ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : સાંકડી ગલીમાં થઇ ફાયર ટેન્ડર આગ બુઝાવવા પહોંચ્યું

VADODARA : વડોદરા (VADODARA) ના ખંડેરાવ માર્કેટ વિસ્તારના ઢગલામાં આગ (FIRE) લાગતા સ્થાનિકોએ તાત્કાલિક ફાયર વિભાગ (FIRE DEPARTMENT) ને ફોન કરી જાણ કરી હતી. સમયસર ફાયરના લાશ્કરો ઘટના સ્થળ નજીક પહોંચી પણ ગયા હતા. જો કે, ઢગલા સુધી પહોંચવા માટે...
01:45 PM Mar 22, 2024 IST | PARTH PANDYA
VADODARA : વડોદરા (VADODARA) ના ખંડેરાવ માર્કેટ વિસ્તારના ઢગલામાં આગ (FIRE) લાગતા સ્થાનિકોએ તાત્કાલિક ફાયર વિભાગ (FIRE DEPARTMENT) ને ફોન કરી જાણ કરી હતી. સમયસર ફાયરના લાશ્કરો ઘટના સ્થળ નજીક પહોંચી પણ ગયા હતા. જો કે, ઢગલા સુધી પહોંચવા માટે...

VADODARA : વડોદરા (VADODARA) ના ખંડેરાવ માર્કેટ વિસ્તારના ઢગલામાં આગ (FIRE) લાગતા સ્થાનિકોએ તાત્કાલિક ફાયર વિભાગ (FIRE DEPARTMENT) ને ફોન કરી જાણ કરી હતી. સમયસર ફાયરના લાશ્કરો ઘટના સ્થળ નજીક પહોંચી પણ ગયા હતા. જો કે, ઢગલા સુધી પહોંચવા માટે સાંકડી ગલીમાં થઇને જવું પડે તેમ હોવાથી લાશ્કરોના સમયનો વેડફાટ થયો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આ ઘટનામાં આગ નાની હોવાથી સમયસર કાબુ મેળવી લેવાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.

ઢગલામાં લાગેલી આગ અંગે ફાયરની મદદ માટે કોલ

વડોદરા ફાયર વિભાગ દ્વારા આગ અકસ્માત, વાહન અકસ્માત, કેમીકલ લીકેજ, જળાશયમાંથી રેસ્ક્યૂ સહિત અનેક સંકટના સમયે મદદ પૂરી પાડવામાં આવે છે. કેટલીક જગ્યાઓ ફાયરના લાશ્કરોએ પણ મુશ્કેલીનો સામનો કરીને પરિસ્થીતી પર કાબુ મેળવવો પડે છે. ત્યારે આજે આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં ખંડેરાવ માર્કેટ નજીક સયાજી વિહાર ક્લબમાં આવેલા કચરા-સામાનના ઢગલામાં લાગેલી આગ અંગે ફાયરની મદદ માટે કોલ કરવામાં આવ્યો હતો. ફાયર ટેન્ડર (બંબો) ઘટના સ્થળ નજીક તો પહોચ્યો પરંતુ વધુ પાસે જવા માટે સાંકડી ગલીમાંથી પસાર થવું પડ્યું હતું. ગલી એટલી સાંકડી હતી કે, ફાયર ટેન્ડર સિવાય સાથે એક વ્યક્તિ પણ ન પસાર થઇ શકે.

આસપાસ લાકડાના પાટીયાઓ અને બાંબુ મોટા પ્રમાણમાં મુકેલા

જો કે, ફાયર જવાનોના સંકલનના કારણે સાંકડી ગલીમાં થઇને ઘટના સ્થળ સુધી ગણતરીની મીનીટોમાં જ લાશ્કરો પહોંચી ગયા હતા. અને કચરા-સામાનમાં લાગેલી આગ પર કાબુ મેળવી લીધો હતો. આગના સ્થળની આસપાસ લાકડાના પાટીયાઓ અને બાંબુ મોટા પ્રમાણમાં મુકેલા હતા. જો આગ ત્યાં સુધી પ્રસરી હોત તો વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકત. આ ઘટના પરથી જાણવા મળે કે, આગ પર કાબુ મેળવવાની સ્થિતી માટે પહોંચવા જતા જો રસ્તાઓ સાંકડા હોય તો જવાનોએ કેટલી વધુ જહેમત ઉઠાવવી પડી શકે છે.

મોટી આગ લાગી હોય તો સાંકડા રસ્તા મુશ્કેલી વધારી શકે

અત્રે નોંધનીય છે કે, સયાજી વિહાર ક્લબ ખાતે લાગેલી આગ નાની હતી. પરંતુ જો કોઇ જગ્યાએ મોટી આગ લાગી હોય અને ત્યાં સુધી પહોંચવાના રસ્તાઓ સાંકડા હોય તો કેવી મુશ્કેલી સર્જાય તેની કલ્પના ન થઇ શકે. આ ઘટનામાં ફાયર જવાનોએ યોગ્ય સંકલન કરતા સ્થિતી સત્વરે કાબુમાં આવી ગઇ હતી.

આ પણ વાંચો --VADODARA : હોળીકા દહનથી રોડ-રસ્તાને થતું નુકશાન આટકાવવા માટી-રેતીના થર કરવા સૂચન

Tags :
ControlcrossfirenarrowreachSituationspotstreettenderVadodara
Next Article