Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : મતગણતરી કેન્દ્ર બહારનો માહોલ નીરસ

VADODARA : વડોદરામાં આજે લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણી માટેની મતગણતરી (VADODARA ELECTION VOTE COUNTING) હાથ ધરવામાં આવી રહી છે. એક વખતે મતગણતરી બહાર મોટી સંખ્યામાં રાજકીય પાર્ટીઓના સમર્થકો અને આગેવાનોનો જમાવડો રહેતો હતો. પરંતુ આ વખતે સોશિયલ...
vadodara   મતગણતરી કેન્દ્ર બહારનો માહોલ નીરસ
Advertisement

VADODARA : વડોદરામાં આજે લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણી માટેની મતગણતરી (VADODARA ELECTION VOTE COUNTING) હાથ ધરવામાં આવી રહી છે. એક વખતે મતગણતરી બહાર મોટી સંખ્યામાં રાજકીય પાર્ટીઓના સમર્થકો અને આગેવાનોનો જમાવડો રહેતો હતો. પરંતુ આ વખતે સોશિયલ મીડિયાનો ભરપુર ઉપયોગ અને સત્તાપક્ષ દ્વારા ઉજવણી પર મુકવામાં આવેલી પાબંધીઓના કારણે મતગણતરી કેન્દ્ર બહારનો માહોલ એકદમ નિરસ જોવા મળી રહ્યો છે. સવારે ભાજપ-કોંગ્રેસના કેટલાક નેતા અને આગેવાનો દ્વારા કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી.

મોટી ચહલ-પહલ જોવા મળતી નથી

વડોદરામાં ચૂંટણી પ્રચાર દરમિયાન પણ માહોલ કંઇ ખાસ જામ્યો ન્હતો. તેવી જ રીતે મતગણતરી કેન્દ્ર બહાર પણ નિરસ માહોલ જોવા મળી રહ્યો છે. એક સમયે મતગણતરી કેન્દ્રની બહાર ઉમેદવાર, પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓનો ભારે જમાવડો રહેતો હતો. પરંતુ આજે તેનાથી તદન વિપરીત પરિસ્થીતી જોવા મળી રહી છે. તેની પાછળના મુખ્ય કારણો સોશિયલ મીડિયામાં બધી અપડેટ્સ મળવાનું અને આ વખતે સત્તાપક્ષ દ્વારા કોઇ પણ ઉજવણી નહી કરવાનું જણાવવામાં આવ્યું છે. જેને લઇને મતગણતરી કેન્દ્ર બહાર લોકોની મોટી ચહલ-પહલ જોવા મળતી નથી.

Advertisement

રસાકસીનો માહોલ રહ્યો નથી

બીજી તરફ વડોદરામાં ભાજપના ઉમેદવારો માટે જીત આસાન હોવાનું હવે મોટાભાગે તમામ જાણે છે. ચૂંટણી પ્રચારમાં પણ તેની ઝલક જોવા મળી હતી. જેથી હવે પહેલા જેવી રસાકસીનો માહોલ રહ્યો નથી. જેને કારણે પણ ચૂંટણીના પરિણામોને લઇને કોઇ ઉત્સાહ જોવા મળતો નથી.

Advertisement

જીત તરફ આગળ

વડોદરામાં અનેક રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઇ છે. જેમાં લોકસભા બેઠક પર ભાજપના ડો. હેમાંગ જોશી અને વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપ ધર્મેન્દ્રસિંહ વાઘેલા જીત તરફ આગળ વધી રહ્યા છે. ડો. હેમાંગ જોશી કેટલી લીડથી ચૂંટણી જીતે છે તેના પર સૌ કોઇની નજર રહેશે.

આ પણ વાંચો -- VADODARA : BJP લોકસભા ઉમેદવારના ચૂંટણી એજન્ટ અને અધિકારી વચ્ચે તૂતૂ મેંમેં

Tags :
Advertisement

.

×