Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : સિંધરોટ ચેકડેમ પર સ્નાન કરી પરત ફરતા બબાલ

VADODARA : વડોદરાના સિંધરોટ ચેકડેમ (Sindhrot Check Dam - VADODARA) પર સ્નાન કરીને પરત ફરતી વેળાએ ત્યાં કપડા ધોતી મહિલા સાથે બોલાચાલી થઇ હતી. જે બાદ મામલો વણસતા મહિલાએ કપડા ધોવાનો પાયો મારી દીધો હતો. અને ઇજાઓ પહોંચાડી હતી. જે...
vadodara   સિંધરોટ ચેકડેમ પર સ્નાન કરી પરત ફરતા બબાલ
Advertisement

VADODARA : વડોદરાના સિંધરોટ ચેકડેમ (Sindhrot Check Dam - VADODARA) પર સ્નાન કરીને પરત ફરતી વેળાએ ત્યાં કપડા ધોતી મહિલા સાથે બોલાચાલી થઇ હતી. જે બાદ મામલો વણસતા મહિલાએ કપડા ધોવાનો પાયો મારી દીધો હતો. અને ઇજાઓ પહોંચાડી હતી. જે બાદ મહિલાના દિકરાએ આવીને લાકડી વડે હુમલો કરી દીધો હતો. આખરે સમગ્ર મામલે માતા-પુત્ર સામે વડોદરા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે.

મારા કપડાં ઉપરથી કેમ જાઓ છો

વડોદરા તાલુકા પોલીસ મથકમાં રોહિતભાઇ ગંભીરજી ઠાકોર (રહે. કાળી દાસની ચાલી, માંજલપુર) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ રીક્ષા ચલાવીને ગુજરાન ચલાવે છે. 7 - મે ના રોજ તેઓ ત્રણ વાગ્યે પત્ની અને સંતાનો સાથે સિંધરોટ ચેકડેમ પર નાહવા માટે ગયા હતા. ત્યાં નાહીને ચાડા સાર વાગ્યે પાણીના વહેણના પાળા પર થઇને બહાર નિકળી રહ્યા હતા. દરમિયાન એક મહિલા પાળા પર કપડા ધોતા હતા. તેઓ નજીકથી પસાર થતા મહિલાએ કહ્યું કે, તમે મારા કપડાં ઉપરથી કેમ જાઓ છો, કહી ગાળો બોલવાનું શરુ કરી દીધું હતું.

Advertisement

લોહી નિકળવાનું શરૂ થઇ ગયું

તેવામાં તેમની દિકરી તેમને સમજાવવા માટે આગળ આવી હતી. તો તેમણે દિકરીના માથે કપડા ધોવાનો પાયો મારી દીધો હતો. જેથી તેને લોહી નિકળવાનું શરૂ થઇ ગયું હતું. જે બાદ મહિલાએ તેના દિકરાને બોલાવતા તેણે લાકડી વડે માર માર્યો હતો. દરમિયાન બુમાબુમ થતા લોકો એકત્ર થઇ ગયા હતા. આ જોઇને મહિલા અને તેનો દિકરો નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત દિકરીને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી. જ્યાં તેની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

વધુ કાર્યવાહી હાથ ધરી

આખરે ઉપરોક્ત મામલે રીંકુબેન અરવિંદસિંહ જાદવ અને ગોપાલ અરવિંદસિંહ જાદવ (બંને રહે - સીંધરોટ, વડોદરા) સામે વડોદરા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે. જે બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

આ પણ વાંચો -- VADODARA : તારા દાદા પાસેથી ઉછીના લીધેલા રૂપિયા આપી દીધા છે, તો…..

Tags :
Advertisement

.

×