Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA :"તારૂ ખાઇ-પી જશે અને તને.....", મધુ શ્રીવાસ્તવનો પલટવાર

VADODARA : વડોદરામાં વાઘોડિયા બેઠક પરની પેટા ચૂંટણી (WAGHODIA BY ELECTION) પહેલા છેલ્લે સુધી રસાકસી ભર્યો માહોલ જોવા મળ્યો હતો. પાર્ટીના ઉમેદવારો, અને સમર્થકો નામ લીધા વગર એકબીજા પર બયાનબાજી કરતા નજરે પડ્યા હતા. આજે અપક્ષ ઉમેદવારી પરત ખેંચીને કોંગ્રેસને...
vadodara   તારૂ ખાઇ પી જશે અને તને        મધુ શ્રીવાસ્તવનો પલટવાર
Advertisement

VADODARA : વડોદરામાં વાઘોડિયા બેઠક પરની પેટા ચૂંટણી (WAGHODIA BY ELECTION) પહેલા છેલ્લે સુધી રસાકસી ભર્યો માહોલ જોવા મળ્યો હતો. પાર્ટીના ઉમેદવારો, અને સમર્થકો નામ લીધા વગર એકબીજા પર બયાનબાજી કરતા નજરે પડ્યા હતા. આજે અપક્ષ ઉમેદવારી પરત ખેંચીને કોંગ્રેસને ટેકો જાહેર કરનાર પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે. તેમાં તેઓ નામ લીધા વગર વિરોધીઓ પર અનેક પ્રહાર કરતા જોવા મળ્યા હતા. આ વિડીયોમાં કોંગ્રેસના વાઘોડિયા બેઠકના ઉમેદવાર તેમની બાજુમાં બેઠા હોવાનું જોવા મળી રહ્યું છે.

તેનું કામ કરવાનો પ્રયાસ કર્યો હશે

જાહેર મંચ પરથી પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ (EX MLA MADHU SHRIVASTAV) આરોપ મુકતા કહે છે કે, હું તમામને કહેવા આવ્યો છું, એક વર્ષના દરમિયાનમાં કોઇએ તેનું ઘર જોયું હોય તો આંગળી ઉંચી કરીને બતાવે, સામેવાળો ઉમેદવાર જીતીને ગયો, તેનું ઘર જોયું હોય તો બતાવો જીવનભરનું રાજકારણ છોડી દઉં, હું 6 વખત તમારો સેવક રહ્યો, નાત-જાત ભેદભાવ નગર કોઇ પણ આવ્યું હશે કોઇ દિવસ મેં તેને ઇનકાર નહિ કર્યો હોય, તેનું કામ કરવાનો પ્રયાસ કર્યો હશે, તે પણ વિનામુલ્યે, 30 વર્ષ દરમિયાન સેવક બનીને લોકોની સેવા કરી છે. લોકોને ખ્યાલ આવવો જોઇએ. ભાજપને વાઘોડિયાની ધરતી પર જન્મ આપવવાળો મધુ શ્રીવાસ્તવ છે, ભાજપને હરાવનાર પણ મધુ શ્રીવાસ્તવ છે.

Advertisement

જમીન લઇ પાછળના પૈસા આપવાના જ નહિ

વધુમાં તેઓ ઉમેરે છે કે, આ વખતે 101 ટકા ટોપલો ભરીને, કે ટ્રક ભરીને કે ટેન્કર ભરીને લોકોને પીવડાય - ખવડાય તારૂ ખાઇ-પી જશે અને તને હરાવશે. પૈસાના જોર પર જીતવા નિકળ્યો છે, લોકોની સેવા કરો, લોકોને રોજીરોટી અપાવો, સારા કાર્યો કરો, સારા કાર્યો કરવા કે લોકોની જમીન લખાવી લેવી છે, જમીન લઇ પાછળના પૈસા આપવાના જ નહિ. આવા વડોદરા તાલુકામાં કિસ્સા છે, તેના મળતિયાને મેં ચેલેન્જ આપેલી છે, કાન ખોલીને સાંભળી લેજે, ચૂંટણી તો આવીને જતી રહેશે. તેના પછી યાદ રાખજે, વાઘોડિયાની ચોકડી વટવા નહિ દઉં.

Advertisement

આજે પણ તે ચેલેન્જ છે

વધુમાં જણાવે છે કે, મેં તો તન-મન-ધનથી ક્ષત્રિય સમાજને ટેકો આપ્યો છે. હું જ્યાં સુધી જીવતો રહીશ, ત્યાં સુધી કામ કરતો રહીશ તેવી ખાતરી આપી છે. મેં તેનું નામ પણ નથી લીધું. મારા કાર્યકર્તાઓ નાત-જાત ભેદભાવ વગરના છે, આજે પણ મારી ચેલેન્જ એ જ છે કાર્યકર્તાઓને કોઇએ કોલર પકડ્યો તો ગોળી ના મારૂ તો મારૂ નામ મધુ શ્રીવાસ્તન નહિ, તે ચેલેન્જ આપેલી છે. આજે પણ તે ચેલેન્જ છે. કાર્યકર્તાને મારવાના પ્રયત્નો કરતા નહિ.

લોકોને ઓળખવાની જરૂર

વધુમાં તેઓ ઉમેરે છે કે, વાઘોડિયામાં જે તમને વચન આપ્યા હતા, જે કાર્ય કર્યા નથી. વોટ આપીને ખરેખર સેવા કરવી જોઇએ, કયા મુરખે સલાહ આપી અને રાજીનામું આપ્યું અને ભાજપમાં જોડાયા. ઇડી-ઇન્કમટેક્સને મોકલો, હું જેલમાં જવા તૈયાર છું. જુઠ્ઠુ બોલીને સરકાર ચલાવવી, જુઠ્ઠુ બોલીને ઓઇલનો ધંધો કરવો, જુઠ્ઠુ બોલીને પેટ્રોલની ચોરી કરવી, જુઠ્ઠુ બોલીને લોકોની જમીન પડાવી લેવાની તેવા લોકોને ઓળખવાની જરૂર છે.

આ પણ વાંચો -- VADODARA : “પોતાના સ્વાર્થ માટે નારા લગાડ્યા…જનતા જાણે છે”, ધર્મેન્દ્રસિંહે કોંગ્રેસ પર તાક્યુ નિશાન

Tags :
Advertisement

.

×