Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : લોકસભા-વિધાનસભાની ચૂંટણી ટાણે કોરોનાની એન્ટ્રીએ ચિંતા વધારી

VADODARA : વડોદરામાં લોકસભા (LOKSABHA 2024) અને વિધાનસભાની (VIDHANSABHA) ચૂંટણીઓની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ગતરોજ બે કોરોના પોઝીટીવ (CORONA POSITIVE) કેસો આવતા ચિંતા વધવા પામી છે. ચૂંટણીને લઇને મોટા કાર્યક્રમો થશે, જેમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થશે, તેવા...
vadodara   લોકસભા વિધાનસભાની ચૂંટણી ટાણે કોરોનાની એન્ટ્રીએ ચિંતા વધારી
Advertisement

VADODARA : વડોદરામાં લોકસભા (LOKSABHA 2024) અને વિધાનસભાની (VIDHANSABHA) ચૂંટણીઓની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ગતરોજ બે કોરોના પોઝીટીવ (CORONA POSITIVE) કેસો આવતા ચિંતા વધવા પામી છે. ચૂંટણીને લઇને મોટા કાર્યક્રમો થશે, જેમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થશે, તેવા સમયે જ કોરોનાની એન્ટ્રીએ રાજકીય પાર્ટીઓ અને ચૂંટણી તંત્રની ચિંતા વધારી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આગામી સમયમાં કોરોનાથી બચવાના ઉપાયો જેમ કે, સલામત અંતર રાખવું, મોઢે માસ્ક પહેરવું, સમયાંતરે હાથ ધોવા અથવા હેન્ડ સેનીટાઇઝરનો ઉપયોગ આપણે સૌએ કરવો પડે તેવી સ્થિતી સર્જાય તો નવાઇ નહિ.

બે દર્દીઓને એસએસજી હોસ્પિટલમાં દાખલ

વડોદરામાં લોકસભા 2024 અને વાઘોડિયા બેઠક પર પેટા ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. ચૂંટણી તંત્ર અધિકારીઓના અભ્યાસવર્ગમાં વ્યસ્ત છે, તો બીજી તરફ રાજકીય પાર્ટીઓ દ્વારા ચૂંટણીને લઇને વિવિધ સ્થળોએ મોટા સંમેલનો થઇ રહ્યા છે. ત્યારે ગતરોજ શહેરમાં કોરોના પોઝીટીવ બે દર્દીઓને એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બે દર્દીઓ પૈકી એક શહેરના નવા યાર્ડ વિસ્તારના રહેવાસી છે. તેઓ 72 વર્ષિય વૃદ્ધ છે. જ્યારે અન્ય દોડકા ગામના 72 વર્ષિય વૃદ્ધ છે.

Advertisement

કોરોના સામે વડોદરાવાસીઓ ઇમ્યુન છે

કોરોના કેસો સામે આવતા જ રાજકીય પક્ષો અને ચૂંટણી તંત્રની ચિંતા વધવી સ્વભાવિક છે. ત્યારે વડોદરાના હેલ્થ કમિટીના પૂર્વ ચેરમેન ડો. રાજેશ શાહ જણાવે છે કે, વડોદરામાં કોરોના કાળ દરમિયાન મેં હેલ્થ કમિટીના ચેરમેન તરીકેની ફરજ નિભાવી છે. વડોદરામાં કોરોના વાયરસની રસીના નિશુલ્ક બે ડોઝ અને બુસ્ટર ડોઝ મુકવાની કામગીરી ખુબ જ સારી રીતે પાર પાડવામાં આવી હતી. જેને લઇને કોરોના સામે વડોદરાવાસીઓ ઇમ્યુન છે, તેમ કહેવું સહેજ પણ ખોટું નથી. હાલ બેવડી રૂતુ ચાલતી હોવાથી શરદી-ઉધરસના કેસો વધી રહ્યા છે, તેવામાં કોરોનાના કેસો આવી શકે છે. પરંતુ તેની ઘાતકતા ખુબ જ ઓછી હશે. અગાઉની જેમ કોરોના પોઝીટીવ આવ્યા બાદ ઓક્સિજન ઘટવો, અને સ્વાસ્થ્ય કથળવા જેવી સ્થિતી સર્જાવવાની શક્યતા નહિવત છે.

Advertisement

તબિબિ સલાહ મુજબ અનુસરવું

ડો. રાજેશ શાહ ઉમેરે છે કે, જો કોઇ વ્યક્તિને શરદી-ખાંસી-તાવના લક્ષણો જણાય તો તેણે તાત્કાલિક તબિબિ સલાહ લેવી જોઇએ. અને તે મુજબ અનુસરવું જોઇએ. સાથે જ આવા લોકોથી સલામત અંતર રાખવું જેથી બિમારીથી બચી થકાય. કોરોના એક વાયરસ જન્ય રોગ છે. જે થઇ શકે, પરંતુ વેક્સીન બાદ તેની અસર ખુબ ઓછી પડશે.

આ પણ વાંચો --VADODARA : દરવાજો ખોલવામાં મોડું થતા યુવકે બારીમાં જોરથી હાથ મારતા લોહી વહ્યું, સારવાર દરમિયાન મોત

Tags :
Advertisement

.

×