ્રોનિક્સ અને વિનાયક ઇલેક્ટ્રોનિક્સમાંથી પ્રેશર મીડ મળી આવ્યા હતા. પ્રેશર મીડ એવી સિસ્ટમ છે, જેને સ્પીકરમાં એકની જગ્યાએ 6 જેટલા મીડ લગાડતા હોય છે. જેને કારણે સાઉન્ડની તિવ્રતા વધી જાય છે. ખુબ જ હાઇ વોલ્યુમ થઇ જાય છે. રાહદારી લોકો અને રહીશો તેનાથી પરેશાન થતા હોય છે. વિવિધ દુકાનોમાંથી 14 પ્રેશર મીડ કબ્જે કર્યા છે.

Advertisement

સાઉન્ડ મીટર ન લાગ્યા હોય તેવાી સિસ્ટમ ભાડે કરી શકાશે નહિ

એસીપીએ આખરમાં ઉમેર્યું કે, અત્યારે ડીજે માર્કેટમાં કોમ્પિટીશન છે. દરેકને મારો સાઉન્ડ સારો છે, અને ડીજે અસરકારક રીતે કામ કરે છે, તે જતાવવા માટે આ માટે પ્રેશર મીડ લગાડાવતા હોય છે. જેથી તેઓ ગ્રાહકને વધુ આકર્ષી શકે. પ્રેશર મીડ સીઝ કરવામાં આવ્યા છે. અને માલિકોની પુછપરછ હાથ ધરવામાં આવનાર છે. જીપીસીબીની ગાઇડલાઇના અનુસંધાને કોઇ પણ સરઘસ કાઢવાનું હોય, સાઉન્ડ સિસ્ટમ ભાડે લેવાની હોય તો તેમાં સાઉન્ટ મીટર લાગેલા હોવા જોઇએ તેવી ગાઇડલાઇ જારી કરી છે. જેમાં સાઉન્ડ મીટર ન લાગ્યા હોય તેવાી સિસ્ટમ ભાડે કરી શકાશે નહિ.

આ પણ વાંચો --  VADODARA : શકમંદે ચોરીનો મોબાઇલ ચાલુ કર્યો અને પોલીસ એલર્ટ થઇ

Tags :
Advertisement

.

×