Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : મહિલા મતદારોમાં વિશેષ જાગૃતિ લાવવા નુક્કડ નાટકનો સહારો

VADODARA : વડોદરા લોકસભા બેઠક (LOKSABHA ELECTION 2024) ની સામાન્ય ચૂંટણી માટેનું મતદાન તા.૭ મે ના રોજ યોજાનાર છે. લોકસભા ચૂંટણી ૨૦૨૪માં ભારતના ચૂંટણી પંચ દ્વારા ટર્ન આઉટ ઇમ્પ્લીમેન્ટેશન પ્લાન (TIP) અમલમાં મૂકવામાં આવ્યો છે.વડોદરા લોકસભા મત વિસ્તારમાં મતદાન પ્રક્રિયામાં...
vadodara   મહિલા મતદારોમાં વિશેષ જાગૃતિ લાવવા નુક્કડ નાટકનો સહારો
Advertisement

VADODARA : વડોદરા લોકસભા બેઠક (LOKSABHA ELECTION 2024) ની સામાન્ય ચૂંટણી માટેનું મતદાન તા.૭ મે ના રોજ યોજાનાર છે. લોકસભા ચૂંટણી ૨૦૨૪માં ભારતના ચૂંટણી પંચ દ્વારા ટર્ન આઉટ ઇમ્પ્લીમેન્ટેશન પ્લાન (TIP) અમલમાં મૂકવામાં આવ્યો છે.વડોદરા લોકસભા મત વિસ્તારમાં મતદાન પ્રક્રિયામાં મહિલા મતદારની ભાગીદારી વધે તે માટે જિલ્લામાં ટર્નઆઉટ ઈમ્પ્લીમેન્ટેશન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે.

આર્ટીસ્ટો દ્વારા નુક્કડ નાટકોનું આયોજન

વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા એક નવતર પહેલ ભાગરૂપે ગત ચૂંટણીમાં પુરુષ કરતા મહિલા મતદારોની ટકાવારી ઓછી હોય તેવા બુથ તથા ગામોમાં એમ.એસ. યુનિ. તથા અન્ય સંસ્થાના વિદ્યાર્થીઓ અને આર્ટીસ્ટો દ્વારા નુક્કડ નાટકોનું આયોજન કરવામાં આવ્યું છે.વડોદરા ગ્રામ્યના પાંચ વિધાનસભા મતવિભાગમાં તા.૦૮ એપ્રિલથી તા.૧૦ એપ્રિલ સુધી પાંચ ટીમ દરરોજ બે ગામની મુલાકાત લઈ ત્રણ દિવસ દરમ્યાન ૩૦ ગામોમાં મહિલાઓમાં મતદાન અંગે જાગૃતિ ફેલાવશે.

Advertisement

મતદારની ટકાવારીમાં ૧૦ ટકાથી વધુ તફાવત હોય તેવા ૧૬૧ બુથ

જિલ્લા વિકાસ અધિકારી અને TIP ના નોડલ અધિકારી શ્રીમતી મમતા હિરપરાના માર્ગદર્શન હેઠળ ખાસ ટીમોનું ગઠન કરવામાં આવ્યું છે. આ ટીમો દ્વારા જે બુથમાં પુરુષ કરતા મહિલાઓના મતદાનની ટકાવારીમાં દસ ટકાથી વધુ તફાવત છે, તેવા બુથમાં મહિલાઓના મતદાનનું પ્રમાણ વધે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે,વડોદરા જિલ્લામાં પુરુષ કરતા મહિલા મતદારની ટકાવારીમાં ૧૦ ટકાથી વધુ તફાવત હોય તેવા ૧૬૧ બુથ છે. આ પહેલમાં MSUની ફેકલ્ટી ઓફ આર્ટ્સ, ફેકલ્ટી ઓફ કોમર્સ, ફેકલ્ટી ઓફ સોશીયલ વર્કના વિદ્યાર્થીઓ અને અનીરાદીચીત થીએટર એન્ડ ફિલ્મ્સ સંસ્થાના કલાકારોનો સહયોગ સાંપડ્યો છે.

Advertisement

મહિલા મતદારોમાં મતદાન માટે જાગૃતિ ઊભી કરવામાં આવશે

આ નુક્કડ નાટક તા.૮ એપ્રિલના રોજ સાવલી તાલુકાના આકલીયા,ખાખરીયા વાઘોડિયાના વસવેલ, વ્યારા ડભોઇના કડધરા, થુવાવી, પાદરાના સોમજીપુરા, રણું અને કરજણના શરૂપુર ટીંબી, લતીપુર ટીંબી તા.૯ એપ્રિલના રોજ સાવલી તાલુકાના ધનતેજ દોલતપુરા, વાઘોડિયાના ભનીયારા, કોટંબી ડભોઈના વાડજ, ભાલોડિયા પાદરાના કુરાલ, સાંઢા કરજણના પાછીયાપુરા, રારોદ અને તા.૧૦ એપ્રિલના રોજ વડોદરા તાલુકાના અંકોડિયા,અનગઢ ડભોઈના સીમળીયા, ગોજાલી, ડેસરના છાણિયેર,સાવલીના ગોઠડા પાદરાના સોખડારાઘુ, કણઝટ અને શિનોર તાલુકાના શિનોર અને માંડવા સહિત ૩૦ ગામોમાં નુક્કડ નાટકના મંચન દ્વારા ખાસ કરીને મહિલા મતદારોમાં મતદાન માટે જાગૃતિ ઊભી કરવામાં આવશે.

લોકસભા ચૂંટણીમાં મહતમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહના માર્ગદર્શન હેઠળ ટીમ સ્વીપ દ્વારા મતદાન જાગૃતિ માટે શહેર જિલ્લામાં અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

આ પણ વાંચો -- VADODARA : મનભેદ નથી, ભગતસિંહ ચોકથી ઉમેદવારના પ્રચારના શ્રીગણેશ થશે – રૂત્વિજ જોશી

Tags :
Advertisement

.

×