Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : નવરચના યુનિ. સહિત અનેક સ્થળે ફાયર વિભાગની કાર્યવાહી

VADODARA : રાજકોટ ગેમઝોન દુર્ઘટના (RAJKOT GAMEZONE TRAGEDY) માં 28 જેટલા લોકોના મૃત્યુ થયા બાદથી લઇને વડોદરા પાલિકા (VADODARA VMC) એક્શનમાં આવ્યું છે. અને ફાયર સેફ્ટી, તથા એન્જિનીયરીંગ સંલગ્ન બાબતોને લઇને સુરક્ષાના નિયમોનું પાલન કરવામાં આવે છે કે નહિ તેની...
vadodara   નવરચના યુનિ  સહિત અનેક સ્થળે ફાયર વિભાગની કાર્યવાહી
Advertisement

VADODARA : રાજકોટ ગેમઝોન દુર્ઘટના (RAJKOT GAMEZONE TRAGEDY) માં 28 જેટલા લોકોના મૃત્યુ થયા બાદથી લઇને વડોદરા પાલિકા (VADODARA VMC) એક્શનમાં આવ્યું છે. અને ફાયર સેફ્ટી, તથા એન્જિનીયરીંગ સંલગ્ન બાબતોને લઇને સુરક્ષાના નિયમોનું પાલન કરવામાં આવે છે કે નહિ તેની સઘન ચકાસણી હાથ ધરી રહ્યું છે. વિતેલા 24 કલાકમાં ફાયર વિભાગની 6 ટીમો અને ઝોન દીઠ 2 ટીમો મળીને 14 ટીમો દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ફાયર સેફ્ટીને લઇને બેદરકારીને પગલે અગાઉ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીને નોટીસ પાઠવવામાં આવી હતી. અને બાદમાં હવે નવરચના યુનિવર્સિટી (NAVRACHANA UNIVERSITY) ને ફાયર વિભાગે નોટીસ પાઠવી હોવાનું સામે આવી રહ્યું છે.

126 સંસ્થાને નોટીસ

પાલિકાની સંયુક્ત ટીમ દ્વારા ઉત્તરઝોનમાં 110 એકમો પર તપાસ કરીને 110 સંસ્થાઓને નોટીસ પાઠવવામાં આવી હતી. પૂર્વ ઝોનમાં 8 એકમોની તપાસ કરી તે પૈકી 7 ને નોટીસ પાઠવવામાં આવી હતી. સાથે અસ. સિદીકી મેટરનીટી હોમને સીલ કરી દેવામાં આવી હતી. પશ્ચિમ ઝોનમાં 05 એકમોની તપાસ કરી નોટીસ પાઠવવામાં આવી હતી. દક્ષિણ ઝોનમાં 4 એકમોની તપાસ કરીને નોટીસ પાઠવવામાં આવી હતી. ચારેય ઝોનમાં કોમર્શિયલ દુકાનો, હોસ્પિટલ, મેટરનીટી હોમ, રેસ્ટોરેન્ટ, ફર્નીચર શોપ, અને અન્ય એકમો મળીને 127 એકમોની તપાસ કરવામાં આવી હતી. જે પૈકી 126 સંસ્થાને નોટીસ પાઠવવામાં આવી હતી. 3

Advertisement

અલ્માસ માર્કેટ કોમ્પલેક્ષ પર કાર્યવાહી

ટાઉન ડેવલપમેન્ટ શાખા દ્વારા વિવિધ વિસ્તારોમાં ચાલતા ટ્યુશન ક્લાસ, પ્લે સેન્ટર સહિતની જગ્યાઓ પર કાર્યવાહી કરવામાં આવી હતી. જે પૈકી પાણીગેટ-માંડવી વિસ્તામાં આવેલ અલ્માસ માર્કેટ કોમ્પલેક્ષની કુલ 66 દુકાનોનો વાપર ઉપયોગ બંધ કરી દેવામાં આવ્યો છે.

Advertisement

23 એકમોને બી - 10 નોટીસ

ફાયર વિભાગની 6 ટીમ દ્વારા આજરોજ 26 એકમોની તપાસ કરવામાં આવી હતી. જૈ પૈકી 3 મોલ, 3 હોસ્પિટલ, 1 સ્કુલ, અને 16 એકમો મળી 23 એકમોને બી - 10 નોટીસ ફટકારવામાં આવી હતી. ફાયર વિભાગની યાદી પ્રમાણે, વિવેક બિલ્ડીંગ ( દાંડિયા બજાર ), સીટી પ્લાઝા ( દાંડિયા બજાર ), શીતલ એપારમેન્ટ ( અલકાપુરી ), અપ્સરા કો ઓપરેટિંગ હાઉસિંગ સોસાયટી ( દાંડિયા બજાર ), અપ્સરા સ્કાય લાઈન ( પ્રતાપ નગર ), શાલીમાર ચેમ્બર ( જુબેલીબાગ ), FP 108 TPS 01 ( ભાયલી ), FP 13 TPS 02 ( ખાનપુર ), FP 23 TPS 05 ( ખાનપુર ), FP 49 TPS 02 ( ખાનપુર ), વેલાની હાઈટ્સ ( સન ફાર્મા રોડ ), શરણાઈ એપાર્ટમેન્ટ ( સનફર્મ રોડ ), વીર એવન્યુ ( માંજલપુર ) ગામ, શિલાલેખ એપારમેન્ટ ( મુજ મહુડા ), ડી માર્ટ ( અકોટા ), સાઉથવેસ્ટ સેન્ટર ( સન ફાર્મા રોડ અટલાદરા ) અને એની અંદર ( ઓસીયા મોલ ) , નવરચના યુનિવર્સિટી ( ભાયલી ), જીવન જ્યોત હોસ્પિટલ ( પાદરા ), ઊર્મિ હોસ્પિટલ ( પાદરા ), નવકાર હોસ્પિટલ ( પાદરા ), સિટી સેન્ટર કોમર્શિયલ બિલ્ડીંગ ( પાદરા ), અને અક્ષર પ્લાઝા કોમર્શિયલ બિલ્ડીંગ ( પાદરા ) ને નોટિસ ફટકારવામાં આવી હતી.

આ પણ વાંચો -- VADODARA : સંસ્કારી નગરી વધુ એક વખત બોલીવુડમાં ચમકશે

Tags :
Advertisement

.

×