Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ગોત્રી મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટરે તબિબિ વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યુ, બે દિવસના રિમાન્ડ પર

VADODARA : વડોદરા (VADODARA) ની સરકારી ગોત્રી મેડિકલ કોલેજ (GOTRI MEDICAL COLLEGE) ના ઇન્ટર્ન ડોક્ટર (INTERN DOCTOR) દ્વારા તબિબિ વિદ્યાર્થીની (MEDICAL STUDENT) સાથે દુષ્કર્મ આચર્યાનો કિસ્સો સામે આવ્યો છે. સમગ્ર મામલે ગોત્રી મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટર સામે ફરિયાદ નોંધાવવા પામી...
vadodara   ગોત્રી મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટરે તબિબિ વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યુ  બે દિવસના રિમાન્ડ પર
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ની સરકારી ગોત્રી મેડિકલ કોલેજ (GOTRI MEDICAL COLLEGE) ના ઇન્ટર્ન ડોક્ટર (INTERN DOCTOR) દ્વારા તબિબિ વિદ્યાર્થીની (MEDICAL STUDENT) સાથે દુષ્કર્મ આચર્યાનો કિસ્સો સામે આવ્યો છે. સમગ્ર મામલે ગોત્રી મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટર સામે ફરિયાદ નોંધાવવા પામી છે. ગોરવા પોલીસે ફરિયાદ નોંધાયા બાદ ગણતરીના સમયમાં આરોપી ઇન્ટર્ન ડોક્ટરને પકડી પાડી તેને કોર્ટમાં રજૂ કરી તેના બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

અગાઉ થયેલી વાતચીતના રેકોર્ડિંગ હતા

વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજમાં હચમચાવી નાંખે તેવો કિસ્સો સામે આવ્યો છે. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે નિર્ભય પ્રકાશચંદ્ર જોશી (ઉં. 24 ) (હાલ રહે. ગોત્રી મેડિકલ કોલેજ હોસ્ટેલ - મુળ રહે. ગાંધીનગર) મેડિકલનો અભ્યાસ પૂર્ણ કરીને ઇન્ટર્ન ડોક્ટર તરીકે સેવા આપી રહ્યો છે. તેના અગાઉ તેની જ કોલેજમાં ભણતી તબિબિ વિદ્યાર્થીની સાથે સંબંધ હતા. જેમાં થોડાક સમય બાદ અણબનાવ બનવાના શરૂ થયા હતા. દરમિયાન નિર્ભય પાસે તબિબિ વિદ્યાર્થીની જોડે અગાઉ થયેલી વાતચીતના રેકોર્ડિંગ હતા. જેનો ઉપયોગ હવે તેણે તબિબિ વિદ્યાર્થીનીને દબાવવા માટે કર્યો હતો.

Advertisement

ધમકાવવાનો પ્રયાસ કર્યો

નિર્ભય વિદ્યાર્થીનીને અવાર-નવાર રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી આપતો હતો. આ મામલે સમજાવટ કરવા માટે તેણે તબિબિ વિદ્યાર્થીનીને 15 માર્ચે મોડી રાત્રે હોસ્પિટલના ટેરેસ પર બોલાવી હતી. જ્યાં તેણે એક પછી એક રેકોર્ડિંગ અંગે જણાવી તેણીને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો. અને ત્યાર બાદ વિદ્યાર્થીની જોડે તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યુ હતું. આ ઘટના બાદ મોડી રાત્રે યુવતિએ તેની મિત્ર અને ત્યાર બાદ તેના પરિજનોને આ અંગે જાણ કરી હતી.

Advertisement

નામદાર કોર્ટે તેના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

આખરે ઉપરોક્ત મામલે ગોત્રી મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટર નિર્ભય પ્રકાશચંદ્ર જોશી (ઉં. 24 ) (હાલ રહે. ગોત્રી મેડિકલ કોલેજ હોસ્ટેલ - મુળ રહે. ગાંધીનગર) સામે ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ પોલીસે આરોપી ઇન્ટર્ન ડોક્ટરને ગણતરીના સમયમાં પકડી પાડ્યો છે. આરોપી ડોક્ટરને કોર્ટમાં રજૂ કરવામાં આવતા નામદાર કોર્ટે તેના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

આ પણ વાંચો -- VADODARA : પાણીની વાતને લઇ મહિલાઓ વચ્ચે મારામારી

Tags :
Advertisement

.

×